android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : અમદાવાદ મંડળમાં કાંકરિયા સ્થિત આધુનિક મેકેનાઈઝડ લોન્ડ્રી, મુસાફરોને મળી રહ્યા છે સ્વચ્છ અને હાઇજિનિક બેડરોલ
calendar_today March 14, 2026

Railway News : અમદાવાદ મંડળમાં કાંકરિયા સ્થિત આધુનિક મેકેનાઈઝડ લોન્ડ્રી, મુસાફરોને મળી રહ્યા છે સ્વચ્છ અને હાઇજિનિક બેડરોલ

આ અત્યાધુનિક લોન્ડ્રી લાંબા અંતરની ટ્રેનોમાં એસી શ્રેણીના મુસાફરોને આપવામાં આવતા બેડરોલની ધોલાઈ, સફાઈ અને પ્રબંધનને વૈજ્ઞાનિક તથા સ્વચાલિત ટેકનોલોજી દ્વારા સુનિશ્ચિત કરે છે.કાંકરિયામાં છે લોન્ડ્રી •ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા વર્ષ 2022-23 દરમિયાન 67 મિકેનાઇઝ્ડ લોન્ડ્રીમાંથી નિરીક્ષણ માટે પસંદ કરાયેલી 19 લોન્ડ્રીમાં કાંકરિયા લોન્ડ્રીને સૌથી કિફાયતી, કુશળ અને પર્યાવરણ અનુકૂળ હોવાનું જણાયું. •આશરે 1800 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ એકમમાંથી 1300 ચોરસ મીટર વિસ્તાર કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. •આ પ્રોજેક્ટની ધોલાઈ ક્ષમતા પ્રતિ શિફ્ટ 8 ટન (કુલ 16 ટન) છે, જ્યારે દરરોજ આશરે 19.5 ટન લિનેન (18 ટન બેડરોલ અને 1.5 ટન અન્ય કપડા)ની ધોલાઈ કરવામાં આવે છે. •દરરોજ આશરે 43,000 બેડશીટની ધોલાઈ, 21000 તકિયાના કવર સહિત કુલ 72000 લીનેન ની ધોલાઈ કરવામાં આવે છે, જેના દ્વારા લગભગ 12 ટ્રેનો માટે બેડરોલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. •હાલમાં લિનેન ધોલાઈ માટેનો કરાર દર ₹16.65 પ્રતિ કિલોગ્રામ અથવા પ્રતિ બેડરોલ નક્કી કરવામાં આવ્યો છે અને આ એકમમાં અંદાજે 200 કર્મચારીઓ કાર્યરત છે. •પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને થર્મિક ફ્લુઇડ બોઇલરમાં ઈંધણ તરીકે મગફળીની છાલ(Groundnut Shell) નો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે અને ઊર્જા કાર્યક્ષમતા વધે છે. •લોન્ડ્રીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) દ્વારા ભૂગર્ભ જળને આરઓ સિસ્ટમથી શુદ્ધ કરીને ધોલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં દરરોજ આશરે 1,20,000 લીટર પાણીનો ઉપયોગ થાય છે. •ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો આ ઉપયોના પરિણામસ્વરૂપ 1-લિનેન સંબંધિત ફરિયાદોમાં લગભગ 40% નો ઘટાડો થયો છે. 2-ગંદા લિનેન સંબંધિત ફરિયાદોમાં લગભગ 34% નો ઘટાડો નોંધાયો છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ •2023 : 6075 લીનેન ફરિયાદો •2024 : 5962 ફરિયાદો( 133 ફરિયાદો નો ઘટાડો,1.86% સુધારો) •025: 3669 ફરિયાદો (2293 ફરિયાદોનો ઘટાડો, 38.46% સુધારો) •ઉપરાંત વર્ષ 2024અને 2025માં મુસાફરી દરમ્યાન લિનેન ચોરી/ગુમ થવાની ઘટનાઓને કારણે અંદાજે ₹4.21 કરોડનું નુકસાન નોંધાયું હતું. મુસાફરોના અનુભવને વધુ સારો બનાવવા માટે લેવામાં આવેલા પગલાં •Comprehensive Linen Management System અમલમાં મૂકીને લિનેનની ધોલાઈ, અને વિતરણની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવી બનાવવામાં આવી છે. •જૂના અને ઘસાઈ ગયેલા લિનેનને નિયમિત રીતે બદલીને લિનેનની ગુણવત્તા અને સ્વચ્છતા ધોરણોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. •વર્ષ 2024માં અંદાજે 23% લિનેન 2 વર્ષ થી વધુ જૂન હતા, તેને લક્ષ્ય મુજબ ઘટાડીને હવે ૦% કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે અમદાવાદ મંડળમાં હાલમાં બે વર્ષથી વધુ જુના કોઈ પણ લીનેન આપવામાં આવતું નથી. AC કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે, જેથી મુસાફરો સાથે શિસ્તબદ્ધ અને જવાબદાર વર્તન સુનિશ્ચિત કરી શકાય. સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને Masked Reservation Chart ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોની ગોપનીયતા જાળવી રાખતાં તેમની સુવિધાના સ્તરમાં સુધારો કરી શકાય. •તમામ AC કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેથી શિસ્ત અને સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે છે. •તમામ AC કોચ એટેન્ડન્ટ્સ માટે પ્રસ્થાન અને આગમન સમયે 100% બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે, જેથી શિસ્ત અને સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે. •અમદાવાદ મંડળે પ્રાયોગિક ધોરણે ગુજરાત મેલ એક્સપ્રેસમાં બ્લેન્કેટ કવર આપવાની શરૂઆત કરી છે, જેને મુસાફરો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Patan News : સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આવ્યો અંત, ચૌધરી સમાજે બેઠક કર્યા બાદ કિંજલને પરિવારને સોંપવામાં આવી https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-news-singer-kinjal-rabaris-love-marriage-came-to-an-end-kinjal-was-handed-over-to-the-family-after-the-chaudhary-community-held-a-meeting

Read Full Story arrow_forward
Botad: બાઈક પર સવાર બે મિત્રોને કારે અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર
calendar_today March 14, 2026

Botad: બાઈક પર સવાર બે મિત્રોને કારે અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

બોટાદ અને કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં બાઈક પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.APMC થી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માતમળતી માહિતી મુજબ, મૃતક દિલીપભાઈ ભૂપતભાઈ ડાભી અને ઈજાગ્રસ્ત જયદેવભાઈ ભરતભાઈ ડાભી બંને બોટાદ APMC માર્કેટમાં ચણા ભરીને પરત પોતાના ગામ કુંડળી તરફ બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં અજાણી કાર સાથે તેમના બાઈકનો ગંભીર અકસ્માત થયો હતો.એક યુવકનું મોત, એક ગંભીરઅકસ્માત એટલો જોરદાર હતો કે દિલીપભાઈ ડાભીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જયદેવભાઈ ડાભીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોરના છાણમાંથી AMC એ બનાવી ગોબર સ્ટીક, રેસ્ટોરન્ટ અને હોસ્ટેલ માટે ગેસની માથાકૂટનો અંત!

Read Full Story arrow_forward
Gandhinagar News : વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું રૂ.5479 કરોડનું ઐતિહાસિક બજેટ,  ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ : ગ્રામ વિકાસ મંત્રી
calendar_today March 14, 2026

Gandhinagar News : વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું રૂ.5479 કરોડનું ઐતિહાસિક બજેટ, ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ : ગ્રામ વિકાસ મંત્રી

ગત વર્ષના રૂ. ૪,૭૦૦ કરોડના બજેટની તુલનામાં આ વખતે રૂ. ૭૭૯ કરોડનો માતબર વધારો સૂચવે છે કે સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે, તેમ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટના મુખ્ય મુદ્દાઓ * આ યોજના હેઠળ કુલ રૂ. ૧,૭૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. * રૂફ કાસ્ટ લેવલ પર આશરે ૧૮,૦૦૦ લાભાર્થીઓને વધારાની રૂ. ૫૦,૦૦૦ની સહાય માટે રૂ. ૯૦ કરોડની જોગવાઈ છે. * આદિજાતિ લાભાર્થીને રૂ. ૨,૭૨,૮૨૦ અને બિન-આદિજાતિ લાભાર્થીને રૂ. ૨,૩૨,૯૨૦ની સહાય મળવાપાત્ર છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) * આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૭૩૭.૯૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. * ગામડાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે 'પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રણાલી' અંતર્ગત રૂ. ૫૦ કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે. * રાજ્યના ૪૦૦ ગામોમાં એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ (End Drain Treatment) ની કામગીરી હાથ ધરવામાં આવશે. VB-GRAM-G યોજના (મનરેગા) * આ યોજના માટે રૂ. ૧,૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. * મનરેગા હેઠળ મળતી ૧૦૦ દિવસની રોજગારીના બદલે હવે ૧૨૫ દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે. * જો નિર્ધારિત સમયમાં રોજગાર ન મળે, તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની પણ જોગવાઈ છે. મહિલા સશક્તિકરણ અને આજીવિકા * લખપતિ દીદી સશક્તિકરણ યોજના:વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૪૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. * દર વર્ષે આશરે ૧૦,૦૦૦ અનુભવી 'લખપતિ દીદી' ને તેમના વ્યવસાયના સ્કેલિંગ-અપ (ઉત્પાદન, પેકેજિંગ અને મૂલ્યવર્ધન) માટે સહાય આપવામાં આવશે. * ગ્રામ હાટની સ્થાપના:સ્વ-સહાય જૂથની મહિલાઓને કાયમી વેચાણ પ્લેટફોર્મ મળી રહે તે માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ સાથે 'ગ્રામ હાટ' સ્થાપવામાં આવશે. * આ હાટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસન સ્થળોની સરકારી જમીન પર બનાવવામાં આવશે. * માર્કેટીંગ સપોર્ટ: સખી મંડળની પ્રોડક્ટ્સના ઉત્પાદનથી લઈને બજાર વ્યવસ્થા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ માટે રૂ. ૨૫ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આ પણ વાંચો : Railway News : અમદાવાદ મંડળમાં કાંકરિયા સ્થિત આધુનિક મેકેનાઈઝડ લોન્ડ્રી, મુસાફરોને મળી રહ્યા છે સ્વચ્છ અને હાઇજિનિક બેડરોલ

Read Full Story arrow_forward