Chhota Udepur News : મૃતકની આત્મા લેવા ખાનગી હોસ્પિટલમાં ભૂવો ધૂણ્યો, આત્માને કળશમાં પૂરીને પરિવાર ઘરે પહોંચ્યો
21મી સદીમાં પણ હજુ અંધશ્રધ્ધા જોવા મળે છે. જેનો પુરાવો આજે છોટા ઉદેપુર ખાતે જોવા મળ્યો હતો. જ્યાં એક મૃતકના પરિવારજનો બળવાન લઇને ખાનગી હોસ્પિટલ આત્મા લેવા પહોંચ્યા હતા અને ત્યાંથી આત્મા લઈને ઘરે ગયા હતા. આદિવાસી સમાજના લોકો હજી પણ અંધશ્રદ્ધામાં માની રહ્યાં છે. છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલમાંથી આત્મા લઈ એક પરિવાર પોતાના ઘરે પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે. આત્માને કળશમાં પૂરીને બોકડિયા ખાતે લઈ ગયા છોટા ઉદેપુર જિલ્લાના બોકડિયા ગામના એક વ્યક્તિનું ત્રણ દિવસ બીમાર રહ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી તેમના પરિવારજનો આજે તેઓના મૃત્યુના ત્રીજા દિવસે છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખાતે બળવાનને લઈને આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલના ગેટ પર બળવાને એક નાળિયેર લઈને તેના ઉપર વિધિ વિધાન કરીને મૃતકની આત્માને કળશમાં પૂરીને બોકડિયા ખાતે લઈ ગયા હતા. વિજ્ઞાન જાથાએ આ બાબતની આલોચના કરી જ્યારે આ બાબતે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ સમગ્ર બાબતની કડક શબ્દોમાં આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, આત્મા લઈ જવી, વિહાર કરવું, કોઈના શરીરમાં જવું આ તદ્દન ખોટી વાત છે, આ પ્રકારની બાબતોને વિજ્ઞાને ખોટી સાબિત કરી છે અને આવી બાબતો લોકોને અંધશ્રધ્ધા તરફ દોરનારી હોવાથી લોકોએ ભ્રમમાં ન આવવાની સલાહ આપી હતી. છોટા ઉદેપુર જીલ્લામા અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે જેને આદિવાસીઓ પરંપરા અને આસ્થા માનીને કરતા હોય છે. આ પણ વાંચોઃ Patan News: ખંડણીખોર ભાવેશ જીલીયાના પતનની શરુઆત, જીલીયામાં ફાર્મ હાઉસ જમીનદોસ્ત
Read Full Story arrow_forward