android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, વેપારી પર ધારીયા અને લાકડી વડે હુમલો
calendar_today March 16, 2026

Ahmedabad: સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, વેપારી પર ધારીયા અને લાકડી વડે હુમલો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેટેલાઇટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક વેપારી પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. રૂપિયાની લેતીદેતીમાં ઠપકો આપતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ વેપારી પર ધારીયા અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.સેટેલાઇટમાં વેપારી પર હિંસક હુમલાની ઘટનામળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં વેપારી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતીદેતી ચાલી રહી હતી. વેપારીએ પોતાના બાકી લેણાં રૂપિયા બાબતે આરોપીઓને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ હતી અને જોતજોતામાં મામલો બીચક્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ધારીયા અને લાકડી વડે વેપારી પર તૂટી પડ્યા હતા.પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યોભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે વેપારીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: રાંધણ ગેસના અભાવે શ્રમિકો મુકાયા મુશ્કેલીમાં, "હવે ગામડે જઈ ચૂલે રસોઈ બનાવીશું" કહી છોડ્યું સુરત

Read Full Story arrow_forward
Surat: ગેસની અછતનો લાભ લઈ ગેરકાયદે રિફિલિંગ કરનાર બે દુકાનદારો ઝડપાયા, પોલીસે વાંઝ ગામમાં પાડ્યા દરોડા
calendar_today March 16, 2026

Surat: ગેસની અછતનો લાભ લઈ ગેરકાયદે રિફિલિંગ કરનાર બે દુકાનદારો ઝડપાયા, પોલીસે વાંઝ ગામમાં પાડ્યા દરોડા

સમગ્ર રાજ્યમાં હાલ ગેસના પુરવઠામાં મોટી અછત જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને શ્રમિક પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સચિન વિસ્તારના વાંઝ ગામમાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદે રિફિલિંગ કરતા બે દુકાનદારોની ધરપકડ કરી છે.યુદ્ધની સ્થિતિનો ગેરલાભમિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના સપ્લાય પર અસર પડી છે, જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ તકનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ગેસ સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ કરીને ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા હતા. સચિન વાંઝ ગામમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસ કાર્યવાહી અને ધરપકડપોલીસના દરોડા દરમિયાન બે દુકાનદારો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેઓ સુરક્ષિત સાધનો વગર જોખમી રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા, જે કોઈ મોટી દુર્ઘટનાને પણ નોતરી શકત. પોલીસે બંને દુકાનદારોની અટકાયત કરી છે અને ઘટનાસ્થળેથી ગેસ સિલિન્ડર તેમજ રિફિલિંગ માટેના સાધનો જપ્ત કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, વેપારી પર ધારીયા અને લાકડી વડે હુમલો

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવ ઝળકયો, લેબગ્રોનનું એકસપોર્ટ આંતરરાષ્ટ્રી સ્તરે વધ્યું
calendar_today March 16, 2026

Surat News : સુરતમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવ ઝળકયો, લેબગ્રોનનું એકસપોર્ટ આંતરરાષ્ટ્રી સ્તરે વધ્યું

સુરતમાં હીરા ઉધોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, તેની વચ્ચે એક મોટા સમાાચાર આવ્યા છે, જેમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડની માગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી હોવાની વાત સામે આી છે, વિદેશમાં આ માગ વધી છે, ટેરીફના કારણે સુરત ડાયમંડ માર્કેટના વેપારીઓને અસર પડી છે એની વચ્ચે હવે સુરતના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે. લેબમાં તૈયાર થતા આ હીરા ગુણવત્તામાં કુદરતી હીરા જેટલા જ હોય છે રીયલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડ સસ્તો હોવાથી લોકો તેની તરફ વળ્યા છે, અને આ માગ સતત વધી રહી છે, તો હીરાના વેપારીઓ અને રત્નકલાકારો માટે હાલમાં તેજીનો માહોલ છે, અનેક વખત હીરા બજાર મંદીનો સામનો કરી ચૂકયું છે, ત્યારે વધુ એક આશાનું કિરણ ઉગ્યું છે અને વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ લેબગ્રોનનું માર્કેટ હાલમાં ઉચ્ચ સ્તરે છે. વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લાખોની સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણામાં થયેલ લૂંટ અને પાલડીમાં જૈન દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ LCB-ઝોન 7 એ ઉકેલ્યો

Read Full Story arrow_forward