android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો
calendar_today March 22, 2026

Ahmedabad: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં માનવતા અને લોહીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે, માતાની સમયસૂચકતાને કારણે બાળકી બચી ગઈ છે અને પોલીસે આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. માતા કામમાં હતી અને નરાધમે તક ઝડપીપ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સમયે બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. આ સમયનો લાભ લઈને સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમ પિતાએ બાળકી સાથે અડપલાં કરવાનું શરૂ કરતા જ ગભરાયેલી માસૂમ બાળકીએ જોરથી ચીસ પાડી હતી.માતાએ બાળકીને બચાવીપુત્રીની ચીસ સાંભળીને માતા દોડીને રૂમમાં પહોંચી હતી, જ્યાં તેણે બાળકીને નગ્ન હાલતમાં સાવકા પિતાની ચુંગાલમાં જોઈ હતી. માતાએ હિંમત દાખવીને તાત્કાલિક બાળકીને છોડાવી હતી અને સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચો: Ahmedaabd: હાંસોલમાં પોલીસ ચોકીની સામે જ બે યુવકો પર હુમલો, રેકી કરીને પહોંચ્યા હતા હુમલાખોરો

Read Full Story arrow_forward
Junagadhના મેંદરડાના મીઠાપુરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર, જુઓ Video
calendar_today March 22, 2026

Junagadhના મેંદરડાના મીઠાપુરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર, જુઓ Video

ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર વચ્ચેના કથિત 'કોલ્ડવોર'માં ગામના વિકાસકામોનું સૂરસૂરિયું થઈ ગયું છે. ગામમાં ૩૬ લાખના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી 'એપ્રોચ રોડ' વગર અધ્ધરતાલ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જ્યાં ત્રણ ગાળાના પુલની જરૂર હતી, ત્યાં તંત્રએ માત્ર એક ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો છે.ચોમાસામાં પાણી ભરાવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે પરિણામે, ચોમાસામાં પાણી ભરાવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે, ગામની દુર્દશા જોઈને લાચાર બનેલા સરપંચે હવે રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી છે, જે વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે, માર્ગ મકાન વિભાગના ઇજનેરો જ્યારે એમ કહે છે કે "મંજૂરી મુજબ જ કામ થયું છે", ત્યારે સવાલ એ થાય છે કે શું આ મંજૂરી જનતાને હેરાન કરવા માટે અપાઈ હતી? જો પુલ પરથી ગાડું પણ ન નીકળી શકતું હોય અને એપ્રોચ રોડ વગર પુલ માત્ર શોભાના ગાંઠિયા જેવો હોય, તો પ્રજાના પરસેવાની કમાણીના ૩૬ લાખ રૂપિયા પાણીમાં નાખવાનો અધિકાર તમને કોણે આપ્યો?......​ જનતા આ રાજકીય ખેલનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે નેતાઓ પોતાની સર્વોપરિતા સાબિત કરવાના અહમમાં એટલા અંધ બની ગયા છે કે, તેમને જનતાની તકલીફો દેખાતી નથી. ચોમાસું માથે છે, પુલ અધૂરો છે અને જો ગામ સંપર્કવિહોણું બનશે તો તેની જવાબદારી શું એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ લેશે કે પછી એકબીજા પર કાદવ ઉછાળતા નેતાઓ? મીઠાપુરની જનતા આજે આક્રોશમાં છે. આ માત્ર એક પુલનું કામ નથી, પણ તંત્રની નિષ્ફળતા અને નેતાઓની સ્વાર્થબુદ્ધિનું પ્રદર્શન છે. જો વહેલી તકે આ 'લોટ-પાણીને લાકડા' જેવું કામ સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનતા આ રાજકીય ખેલનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. આ પણ વાંચો : Kutchના નાના રણમાં 8 લોકોનું દિલધડક રેસ્ક્યું કરાયું, વરસાદના કારણે લોકો રસ્તો ભૂલ્યા, જુઓ Video

Read Full Story arrow_forward
Dang: ટેસ્ટ ડ્રાઈવના બહાને શો-રૂમમાંથી બાઈક ચોરતો ભેજાબાજ ઝડપાયો, અનેક વિસ્તારોમાં કરેલી ચોરીની કબૂલાત
calendar_today March 22, 2026

Dang: ટેસ્ટ ડ્રાઈવના બહાને શો-રૂમમાંથી બાઈક ચોરતો ભેજાબાજ ઝડપાયો, અનેક વિસ્તારોમાં કરેલી ચોરીની કબૂલાત

ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી એક રીઢા તસ્કરને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ આરોપીની ધરપકડ સાથે વાંસદા, આહવા અને ડાંગ જિલ્લાના અનેક વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત સાતિર રીતે ચોરીને અંજામ આપતો હતો. તે ટુ-વ્હીલરના શો-રૂમમાં જતો અને ગ્રાહક બનીને ટેસ્ટ ડ્રાઈવની માંગણી કરતો હતો. એકવાર બાઈક હાથમાં આવ્યા બાદ તે ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈને ફરાર થઈ જતો હતો. વાંસદા અને આહવા વિસ્તારમાં આ પ્રકારે તેણે અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો.વિવિધ વિસ્તારોમાં ચોરીની કબૂલાતપકડાયેલા આરોપીએ માત્ર બાઈક જ નહીં, પરંતુ પીક-અપ વાન અને ઇલેક્ટ્રિક સાધનોની ચોરીની પણ કબૂલાત કરી છે. આરોપી પાસેથી ચોરીની ત્રણ બાઈક, સ્ટાર્ટર બોર્ડ, મોટર અને વાયર જેવો ઇલેક્ટ્રિક સામાન રિકવર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના ગાઢવી ગામ પાસે આવેલા ઝરણામાંથી સબમર્સિબલ પંપ ચોર્યા હોવાની પણ તેણે કબૂલાત કરી છે.બોર્ડર પરથી ફિલ્મી ઢબે ધરપકડવઘઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી તેને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ દ્વારા આ આરોપી અન્ય કોઈ મોટી ગેંગ સાથે જોડાયેલો છે કે કેમ અને તેણે અન્ય કયા સ્થળોએ ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Read Full Story arrow_forward