android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત
calendar_today March 16, 2026

Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત

સાબરકાંઠાના હિંમતનગરમાં જમીન મુદ્દે થયેલા ઝગડામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને કૌટુંબિક ઝઘડો થયો હતો. આ ઝગડામાં મારામારી થતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જમીન મુદ્દે ઝઘડામાં લોહિયાળ જંગ ખેલાયો મળતી માહિતી મુજબ હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.આ વિવાદે રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી થઈ હતી.આ ઘટનામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ મારામારી દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. હાલમાં હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને કઠવાડિયા ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ પણ વાંચોઃ Tapi News : તાપીના ઉચ્છલમાં કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો એકનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
Morbi: ઘનશ્યામપુર ગામની સીમમાં સર્જાયો અકસ્માત, ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા યુવકનું મોત
calendar_today March 16, 2026

Morbi: ઘનશ્યામપુર ગામની સીમમાં સર્જાયો અકસ્માત, ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા યુવકનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટરને ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા પાછળ બેઠેલો એક યુવક ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.ઓવરટેક કરવાનું પડ્યું ભારેપ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રેશલીયા ભીલ અને બાઈક ચાલક અજિત ધાણક બાઈક (GJ-13-KK-8178) પર જઈ રહ્યા હતા. ઘનશ્યામપુર ગામ પાસે તેઓએ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં પાછળ બેઠેલા રેશલીયાભાઈ રોડ પર પટકાયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણે તેઓ સીધા જ બાજુમાંથી પસાર થતા ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયા હતા.બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદઆ ઘટના બાદ મૃતકની પત્ની દિનાબેન ભીલ દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તેમણે બાઈક ચાલક અજિત ધાણક સામે બેફામ અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવી પતિના મોતનું કારણ બનવા બદલ ફરિયાદ નોંધી છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: BRTS ટ્રેકમાં દોડતી કાળા કાચ અને નંબરપ્લેટ વગરની કારે અકસ્માત સર્જ્યો

Read Full Story arrow_forward
Bhavnagar News : વ્યસનમુકિત અંગે પાલીતાણાના વડાળ ગામે મોટો નિર્ણય, દારુ પીતા પકડાશો તો થશે રુ. 5100નો દંડ
calendar_today March 16, 2026

Bhavnagar News : વ્યસનમુકિત અંગે પાલીતાણાના વડાળ ગામે મોટો નિર્ણય, દારુ પીતા પકડાશો તો થશે રુ. 5100નો દંડ

ભાવનગરના પાલીતાણાના વડાળા ગામના લોકોએ મોટો નિર્ણય લીધો છે, જેમાં લગ્ન પ્રસંગે દારૂ લાવનારનો બહિષ્કાર કરવામાં આવશે અને ગામમાં કોઈ પણ વ્યકિત દારૂ પીતા ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે, ગામમાં દારૂ પીવાનું દૂષણ વધતા સરપંચ દ્વારા બેઠક બોલાવી હતી અને કમિટી પણ બનાવવામાં આવી હતી. બેઠકમાં સરપંચ દ્વારા કમિટી પણ બનાવાઇ ભાવનગરના પાલીતાણાના વડાળ ગામના આગેવાનોનો વ્યસનમુક્તિ અંગે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં દારૂ કે અન્ય નશો કરેલી હાલતમાં વડાળ ગામનો કોઇ ગામમાં જણાઇ તો તેને દંડ કરાશે તેવો નિર્ણય કરાયો છે અને આ નિર્ણયને ગ્રામજનોએ વધાવ્યો છે, દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો રૂપિયા 5100નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે. ગામમાં દારૂ પીધો તો થશે દંડ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં દારૂ લવાયો હશે તો તે વ્યક્તિનો ગામ દ્વારા બહિષ્કાર કરાશે અને વ્યસનમુક્તિ અંગે સાધુ સંતો આગેવાનો સહિતની ઉપસ્થિત બેઠક મળી હતી. બેઠકમાં સરપંચ વનરાજભાઈ કામળિયા દ્વારા લેવામાં આવ્યો નિર્ણય અને કમિટી બનાવી ગામમાં નશાખારોને ડામવા કામગીરી કરાશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુરમાં નિવૃત DGના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, વતનમાં રોલો પાડવા ઘરઘાટીએ પિસ્તોલ અને કારતૂસની ચોરી કરી હતી

Read Full Story arrow_forward