android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ખંડણીખોર ભાવેશ જીલીયાના ફાર્મ હાઉસ પર સતત બીજા દિવસે ડિમોલિશન યથાવત
calendar_today March 21, 2026

Patan: ખંડણીખોર ભાવેશ જીલીયાના ફાર્મ હાઉસ પર સતત બીજા દિવસે ડિમોલિશન યથાવત

પાટણ જિલ્લામાં ગુનાખોરી આચરતા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કડક અભિગમ અપનાવ્યો છે. પાટણના કુખ્યાત ખંડણીખોર ભાવેશ જીલીયાના જીલીયા ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.સતત બીજા દિવસે બુલડોઝર એક્શનગઈકાલે મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહી બાદ, આજે વહેલી સવારથી જ તંત્રની ટિમ ફરી જીલીયા ફાર્મ પર પહોંચી હતી. ગઈકાલે મોડી રાતે ફાર્મ હાઉસના શેડ અને અન્ય બાંધકામો તોડ્યા બાદ કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ આજે સૂર્યોદયની સાથે જ ફરીથી 'દાદા'નું બુલડોઝર ગુંજવા લાગ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામોને તોડી પાડવા માટે જેસીબી અને અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ચુસ્ત પોલીસ બંદોબસ્તભાવેશ જીલીયા એક માથાભારે શખ્સ હોવાથી અને તેની સામે પાટણ જિલ્લામાં ખંડણી સહિતના 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી રહી છે.વહેલી સવારથી જ ફાર્મ હાઉસના બાકી રહેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો: Ahmedabad: નકલી નોટના આરોપી પ્રદીપ જોટાંગિયાનો બાળકો સાથેનો શંકાસ્પદ વીડિયો વાયરલ, ડિગ્રી વગર સારવારના નામે ગંભીર કૃત્ય

Read Full Story arrow_forward
Himmatnagar: પાણપુર પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અને સ્થાનિક યુવક વચ્ચે ઘર્ષણ
calendar_today March 21, 2026

Himmatnagar: પાણપુર પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અને સ્થાનિક યુવક વચ્ચે ઘર્ષણ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા પાણપુર વિસ્તારમાં આજે એક સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પાણપુર પોલીસ ચોકી પાસે એક હોમગાર્ડ જવાન અને સ્થાનિક લઘુમતી યુવક વચ્ચે કોઈ અકળ કારણોસર ઘર્ષણ થયું હતું, જે બાદ મામલો ગરમાયો હતો.પોલીસ ચોકીએ ઉમટ્યા ટોળાબનાવની જાણ થતા જ સ્થાનિક લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં પાણપુર પોલીસ ચોકીએ એકઠા થઈ ગયા હતા. હોમગાર્ડ જવાન અને યુવક વચ્ચે થયેલી અથડામણ બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી હતી.ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાતપરિસ્થિતિ વધુ ન વણસે તે માટે હિંમતનગરના DYSP સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક અસરથી પાણપુર પોલીસ ચોકી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે સમજાવટની કામગીરી હાથ ધરી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસની તપાસ અને કાર્યવાહીપોલીસ દ્વારા હાલમાં બંને પક્ષોની વાત સાંભળીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Patan: ખંડણીખોર ભાવેશ જીલીયાના ફાર્મ હાઉસ પર સતત બીજા દિવસે ડિમોલિશન યથાવત

Read Full Story arrow_forward
Petrol- Dieselના ભાવમાં ભડકો! સતત બીજા દિવસે ઝીંકાયો ભાવવધારો! જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
calendar_today March 21, 2026

Petrol- Dieselના ભાવમાં ભડકો! સતત બીજા દિવસે ઝીંકાયો ભાવવધારો! જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન, દેશના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. એક એવું મહાનગર છે જ્યાં સતત બીજા દિવસે સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ બે દિવસમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 40 પૈસાથી વધુનો વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં ક્રૂડ ઓઈલના ભારતીય બાસ્કેટના વધતા ભાવોને જોતાં, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેમ છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં છે. વિશ્વના અન્ય દેશોમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાથી વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ વધશે!જો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પર નજર કરીએ તો તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગલ્ફ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $112 ને વટાવી ગયું છે, જ્યારે યુએસ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $98 થી ઉપર જોવા મળી રહ્યા છે. આનો અર્થ એ થયો કે શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 3 ટકાનો વધારો થયો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હજુ પૂરું થયું નથી. એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $150 ને પણ વટાવી શકે છે આ મહાનગરોમાં કોઈ ફેરફાર થયો નથી અન્ય દિવસોની જેમ, દેશના ચાર મહાનગરોમાંથી ત્રણમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL ના ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 94.77 રૂપિયા અને 87.67 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે. બીજી તરફ, કોલકાતામાં પણ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો આપણે ડેટા પર નજર કરીએ તો, અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ 105.41 રૂપિયા અને 92.02 રૂપિયા પ્રતિ લિટર જોવા મળે છે. મુંબઈમાં પણ, પેટ્રોલ અને ડીઝલના ભાવ થોભાવવામાં આવ્યા છે અને ભાવ 103.54 રૂપિયા અને 90.03 રૂપિયા પ્રતિ લિટર છે. સતત બીજા દિવસે અહીં વધારો તેનાથી વિપરીત, એક એવું મહાનગર છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે. IOCL ના ડેટા અનુસાર, ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. IOCL ના ડેટા અનુસાર, ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 17 પૈસાનો વધારો થયો છે, જે ₹101.06 પ્રતિ લિટરથી વધીને ₹101.23 પ્રતિ લિટર થયો છે. ડીઝલના ભાવમાં પણ 20 પૈસાનો વધારો થયો છે, જે ₹92.61 પ્રતિ લિટરથી વધીને ₹92.81 પ્રતિ લિટર થયો છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈમાં બે દિવસમાં પેટ્રોલના ભાવમાં 43 પૈસા અને ડીઝલના ભાવમાં 42 પૈસાનો વધારો થયો છે. તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવશહેરપેટ્રોલ (₹)ડીઝલ (₹)અમદાવાદ94.4990.17ગાંધીનગર94.70 90.38સુરત94.3790.06વડોદરા94.1589.82રાજકોટ94.2789.96ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બજાર બંધ થયા પછી, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 3.54 ટકા વધીને $112.19 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા. યુએસ ક્રૂડ ઓઇલ (WTI) ના ભાવ 2.68 ટકા વધીને $98.23 પ્રતિ બેરલ થયા. નિષ્ણાતોની આગાહી છે કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થઈ શકે છે. આ પણ વાંચો- US Visa Bond 2026 : શું ભારતીયોએ પણ ખરીદવો પડશે અમેરિકાનો વિઝા બોન્ડ? જાણો કેટલા રૂપિયા ખર્ચવા પડશે!

Read Full Story arrow_forward