android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પાંચ કિલો તુવર દાળના MRP કરતાં વધુ પૈસા વસૂલવા મોંઘા પડ્યા, કોર્ટે વેપારીને 50 હજારનો દંડ ફટકાર્યો
calendar_today March 22, 2026

Ahmedabad News: પાંચ કિલો તુવર દાળના MRP કરતાં વધુ પૈસા વસૂલવા મોંઘા પડ્યા, કોર્ટે વેપારીને 50 હજારનો દંડ ફટકાર્યો

કોઈપણ ચીજની ખરીદી કરતા ગ્રાહકો સાથે થતી લૂંટના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યાં છે.મોટા ભાગના ગ્રાહકો નાની રકમની કિંમતમાં માથાકૂટો કરવાનું ટાળતા હોય છે. જેના કારણે આ પ્રકારના કિસ્સા વધતા જાય છે. અમદાવાદમાં એર વેપારીએ પાંચ કિલો તુવર દાળની MRP કરતાં વધુ કરતાં વધુ રકમ લીધી હોવાથી એક વ્યક્તિએ કોર્ટ કેસ કર્યો હતો. આ લડત છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી અને તેનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગ્રાહક કોર્ટે વેપારીને 50 હજારનો દંડ અને ગ્રાહકને 165 રૂપિયાના સાત ટકા વ્યાજ લેખે વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ફરીયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ ફરીયાદી ગ્રાહકે અમદાવાદના કબુતરખાના કાલુપુર વિસ્તારના જથ્થાબંધ વેપારી મેઘરાજ નાનકરામ ઓમ પાસેથી પાંચ કિલો અંગુર તુવેરદાળ પેકીંગમાં ખરીદી હતી. પેકીંગ ઉપર છાપવામાં આવેલ M.R.P.રૂ.675/- હોવા છતાં વેપારીએ રૂ.840/- વસૂલ કર્યા હતાં. વેપારીએ તુવેરની દાળમાં કિલોદીઠ રૂ.33/- વધારે વસુલ કરી પાંચ કિલોના પેકીંગમાં રૂ.165 વધારે લીધા હતાં.ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઉત્પાદક અને વેપારી સામે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરવા સબબ રૂ.1,50,000/- કન્ઝયુમર વેલફેર ફંડમાં વેપારી જમા કરાવે અને ફરીયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ માંગી હતી. નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરીયાદના કામે કેસ ચાલી જતાં વેપારીએ શરતચૂકથી વધારે રકમ વસૂલ કરી હોવાનો જવાબ આપી બચાવ કર્યો હતો. પ્રથમ ભૂલ હોવાથી માફ કરવા તેમજ ફરીયાદ રદ કરવા વિનંતી કરી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરીને રજુઆત કરી હતી કે, વેપારીઓ ગ્રાહકો સાથે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતી આચરી બેફામ નફાખોરી આચરે છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા ન્યાયના હિતમાં ગેરકાયદેસર વેપાર નીતિ સામે યોગ્ય દંડ કરવો જરૂરી છે. 10-10 વર્ષની લાંબી કાનુની લડત બાદ નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરમાવવામાં આવી છે અને ગ્રાહક જાગૃતિનો શાનદાર વિજય થયો છે. વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે ઠગાઈ કરે છે જીલ્લા ગ્રાહક કમિશને નેશનલ કમિશન હોટલ ન્યાય મંદિરના અપીલના કેસમાં ઠરાવ્યા મુજબ જો કોઇ વેપારી એમ.આર.પી.થી વધારે રકમ વસુલ કરે તે સંજોગોમાં તે ગેરકાયદેસર વેપારી નીતિ આચરેલ હોવાનું કહી શકાય.આથી વેપારીને રૂ.50,000/-નો દંડ ફરમાવવામાં આવે છે અને વધારાની વસૂલ કરેલ રકમ રૂ.165/- ફરીયાદ દાખલ કર્યાની તારીખ વર્ષ 2016 થી 7% ના વ્યાજ અને રૂ.2,000/- કાનુની ખર્ચના અલગથી ચુકવી આપવા હુકમ કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. એમ.આર.પી.થી વધારે રકમ વસુલ કરે છે. G.S.T. નંબરવાળા પાકા બીલ અને ગેરેંટી આપતા નથી. તોલમાપમાં ગ્રાહકોને ફટકો મારીને ભેળસેળ કરતા હોય છે.  આ પણ વાંચોઃ Surat News : સુરત શારજાહ ફ્લાઈટ બંધ થતાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગકારો નારાજ

Read Full Story arrow_forward
Rajkot: મનપાનો 455 કરોડનો લક્ષ્યાંક, અત્યાર સુધી 410 કરોડની વસૂલાત
calendar_today March 22, 2026

Rajkot: મનપાનો 455 કરોડનો લક્ષ્યાંક, અત્યાર સુધી 410 કરોડની વસૂલાત

નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મનપા દ્વારા ચાલુ વર્ષે ₹455 કરોડના મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ₹410 કરોડની વસૂલાત કરી લેવામાં આવી છે. બાકી રહેતા ₹45 કરોડ વસૂલવા માટે તંત્રએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.સરકારી કચેરીઓનો કરોડોનો વેરો બાકીમનપાની વેરા વસૂલાતની કામગીરીમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે સામાન્ય નાગરિકો વેરો ભરી રહ્યા છે પરંતુ શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ ₹90 કરોડ જેટલો માતબર વેરો બાકી છે. મનપા દ્વારા હવે આ સરકારી સંસ્થાઓ પાસેથી પણ કડક હાથે વસૂલાત કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રજાના દિવસે પણ ભરી શકાશે વેરોશહેરના અંદાજે 4.44 લાખ કરદાતાઓએ અત્યાર સુધીમાં પોતાનો મિલકત વેરો ભરીને જાગૃતિ દાખવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુવિધા માટે મનપાએ રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારવાની જાહેરાત કરી છે. જેથી નોકરીયાત વર્ગ કે જેઓ ચાલુ દિવસોમાં વેરો ભરી શકતા નથી, તેઓ રજાના દિવસે મનપાના વોર્ડ ઓફિસ કે ઓનલાઇન માધ્યમથી પોતાનો ટેક્સ જમા કરાવી શકે. 31 માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા સીલિંગ અને જપ્તી જેવી કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો: Surat: હજીરાના મોરા ગામમાં મીની વાવાઝોડાએ લીધો ભોગ, ઝાડ નીચે દબાઈ જવાથી યુવકનું કરુણ મોત

Read Full Story arrow_forward
Patan News : પાટણમાં મસ્તાની ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, રૂપિયા 10 લાખની લેતીદેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો
calendar_today March 22, 2026

Patan News : પાટણમાં મસ્તાની ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, રૂપિયા 10 લાખની લેતીદેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો

પાટણમાં મસ્તી ગેંગ વિરુદ્ધ એક વધુ ફરિયાદ નોંધાઈ છે, જૂની અદાવતમાં ગાડીના કાચ તોડતા ફરિયાદ નોંધાઈ છે, 10 લાખની લેતીદેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જૂની અદાવતનો બદલો લેવા ભાવેશ જીલ્યાએ 10 થી વધુ માણસો મોકલી ગાડીના કાચ તોડાવ્યા હતા અને 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં 4 ગાડીઓમાં આવેલા લુખ્ખાઓએ આર્ટિકા ગાડી ઘેરી તોડફોડ કરી હતી.અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવી કુખ્યાત બન્યો હતો ભાવેશને દેવું થતા ડૉક્ટરનું અપરણ કરી ગુનાહિત દુનિયામાં પ્રવેશ કર્યો અને અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવી કુખ્યાત બન્યો હતો, વર્ષ 2016માં વ્યાજે લીધેલા પૈસા ચૂકવણું ના કરી શકતા તેમજ માથે દેવું હોવાથી ગુનાહિત રસ્તા તરફ વળ્યો હતો. સૌપ્રથમ વર્ષ 2016 માં નવેમ્બર મહિનામાં પાટણના પ્રખ્યાત ચામડીના ડૉ.ધનંજય પ્રજાપતિનું તેના ભાઈ ભાર્ગવ અને અન્ય બે યુવક સાથે મળી પાટણ શહેરમાંથી અપહરણ કર્યું હતું જેમાં પોલીસે આરોપીઓને પકડતા તેમને ગુપ્તી મારતા બે પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા. પોલીસે આ ગુનામાં તેમને પકડ્યા બાદ જેલ હલાવે કર્યા હતા ત્યારબાદ આ ગુનામાં જામીન ઉપર છૂટી અમદાવાદમાં આવેલા એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા સમાજના જ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાં વ્યાજે નાણા ધિરાણ ,બાકી નાણાની વસુલાતની પ્રવૃત્તિઓમાં સક્રિય બની ધીમે ધીમે પોતાની એક મસ્તાની નામની ગેંગ ઊભી કરી હતી. એમાં મોટી સંખ્યામાં યુવકો જોડ્યા હતા. અને સમગ્ર અમદાવાદમાં ખોફ ઊભો કર્યો હતો. અંદાજે અપહરણ , ખંડણી , મારામારી અને ધાક ધમકીઓ આપવાના છેલ્લા દસ વર્ષમાં જ તેની સામે 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ ગુનાહિત કેટલા ગુનાઓમાં તેના ભાઈ ભાર્ગવ દેસાઈનું પણ નામ સામેલ છે. આ પ્રવૃત્તિઓ આધારિત મોટી આર્થિક આવક પણ એકત્ર કરી હોવાનું ચર્ચાય છે. પાટણ જિલ્લામાં સૌપ્રથમ ગુજસીટોકનો ગુનો આ ભાર્ગવ જીલીયા ઉપર દાખલ થયેલ છે. આ પણ વાંચો : Surat News : 1 હજાર રૂપિયાની ઊઘરાણીમાં હતો હત્યાનો પ્લાન, પોલીસને ખબર પડતા ફિલ્મી ઢબે 7 શખ્સને રોડની વચ્ચે જ ઝડપી પાડયા

Read Full Story arrow_forward