android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : મિલેટ મહોત્સવમાં  વચેટિયાઓ વગર ગાય આધારિત ખેતીના તાજા શાકભાજી, ફળો અને મસાલાઓનું વેચાણ
calendar_today March 22, 2026

Surendranagar News : મિલેટ મહોત્સવમાં વચેટિયાઓ વગર ગાય આધારિત ખેતીના તાજા શાકભાજી, ફળો અને મસાલાઓનું વેચાણ

ઉદ્ધાટન પ્રસંગે પદાધિકારીઓ, અગ્રણીઓ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશભાઈ પરમાર, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદકુમાર ઓઝા સહિતનાં અધિકારીઓ જોડાયા હતા. ઉદ્ઘાટન બાદ તમામ મહાનુભાવોએ પ્રદર્શનના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી ખેડૂતો દ્વારા પ્રદર્શિત કરાયેલી વિવિધ વસ્તુઓ વિશે તલસ્પર્શી જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવ તા. ૨૨ માર્ચના રોજ રાત્રે ૧૦:૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ મહોત્સવમાં રાગી, કાંગ અને કોદરી જેવા મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે લોકો માત્ર બાજરી કે જુવારના રોટલાથી જ પરિચિત હોય છે, પરંતુ અહીં મિલેટ્સના ઉપયોગથી બનેલી વિવિધ વાનગીઓ અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. શુદ્ધ અને ભેળસેળ વગરના આ ધાન્યના સેવનથી ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગો સામે રક્ષણ મળી શકે છે. તે અંગે કૃષિ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે પ્રાકૃતિક કૃષિના મહત્વપૂર્ણ ઘટકો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત અને દસપરણી અર્ક પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સાથે જ ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર મુક્ત, ઝેરમુક્ત અને ગાય આધારિત ખેતી દ્વારા પકવેલા તાજાં શાકભાજી, ફળો, મસાલા અને તેલીબિયાંનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વચેટિયાઓ વિના સીધો જ શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રાહકો સુધી પહોંચતા નાગરિકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, આધુનિક ખેતીની ઝલક આપતા 'ડ્રોન દીદી' અને કુપોષણ નિવારણની માહિતી આપતા 'આંગણવાડી' વિભાગના સ્ટોલ્સ પણ આ પ્રદર્શનમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં અમદાવાદમાં 'ઓડિશા પર્વ'નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Read Full Story arrow_forward
Vav-Tharad: બુઢણપુર ગામે જમીન સોદામાં 21.50 લાખની છેતરપિંડી, દસ્તાવેજ માગતા પિતા-પુત્રને જાનથી મારવાની ધમકી
calendar_today March 22, 2026

Vav-Tharad: બુઢણપુર ગામે જમીન સોદામાં 21.50 લાખની છેતરપિંડી, દસ્તાવેજ માગતા પિતા-પુત્રને જાનથી મારવાની ધમકી

બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢણપુર ગામે જમીન વેચાણના બહાને લાખો રૂપિયા પડાવી લેવાનું સનસનીખેજ કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. ડુવા ગામના એક ખેડૂત સાથે જમીન સોદામાં વિશ્વાસઘાત કરી નક્કી કરેલી રકમ કરતા લાખો રૂપિયા વધુ પડાવ્યા હોવા છતાં દસ્તાવેજ ન કરી આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.વાવ-થરાદમાં જમીન સોદામાં છેતરપિંડીફરિયાદ મુજબ, ડુવા ગામના મહેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2022માં બુઢણપુર ગામે એક વીઘા જમીન રાખવા માટે આરોપી પ્રેમજીભાઈ અને તેમના પુત્ર ચિરાગ સાથે ₹11 લાખમાં સોદો કરી બાનાખત કર્યું હતું. જોકે, આરોપીઓએ મહેન્દ્રસિંહને વિશ્વાસમાં લઈ સમયાંતરે અલગ-અલગ બહાના હેઠળ નક્કી કરેલી રકમ કરતા ₹10.50 લાખ વધુ, એટલે કે કુલ ₹21.50 લાખ પડાવી લીધા હતા.દસ્તાવેજની માગણી કરતા મળી ધમકીપૂરેપૂરા અને વધારાના નાણાં ચૂકવી દીધા હોવા છતાં જ્યારે મહેન્દ્રસિંહે જમીનનો દસ્તાવેજ કરી આપવા માગણી કરી, ત્યારે આરોપી પ્રેમજીભાઈ અને પુત્ર ચિરાગે દસ્તાવેજ કરવામાં આનાકાની કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ મહેન્દ્રસિંહ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.થરાદ પોલીસની કાર્યવાહીછેતરપિંડીનો ભોગ બનેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ અંતે થરાદ પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે પ્રેમજી, ચિરાગ સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જમીન માફિયાઓ દ્વારા આચરવામાં આવેલા આ ઠગાઈના કિસ્સાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.આ પણ વાંચો: Gandhinagar: શેરથા નજીક આઈશર કાર પર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, દર્શને જતાં દંપતી પૈકી પત્નીનું કરુણ મોત

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરની કાયાપલટ કરવા સરકાર કટિબદ્ધ, આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે
calendar_today March 22, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરની કાયાપલટ કરવા સરકાર કટિબદ્ધ, આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત શહેરમાં અનેક નોંધપાત્ર કામો હાથ ધરવામાં આવ્યા છે, જે આગામી ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગરની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ વઢવાણનો પંજાબ બેંક વાળો રસ્તો અને ૮૦ ફૂટ રોડને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. રિવરફ્રન્ટ માટે રૂ.48 કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે શહેરના આગામી આયોજન અંગે વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, કોલેજથી ગેબનશાહ પીર સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. ૪૮ કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, જ્યારે રતનપરથી વઢવાણ સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. ૨૬૫ કરોડની મહત્વાકાંક્ષી યોજના સરકારમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેક્સન સર્કલથી દાળમિલ રોડ સુધી રૂ. ૬૯ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત હાલ અંતિમ તબક્કે છે. આધુનિકીકરણ માટે રૂ.65 લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન રૂ. ૯.૩૫ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે બસ સ્ટેશન અને બસ સ્ટોપના સંચાલન અર્થે રૂ. ૩.૬૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરના સૌંદર્યીકરણ પર ભાર મૂકતા વિવિધ સર્કલો ખાતે આકર્ષક સ્કલ્પચર બનાવવા માટે રૂ. ૭૭ લાખ અને ઐતિહાસિક અજરામર ટાવર સર્કલના આધુનિકીકરણ માટે રૂ. ૬૫ લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવશે. વિવિધ વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે વઢવાણ વિસ્તારમાં ખાંડીપોળ પાસે રૂ. ૧ કરોડના ખર્ચે આધુનિક બગીચો તૈયાર કરવામાં આવશે. સાથોસાથ વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના હેતુથી, ખાસ કિસ્સામાં ફાળવાયેલ ગ્રાન્ટમાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળના બાંધકામ માટે રૂ. ૩.૨૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. વિકાસની આ મજલમાં સુરેન્દ્રનગરની શાન સમાન દૂધરેજ તળાવના નવીનીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 'અમૃત ૨.૦' યોજના અંતર્ગત રૂ. ૪.૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ નવપલ્લિત તળાવને આજે લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Surendranagar News : મિલેટ મહોત્સવમાં વચેટિયાઓ વગર ગાય આધારિત ખેતીના તાજા શાકભાજી, ફળો અને મસાલાઓનું વેચાણ

Read Full Story arrow_forward