android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
calendar_today March 22, 2026

Amreli News: જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગુજરાતમાં કચ્છ સહિત હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાની ઘટનાો વધતાં લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે એક સપ્તાહમાં સતત બીજી વખત અમરેલીમાં ધરતીમાં ધ્રુજારી આવી છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીના ખાંભા સહિત ગીરના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટી કરાઈ અમરેલીમાં ગઈકાલે રાત્રે 12.50 કલાકે ખાંભા શહેર તેમજ ગીરના તાતણીયા,ઉમરીયા,પીપળવા,નાનુડી નાના વિસાવદર,સહિત ગામોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 44 કિ.મી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું હતું.અમરેલીમાં ગઈકાલે રાત્રે આવેલા આ ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટી કરવામાં આવી છે. ગત 17 માર્ચે અમરેલી જિલ્લામાં પણ ભૂકંપ આવ્યો હતો. મોડી રાત્રે 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ 5.9 કિ.મી માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું હતું.

Read Full Story arrow_forward
Patan News: પાટણમાં 'દાદા'નું બુલડોઝર ગુંજ્યું
calendar_today March 22, 2026

Patan News: પાટણમાં 'દાદા'નું બુલડોઝર ગુંજ્યું

પાટણમાં પોલીસે વામેયા અને મસ્તાની ગેંગ સામે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જાહેરમાં આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ હવે ભાવેશ જીલીનો અલગ જોલી ખલક ખજાનો દાદાના બુલડોઝર નીચે આવીને જમીનદોસ્ત થઈ ગયો છે. જીલીયા ફાર્મ સંપૂર્ણ પણે તોડી નાંખવામાં આવ્યું છે. હવે ખંડણીખોર ભાવેશ જીલીયાના સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ છે. તંત્ર અને પોલીસની હાજરીમાં વહેલી સવારથી જીલિયા ફાર્મના ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી. જે હવે સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયું છે. રાજ્યના લુખ્ખાઓને ફરીવાર સ્પષ્ટ સંદેશ દાદાના બુલડોઝરે રાજ્યના લુખ્ખાઓને ફરીવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ટપોરી કે લુખ્ખાગીરી કરનારા કોઈપણ ચરમબંધીને છોડવામાં નહીં આવે. રાજ્યમાં અરાજકતા ફેલાવનાર માથાભારે લુખ્ખાઓની કરમકુંડળી કાઢીને વ્યાજ સાથે ન્યાય કરવામાં આવશે. ગઈકાલે સાંજે તંત્રએ જીલીયા ફાર્મની પ્રક્રિયા બંધ કર્યા બાદ મોડી રાત્રે ચોટી ગેંગના લીડરનું રજવાડું પણ જમીનદોસ્ત કરી દેવાયું હતું.

Read Full Story arrow_forward
Bharuch news: પાલેજના ટંકારીયામાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું, 150 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ
calendar_today March 22, 2026

Bharuch news: પાલેજના ટંકારીયામાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું, 150 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવતા ટંકારીયા ગામમાં ગૌવંશના કતલની આશંકાએ પોલીસે રેડ કરીને મોટી સફળતા મેળવી છે. ટંકારીયાથી સિતપોર રોડ પર આવેલા એક તબેલા નજીક અર્ધ ખુલ્લા શેડમાં ચાલતા કતલખાના પર પોલીસે ત્રાટકી 150 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.પોલીસ રેડની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલેજ પોલીસને બાતમી મળી હતી કે, ટંકારીયા ગામની સીમમાં સિતપોર રોડ પર આવેલા એક પાકા શેડમાં ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્યાંથી અંદાજે 150 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દિવાન નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર પોલીસની રેડ દરમિયાન અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે આ ગુનામાં કુલ ચાર લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધી છે. ફરાર આરોપીઓમાં મિનહાજ ઉર્ફે પીકે સલીમ (રહે. કોલવણા), મયુદ્દીન શઈદ પંડ્યા (રહે. ટંકારીયા) અને અસરફ ઐયુબ પંડ્યા (રહે. ટંકારીયા) શખ્સોનો સમાવેશ થાય છે. પાલેજ પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે પંથકના ગૌરક્ષકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Bharuch News: વાલિયાના કેસરગામની સીમમાં યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

Read Full Story arrow_forward