Anand News : ઉમરેઠ વિધાનસભા બેઠક પર ખેલાશે ચોપાંખિયો જંગ, કોંગ્રેસ અને NCPના ગઠબંધનમાં ભંગાણ
દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે ગુજરાતમાં પણ ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું માંદગી બાદ નિધન થયું હોવાથી આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર ચોપાંખિયો જંગ જામશે. એનસીપી સાથે ગઠબંધનમાં ભંગાણ થતાં આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન તૂટ્યું ઉમેરેઠ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન હતું. જ્યાં એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડતા હતાં. પરંતુ ભાજપના ગોવિંદ પરમારની જીત થઈ હતી. ગોવિંદ પરમારને હાર્ટની બિમારી હોવાથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતાં અને ત્યાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જેથી વિધાનસભા ખંડિત થઈ હતી. હવે આ બેઠક પર પાંચ રાજ્યોની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી યોજાશે.ઉમરેઠ બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન હતુ્ં. પરંતુ હવે આ ગઠબંધન તૂટતાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારને ઉભા રાખવામાં આવશે. 23 એપ્રિલના રોજ પેટાચૂંટણી યોજાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ, ૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ, ૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ પણ વાંચોઃ Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત
Read Full Story arrow_forward