Kalolમાં પેટ્રોલની અછતની અફવા: પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો અને અફરાતફરી
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આજે પેટ્રોલ ખૂટી પડવાની ખોટી અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી વાતોને સાચી માનીને મોટી સંખ્યામાં વાહનચાલકો વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવવા માટે ઉમટી પડ્યા હતા. કલોલ શહેર જ નહીં, પરંતુ આસપાસના છત્રાલ, સઈજ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપો પર પણ કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.પેટ્રોલ પંપ પર સર્જાયો અફરાતફરીનો માહોલ ભારે ભીડને જોતા પેટ્રોલ પંપના સંચાલકો અને વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ કે ડીઝલના જથ્થામાં કોઈ પણ પ્રકારની કમી નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. માત્ર અફવાઓના કારણે લોકો ગભરાઈને સંગ્રહ કરવા માટે પંપ પર પહોંચી રહ્યા છે, જેને કારણે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. સંચાલકોએ ખાતરી આપી હતી કે ડેપોમાંથી નિયમિત લોડિંગ થઈ રહ્યું છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ પંપના સંચાલકોએ પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું સ્થાનિક સત્તાધીશો અને પેટ્રોલ પંપ એસોસિએશને જનતાને નમ્ર અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. બિનજરૂરી રીતે પેનિક બાયિંગ (ગભરાટમાં ખરીદી) કરવાથી બચવું જોઈએ જેથી ખરેખર જરૂરિયાત મંદ લોકોને હાલાકી ન ભોગવવી પડે. હાલમાં તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward