android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News : બોટાદ PGVCL દ્વારા 24 માર્ચના રોજ 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ’કરાશે
calendar_today March 22, 2026

Botad News : બોટાદ PGVCL દ્વારા 24 માર્ચના રોજ 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ’કરાશે

પી.જી.વી.સી.એલ. બોટાદ વર્તુળ કચેરી હેઠળની કચેરીઓ બોટાદ શહેર-૧ અને ૨, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, બરવાળા, રાણપુર, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા સહિતની ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ વીજ ગ્રાહકોને જણાવવામાં આવે છે કે, ગ્રાહકોએ વીજ બીલના બાકી નાણા સંબધિત વિસ્તારની વીજ કચેરી, કલેક્શન સેન્ટર અથવા તો ઓનલાઈન માધ્યમથી તાત્કાલિક ભરપાઈ કરી વીજ ગ્રાહકોએ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરશો. 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવશે ચાલુ માસે પણ તા: ૨૪.૦૩.૨૦૨૬ ના રોજ પીજીવીસીએલ દ્વારા 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવશે. જો વીજ ગ્રાહકોએ વીજ બીલની રકમ બાકી હશે તો, સદર દિવસે પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા વીજ ગ્રાહકોનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. ત્યાર બાદ, વીજ ગ્રાહકોએ બાકી વીજ બીલની ૧૦૦% રકમ રી-કનેક્શન ચાર્જ સાથે તેઓની સબંધિત કચેરી ખાતે ભરપાઈ થયા બાદજ નિયત સમયમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. આમ, વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાય રહે તે માટે સત્વરે બાકી વીજ બીલ ભરપાઈ કરવા બોટાદ પી.જી.વી.સી.એલ.વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Arvalli News : મોડાસામાં અરવલ્લી એલસીબી પોલીસે AAPના 2 કાર્યકરને દારુ સાથે ઝડપાયા, છૂટકમાં દારૂનું વેચાણ થતું હોવાની આશંકા

Read Full Story arrow_forward
Anand News: ગેસની અછતને કારણે પીપળાવધામ આશાપુરી માતાજીનું ભોજનાલય બંધ, શ્રદ્ધાળુઓ ભૂખ્યા પેટે પરત ફરવા મજબૂર
calendar_today March 22, 2026

Anand News: ગેસની અછતને કારણે પીપળાવધામ આશાપુરી માતાજીનું ભોજનાલય બંધ, શ્રદ્ધાળુઓ ભૂખ્યા પેટે પરત ફરવા મજબૂર

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરી માતાજીનું મંદિર હાલ એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ ગેસના બાટલાની સર્જાયેલી તીવ્ર અછતને કારણે મંદિરનું વિનામૂલ્યે ચાલતું ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે દૂર-દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.રવિવારની ભારે ભીડ અને પ્રસાદની તંગી પીપળાવના આશાપુરી માતાજીના મંદિરે માત્ર આણંદ જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને દર રવિવારે અહીં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. આ ભક્તો માટે મંદિરમાં વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલતી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સોજીત્રા પંથકમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે, જેની સીધી અસર હવે શ્રદ્ધાળુઓના જઠરાગ્નિ પર પડી છે. કોમર્શિયલ ગેસની અછતે વધારી મુશ્કેલી મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરે કોમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ હોવાથી મંદિરમાં ભોજન રાંધવા માટે જરૂરી ઇંધણ ઉપલબ્ધ નથી. મંદિર પ્રશાસન દ્વારા પ્રયાસો કરવા છતાં ગેસની બોટલો ન મળતા અંતે ભોજનાલયને તાળા મારવાની નોબત આવી છે. દર્શન કરવા આવતા યાત્રિકો જે આશા સાથે ભોજન લેવા આવતા હતા, તેમને હવે બહાર હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે, તંત્ર દ્વારા સત્વરે ગેસની સપ્લાય પૂર્વવત કરવામાં આવે જેથી પવિત્ર યાત્રાધામમાં ફરીથી ભોજનની સુવિધા શરૂ થઈ શકે. આ પણ વાંચો - Ahmedabad News: બાવળા સાણંદ ચોકડી પર સર્જાયો અકસ્માત, ઈકો કાર પર પથ્થરો પડતા 3 ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Gandhinagar: સરગાસણ-કુડાસણ રોડ પર કારે પલટી મારી, અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત
calendar_today March 22, 2026

Gandhinagar: સરગાસણ-કુડાસણ રોડ પર કારે પલટી મારી, અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત

ગાંધીનગરના સરગાસણ અને કુડાસણ વચ્ચેના મુખ્ય માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે જોરદાર પલટી મારી હતી. આ અકસ્માતને પગલે માર્ગ પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.કુડાસણ રોડ પર કાર પલટી મળતી માહિતી મુજબ, કાર ચાલક સરગાસણથી કુડાસણ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર માર્ગની વચ્ચે જ ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને શરીરે ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે જે સમયે આ ઘટના બની તે સમયે આસપાસ અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ બાદમાં સ્થિતિ થાળે પડી હતી.આ પણ વાંચો: Dang: ટેસ્ટ ડ્રાઈવના બહાને શો-રૂમમાંથી બાઈક ચોરતો ભેજાબાજ ઝડપાયો, અનેક વિસ્તારોમાં કરેલી ચોરીની કબૂલાત

Read Full Story arrow_forward