android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ગુજરાતમાં માર્ચમાં માવઠાની આફત અને હવામાન વિભાગની આગાહી, જુઓ Photos
calendar_today March 14, 2026

ગુજરાતમાં માર્ચમાં માવઠાની આફત અને હવામાન વિભાગની આગાહી, જુઓ Photos

ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માર્ચ મહિનામાં જ 'પ્રી-મોન્સૂન એક્ટિવિટી' શરૂ થવા જઈ રહી છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Read Full Story arrow_forward
Valsad: ધરમપુરના માલનપાડામાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કેસરીયો માહોલ
calendar_today March 14, 2026

Valsad: ધરમપુરના માલનપાડામાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કેસરીયો માહોલ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વલસાડ પ્રવાસ દરમિયાન ધરમપુરના માલનપાડા ખાતે એક ભવ્ય 'બુથ કાર્યકર્તા સંમેલન' યોજાયું હતું. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આયોજન અને રણનીતિ ઘડવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.માલનપાડા ખાતે એક ભવ્ય 'બુથ કાર્યકર્તા સંમેલનઆ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા આગામી ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્યકરોને બુથ સ્તરે મજબૂત બનવા અને પાયાના સ્તરથી જનસંપર્ક વધારવા માટે જરૂરી 'જીતનો મંત્ર' આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની મહેનતથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિકાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વલસાડના તમામ ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ ધરમપુર અને કપરાડા વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નેતાઓની હાજરીએ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને નૈતિક બળ પૂરું પાડ્યું હતું.આ પણ વાંચો: Dhoraji: વીજતાર ચોરીનો ભેદ ઉકેલાયો, મોટી પરબડી ગામમાંથી 300 મીટર તાર ચોરનાર બે આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad: અકસ્માતનો ઠપકો આપનાર વૃદ્ધને કારના બોનેટ પર લટકાવીને આખા વિસ્તારમાં ફેરવ્યા!
calendar_today March 14, 2026

Ahmedabad: અકસ્માતનો ઠપકો આપનાર વૃદ્ધને કારના બોનેટ પર લટકાવીને આખા વિસ્તારમાં ફેરવ્યા!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક નશામાં ધૂત કારચાલકે સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધને કારના બોનેટ પર પછાડીને તેમને ફંગોળવા અને વિસ્તારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે આક્રોશ ફેલાયો છે.ઠપકો આપવો વૃદ્ધને પડ્યો ભારેઘટનાની વિગત મુજબ, કારચાલકે નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ જોઈને નજીકમાં રહેતા એક વૃદ્ધે કારચાલકને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગતા ગુસ્સે ભરાયેલા કારચાલકે વૃદ્ધને કચડી નાખવાના ઈરાદે કાર ચલાવી હતી. વૃદ્ધ કારની સામે આવી જતા તેઓ કારના બોનેટ પર આવી ગયા હતા.કરગણતા રહ્યા વૃદ્ધ, ચાલકે ન રોકી કારઘટના કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારચાલકે વૃદ્ધને બોનેટ પર લટકાવેલી હાલતમાં જ આખા વિસ્તારમાં દોડાવી હતી. વૃદ્ધ સતત જીવ બચાવવા માટે વિનંતીઓ કરતા રહ્યા અને આસપાસના લોકો ચીસો પાડતા રહ્યા, તેમ છતાં નિર્દય કારચાલકે કાર રોકવાનું નામ ન લીધું.સ્થાનિકોએ ચાલકને દબોચ્યોથોડે દૂર ગયા બાદ આસપાસના જાગૃત લોકો અને સ્થાનિક રહીશોએ સાહસ બતાવીને કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો. લોકોએ રોષમાં આવીને નશામાં ધૂત આ ચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા હવે આ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Valsad: ધરમપુરના માલનપાડામાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કેસરીયો માહોલ

Read Full Story arrow_forward