android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત, નાગરિકોને નિશ્ચિંત રહેવા કલેક્ટરની અપીલ
calendar_today March 14, 2026

Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત, નાગરિકોને નિશ્ચિંત રહેવા કલેક્ટરની અપીલ

વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે, નાગરિકોને નિશ્ચિંત રહેવા કલેક્ટર સુજીતકુમાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીતકુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં LPG વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી છેવાડાના નાગરિક સુધી અવિરત સેવા પહોંચાડવા માઈક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી ચલાવી લેવામાં આવશે નહી આ બેઠક દરમિયાન જિલ્લામાં ગેસ સિલિન્ડરના પુરવઠા, વિતરણ વ્યવસ્થા તથા ઉપલબ્ધતાની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી (હોલ્ડિંગ) અથવા ઘરેલુ ગેસનો વ્યાવસાયિક ઉપયોગ માટે ગેરકાયદેસર વપરાશ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા ગેરકૃત્યોમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવામાં આવશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય પુરવઠા વ્યવસ્થાની સાથે સાથે હોસ્પિટલ, શાળા, હોસ્ટેલ તથા અન્ય સામાજિક કલ્યાણ સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓ માટે ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા સતત જાળવવામાં આવશે અને આવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગેસ પુરવઠાની અસરકારક દેખરેખ માટે જિલ્લા તંત્ર દ્વારા ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. તેના ભાગરૂપે અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ વચ્ચે વોટ્સએપ ગ્રુપ મારફતે સંકલન તથા દૈનિક સ્ટોક રિપોર્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવામાં આવશે. પોલીસ વિભાગના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન પુરવઠા અને પોલીસ વિભાગના અધિકારીઓને ગેસ એજન્સીઓ તથા વિતરણ વ્યવસ્થાની નિયમિત ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ સિલિન્ડર અંગે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે, અનાવશ્યક સંગ્રહખોરીથી દૂર રહે અને કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી ગેસ પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ ઓઇલ અને ગેસ કંપનીઓના અધિકારીઓ, પુરવઠા વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Read Full Story arrow_forward
Porbandar News : પોરબંદરની  ઘેડ યોજનાને લઈ 1534.19 કરોડના ખર્ચે સરકાર કરશે વિકાસ, વરસાદી પાણીના નિકાલ માટે નદીઓના મુખ પહોળા કરાશે
calendar_today March 14, 2026

Porbandar News : પોરબંદરની ઘેડ યોજનાને લઈ 1534.19 કરોડના ખર્ચે સરકાર કરશે વિકાસ, વરસાદી પાણીના નિકાલ માટે નદીઓના મુખ પહોળા કરાશે

ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. ૧,૪૨૩.૪ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના ૬ તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – ૧ ના ૧૭ અને ફેઝ –૨ ના ૧૨ કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ગત એપ્રિલ-૨૦૨૫માં ફેઝ-૧ના કુલ રૂ. ૧૩૯.૪૨ કરોડના કામોને મંજૂરી અપાઇ હતી, જે કામો પ્રગતિ હેઠળ છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા સહિત સ્થાનિક આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશે જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે. સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને આગામી સમયમાં સફળતા મળશે. રાજ્યના ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- ૨૦૨૫માં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ એમ કુલ અંદાજીત રૂ. ૧૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી તેમ મંત્રીએ ઉમેર્યું હતું. સિંચાઇના પાણીની મુશ્કેલી ઉભી થાય છે તેમ મંત્રીએ કહ્યું હતું જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે તથા ચોમાસાના સમય સિવાય સિંચાઇના પાણીની મુશ્કેલી ઉભી થાય છે તેમ મંત્રીએ કહ્યું હતું. અંદાજીત રકમ રૂ.139.42 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી મંત્રીએ કામોની સ્થિતિ અંગે કહ્યું હતું કે, ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ ૧, ૨ અને ૩ માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- ૧ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૫ના રોજ કુલ અંદાજીત રકમ રૂ. ૧૩૯.૪૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે. સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન મંત્રી ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ફેઝ-૧ ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-૩ કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-૭ કામ અને બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-૭ કામ મળીને કૂલ-૧૭ કામો જેમાં નદી/વોંકળા/કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-૨૦૨૬ પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. મંત્રીએ ફેઝ-૨ના કામોના આયોજન અંગે જણાવ્યું હતું કે,સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ ૨ના કામો માટે કન્સલટન્ટ દ્વારા કરેલ રીપોર્ટને આઇઆઇટી, ગાંધીનગર પાસે રીવ્યુ કરાવી રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે રૂ. ૧૧૧૮.૫૪ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૦૪.૮૬ કરોડ એમ કુલ અંદાજીત રૂ.૧૪૨૩.૪ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે જેમાં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના/સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા હયાત સ્ટ્રકચરો જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. ઘેડ વિસ્તાર વિશે જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકા તથા પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સૌરાષ્ટ્રની ભાદર, ઓઝત, મઘુવંતી, મીણસાર વગેરે નદીના મુખત્રિકોણ પ્રદેશથી બનેલા વિસ્તારને ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ ઘેડ વિસ્તારમા મુખ્યત્વે સોરઠી ઘેડ જૂનાગઢ તેમજ પોરબંદર અને બરડા ઘેડ- પોરબંદર વિસ્તારનો સમાવેશ થાય છે. નદીઓના મુખ પાસે આવેલ આ ત્રિકોણકાર પ્રદેશની બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ જતા આ વિસ્તારમાં ફરી વળે છે અને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકાર થઇ જતા ગામડાઓ સમુદ્રની વચ્ચે આવેલા નાના-નાના ટાપુ જેવા લાગે છે. પરિણામે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ તેમજ બહારના વિસ્તાર સાથેનો બઘો જ વ્યવહાર કપાઇ જાય છે અને નાગરિકોને મુશ્કેલી પડે છે. ઘેડના મોટા વિસ્તારમાં ભરાઇ રહેતા પૂરના પાણીના કારણે ચોમાસુ પાક તો લઇ શકાતો નથી એટલું જ નહીં પણ ચોમાસાના પાછલા ભાગમાં પુર આવે તો શિયાળુ પાક માટે પણ વાવેતર કરવામાં મોડું થવાથી પાકનો ઉતારો બહુ ઓછો આવે છે. વઘુમાં ઘેડ વિસ્તારમાં દરિયાના પાણીથી જમીન વઘુ પ્રમાણમાં ખારી બનતી જાય છે અને પૂરના ઘોવાણથી જમીનનો કસ ઘોવાઇ જતા ખેતીલાયક જમીન નબળી બનતી જાય છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ભૂતકાળમાં ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે નદીનું Remodelling, વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેઇનો, Interlinking of rivers, નદી/ડ્રેઇન પરના પુલિયા, પૂર સંરક્ષણના કામો તથા નદીના મુખ પાસે બંઘારા બાંઘવાના કામો કરવામાં આવ્યા હતા. પરંતુ સમયાંતરે ઘેડ વિસ્તારમાં પુરની પરિસ્થિતિ વારંવાર સર્જાતા નદીઓ/ડ્રેઇનો કાંપથી ભરાઇ ગયા છે તથા જે તે સમયે આ નદી/ડ્રેઇનો પર બનાવેલ પુલિયા ઓછા ગાળાના હોય તેમાં ઝાડી-ઝાંખરા ફસાઇ જતા પાણીનું વહેણ અવરોધે છે અને જેનાથી જમીન ઘોવાણના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતો અને ગામોને થશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત, નાગરિકોને નિશ્ચિંત રહેવા કલેક્ટરની અપીલ

Read Full Story arrow_forward
Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મોટા સમાચાર, માર્ચમાં માવઠાની આગાહી
calendar_today March 14, 2026

Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મોટા સમાચાર, માર્ચમાં માવઠાની આગાહી

ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માર્ચ મહિનામાં જ 'પ્રી-મોન્સૂન એક્ટિવિટી' શરૂ થવા જઈ રહી છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.કયા દિવસે ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા તારીખવાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. 18 માર્ચ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20 માર્ચ: ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી શકે છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ એક તરફ ગરમીથી રાહત મળશે, પરંતુ બીજી તરફ માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખેતરમાં ઉભા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન પલટાને કારણે એપીએમસી (APMC) માં રાખેલા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ પણ વાંચો - Gandhinagar News : ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.01 ટકાનો ઘટાડો : મહિલા અને બાળ વિકાસ મંત્રી

Read Full Story arrow_forward