android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: લસુન્દ્રાની પાટીદાર દીકરીની હત્યાની આશંકા, સરકાર કોઈપણ સંજોગોમાં તેને પરત અપાવે : દિનેશ બાંભણિયા
calendar_today March 22, 2026

Ahmedabad News: લસુન્દ્રાની પાટીદાર દીકરીની હત્યાની આશંકા, સરકાર કોઈપણ સંજોગોમાં તેને પરત અપાવે : દિનેશ બાંભણિયા

બનાસકાંઠાની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ વિવાદ વકર્યો હતો. જો કે, તે ફરી પોતાના પરિવાર પાસે જતી રહી છે અને હવે આ વિવાદ અન્ય સમાજમાં વધુ ઉગ્ર બની રહ્યો છે.ખેડાના લસુન્દ્રામાં ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ બાંભણિયાએ પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પોલીસમાં નોકરી કરતાં ત્રણ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિનેશ બાંભણિયાના આક્ષેપ બાદ ચકચાર મચી જવા પામી છે. દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવ્યા નથી ખેડાના લસુન્દ્રામાં પાટીદાર દીકરીને ભગાડીને લગ્ન કરનારા રબારી સમાજના પરિવાર સામે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની અમને આશંકા છે. સામેવાળાના શબ્દો પરથી અમને હત્યા થઈ હોવાની આશંકા થઈ રહી છે. દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવ્યા નથી. અમે બાયડની સ્કૂલના એક પ્રિન્સિપાલને અમે મળ્યા હતાં. તેઓ રણછોડ ભુવાજી માસ્તર તરીકે ઓળખાય છે. તેમણે બે દિવસમાં દીકરી પરત આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવે આ રણછોડ ભુવાજી પણ ગાયબ છે. દીકરી પાસે 17 તોલા સોનું, 2.80 લાખ રોકડ હતી દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, સમાજના રિવાજ મુજબ 25 લાખ આપવાની માગ કરી હતી. પોલીસમાં નોકરી કરતાં ત્રણ અધિકારીઓ પણ આ કેસમાં સંડોવાયેલા છે. સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. અમારી દીકરી પાસે 17 તોલા સોનું અને 2.80 લાખ રૂપિયાની રોકડ હતી. સરકાર અને પોલીસ કોઈપણ સંજોગોમાં અમારી દીકરી જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પરત આપે. આ કેસમાં લૂંટ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવે. અમારી દીકરી ક્યાં છે તે જણાવવામાં આવે. દરેક સમાજ વચ્ચે સૌહાર્દ રહે અને કેસનો ઉકેલ શાંતિથી આવે. આ પણ વાંચોઃ Gujarat Weather Update: અંબાલાલ પટેલે કહ્યું, માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવી શકે છે

Read Full Story arrow_forward
Kutchના નાના રણમાં 8 લોકોનું દિલધડક રેસ્ક્યું કરાયું, વરસાદના કારણે લોકો રસ્તો ભૂલ્યા, જુઓ Video
calendar_today March 22, 2026

Kutchના નાના રણમાં 8 લોકોનું દિલધડક રેસ્ક્યું કરાયું, વરસાદના કારણે લોકો રસ્તો ભૂલ્યા, જુઓ Video

કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી 8 લોકોનો જીવ બચાવ્યો છે, તાજેતરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં માવઠું થયું જેમાં વરસાદ થયો હતો ત્યારે કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના દર્શન કરવા માટે જતા યાત્રાળુઓ વરસાદના લીધે રણમાં ફસાઈ ગયા હતા. રાપર તાલુકાના પલાંસવા નજીકના રણમાં ગતરાત્રે આઠ લોકો ફસાઈ ગયા હતા ફસાયેલા લોકોને રણની બહાર કાઢવા માટે સ્થાનિક ગામ લોકોએ ખુબ મહેનત કરી હતી અને આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારને વાકેફ કર્યા હતા ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડાએ જે આ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે અંગે જાણ કરતાં આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ.સેગલ તથા સ્ટાફ દ્વારા વાહન મારફતે તાત્કાલિક નાના રણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે 8 જેટલા લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાઈ ગયા હતા. તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા બોલેરો ગાડી મારફતે ટિકરથી પલાસવા તરફ આવી રહેલા લોકો રણના માર્ગ પરથી જતા હતા ત્યારે વરસાદના કારણે માર્ગ ભટકી ગયા હતા. ખાવા-પીવાનું પણ પૂરું થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારબાદ મોબાઈલ વડે પલાસવા ગામલોકો અને પોલીસને મદદ માટે સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરે આ અંગે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ.સેગલને જાણ કરી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ ગઈ હતી. આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોની મદદથી સફળ રેસ્ક્યુ કરી તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Botad News : રૂ.1.75 લાખના ખર્ચે અનેકવિધ વૃક્ષો વાવી 5 વન કવચનું નિર્માણ કરતુ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ બોટાદ

Read Full Story arrow_forward
Gujarat Weather Update: અંબાલાલ પટેલે કહ્યું, માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવી શકે છે
calendar_today March 22, 2026

Gujarat Weather Update: અંબાલાલ પટેલે કહ્યું, માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવી શકે છે

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે 18થી 21 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદે કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. હવે હવામાન વિભાગે ફરીવાર ગરમીની આગાહી કરી છે. આજથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 26 માર્ચ બાદ માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું હતું કે, આજે મધ્ય કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગોમાં ઓછી થશે. દેશમાં ઉત્તર દીશામાં પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષાની શક્યતાઓ છે. ત્યાર બાદ 24 માર્ચ આસપાસ બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. માર્ચ મહિનાના અંતમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર વર્તાશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ચાર એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમી વિક્ષેપો ભારે અસર કરી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં પવનની ગતિ 40 કિ.મી અને કેટલાક ભાગેમાં 50 કિ.મી સુધી રહી શકે છે. ગજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માર્ચના અંતિમ અને એપ્રિલના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવીટીનો વરસાદ થશે. 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાત પર વર્તાઈ શકે છે. આ પણ વાંચોઃPatan News: ખંડણીખોર ભાવેશ જીલીયાના પતનની શરુઆત, જીલીયામાં ફાર્મ હાઉસ જમીનદોસ્ત

Read Full Story arrow_forward