android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: લગ્નની લાલચ આપીને લાખો પડાવતી ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી સહિત 4 ઝડપાયા
calendar_today March 14, 2026

Himatnagar: લગ્નની લાલચ આપીને લાખો પડાવતી ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી સહિત 4 ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં કુંવારા યુવકોને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરતી 'લૂંટેરી દુલ્હન' ગેંગનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વધુ એક ફરિયાદ બાદ આ ગેંગના ચોંકાવનારા અનેક પાસાઓ સામે આવ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને તલોદ બાદ હવે ગાંભોઈમાં પણ આ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.મેરેજ બ્યુરોના નામે મોટું કૌભાંડઆ ગેંગ 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' નામની સંસ્થા ચલાવીને ઠગાઈ આચરતી હતી. ફરિયાદી ઉમેશ પટેલને લગ્નની લાલચ આપી આ ગેંગે તેમની પાસેથી ₹4 લાખ પડાવી લીધા હતા, પરંતુ લગ્ન કરાવ્યા વગર જ પૈસા ચાઉં કરી દીધા હતા. આરોપીઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની યુવતીઓને લગ્ન માટે લાવવાની લાલચ આપી યુવકોને ફસાવતા હતા.4 ની ધરપકડ અન્ય ફરારપોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા અને બે પુરુષો સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગેંગ સાથે સંકળાયેલા હજુ પણ 5 થી વધુ આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસ ટીમો કામે લાગી છે.આ પણ વાંચો: Botad: બાઈક પર સવાર બે મિત્રોને કારે અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

Read Full Story arrow_forward
Gandhinagar News : વિકસિત ગુજરાત @2047ના વિઝન સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું વર્ષ 2026-27નું રૂ.2902 કરોડનું અંદાજપત્ર
calendar_today March 14, 2026

Gandhinagar News : વિકસિત ગુજરાત @2047ના વિઝન સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું વર્ષ 2026-27નું રૂ.2902 કરોડનું અંદાજપત્ર

જેને અનુલક્ષીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ. ૨,૯૦૨ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આમ, આ બજેટ વિકસિત ગુજરાત થકી વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેમ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, લેબર કમિશનર કે. ડી. લાખાણી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી યોજનાઓ અને જોગવાઈઓ * નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે રૂ. ૨૨૬ કરોડની જોગવાઈ. * પી.એમ.સેતુ યોજના: રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ITIને હબ-એન્ડ-સ્પોક મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે. * નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને પ્રોત્સાહન આપવા રૂ. ૪૦ કરોડની ફાળવણી. ૧ વર્ષના કોર્સ માટે રૂ. ૧૫,૦૦૦ અને ૨ વર્ષના કોર્સ માટે રૂ. ૨૪,૦૦૦ની સહાય અપાશે. શ્રમિક કલ્યાણની ચાલુ યોજનાઓનું વિસ્તરણ * શ્રમિક અન્નપૂર્ણા યોજના: રૂ. ૨૦૦ કરોડની ફાળવણી સાથે નવા ૩૦૦ અન્નપૂર્ણા બુથ શરૂ કરવાનું આયોજન છે, જ્યાં રૂ. ૫માં ભોજન મળે છે. * શ્રમિક બસેરા યોજના: બાંધકામ શ્રમિકોને નજીવા દરે રહેવાની સુવિધા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ. * ધનવંતરી આરોગ્ય રથ: શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે વધુ ૫૦ નવા રથ ઉમેરવા રૂ. ૧૬૦ કરોડની ફાળવણી. * અકસ્માત વીમો: બાંધકામ શ્રમિકના મૃત્યુ કે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ. ૩.૫ લાખની સહાય આપવામાં આવે છે. * અગરીયા આવાસ યોજના: મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ અને પાયાની સુવિધાઓ ધરાવતા આવાસો માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ. * સિલીકોસીસ રોગથી પીડિત વ્યક્તિઓને નિદાન સમયે રૂ. ૩ લાખ અને મરણોત્તર રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે. વિભાગની મહત્વની સિદ્ધિઓ * રાજ્યમાં કાર્યરત કુલ ૫૫૯ ITI ખાતે ૨,૧૮,૫૧૬ બેઠકોની તાલીમ ક્ષમતા છે. જેમાં મહિલાઓ માટે ૧૧,૪૪૮ બેઠકો અને દિવ્યાંગો માટે ૧૫ સમર્પિત ITI કાર્યરત છે. * વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૬ સુધીમાં ૧,૨૧૫ ભરતીમેળા દ્વારા ૨,૬૦,૮૭૮ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. * વર્ષ ૨૦૨૩-૨૪ના સર્વે મુજબ ભારતનો બેરોજગારી દર ૩.૨% છે, જેની સામે ગુજરાતનો દર માત્ર ૧.૧% છે. * ડાયરેક્ટર જનરલ ઓક સિવિલ એવિએશન-DGCA માન્ય ૬ ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રોને મંજુરી મળી છે. કૌશલ્યા - ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા ૬૦૦+ ડ્રોન પાઇલટ અને ૧,૨૦૦+ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ આપવામાં આવી છે. * મુખ્યમંત્રી સ્કીલ ડેવલપમેન્ટ ઇનિસિએટીવ અંતગર્ત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪,૨૭,૮૬૧ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. * રાજ્યમાં કારખાના ધારા ૧૯૪૮ હેઠળ માર્ચ-૨૦૨૫ અંતિત ૫૦,૦૧૭ કારખાના નોંધાયેલા હતા જે વધીને ફેબ્રુઆરી-૨૦૨૬ અંતિત ૫૧,૦૩૩ થયા છે. આમ, છેલ્લા એક વર્ષમાં કારખાનાઓમા ૧,૦૧૬નો વધારો થયો છે. * નિયામક બોઇલર દ્વારા ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૮,૪૪૭ બોઇલરો અને ૩૩૯ ઇકોનોમાઇઝરનું નિરીક્ષણ કરી પ્રમાણિત કર્યા હતા. આ ઉપરાંત કુલ ૫૭૯ નવા બોઇલરો અને ૧૦ ઇકોનોમાઇઝરનું રજીસ્ટ્રેશન થયું છે. વર્ષ દરમિયાન પ્રમાણિત બોઇલરમાં કોઇ અકસ્માત થયેલ નથી. ભવિષ્યનું લક્ષ્ય * વિકસિત ગુજરાત @૨૦૪૭ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા કૌશલ્ય ઇકો-સિસ્ટમને મજબૂત બનાવવી. * આગામી ૪-૫ વર્ષમાં ૬૦,૦૦૦થી વધુ લોકોને તાલીમ આપવાનું આયોજન. આ પણ વાંચો : Gandhinagar News : વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું રૂ.5479 કરોડનું ઐતિહાસિક બજેટ, ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ : ગ્રામ વિકાસ મંત્રી

Read Full Story arrow_forward
Gold Price: ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાની ચમક વધી કેમ નહી?  જાણો શું કહે છે નિષ્ણાંત
calendar_today March 14, 2026

Gold Price: ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાની ચમક વધી કેમ નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

ઈરાન હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ તરફથી સતત હુમલાઓનો સામનો કરી રહ્યું છે. બદલામાં, ઈરાન પણ ડ્રોન હુમલાઓ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. સંઘર્ષ શરૂ થયાને લગભગ 12 દિવસ થઈ ગયા છે. જોકે, આ વખતે એક રસપ્રદ ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે, આવા કટોકટીના સમયમાં, સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળે છે; છતાં, ઈરાન સંઘર્ષ દરમિયાન, આ વલણ ખાસ કરીને ગેરહાજર રહે છે. ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભાવમાં ફેરફાર સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે છે અથવા ભૂ-રાજકીય તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ શોધે છે અને સોનું ખરીદે છે, જેના કારણે તેની કિંમતમાં વધારો થાય છે. જોકે, હાલમાં, સોના અને ચાંદીના ભાવમાં બરાબર વિપરીત ઘટાડો જોવા મળી રહ્યો છે - ઘટાડો. સોના ચાંદીમાં યુદ્ધ દરમિયાન ભાવ વધ્યા કે ઘટ્યા? જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાન સાથે સંઘર્ષ શરૂ થયો, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,416 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે, મધ્ય પૂર્વમાં તીવ્ર તણાવ હોવા છતાં, તેની કિંમત ઘટીને લગભગ $5,108 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ભારતમાં ભાવની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર સોનું લગભગ ₹1.67 લાખ પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું; આ આંકડો હવે ઘટીને આશરે ₹1.59 લાખ થઈ ગયો છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 28 ફેબ્રુઆરીએ, MCX પર ચાંદી લગભગ ₹2.89 લાખ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે આંકડો 13 માર્ચ સુધીમાં ઘટીને આશરે ₹2.62 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. નિષ્ણાતો શું કહે છે?બજારના નિષ્ણાતોના મતે, ચાલુ સંઘર્ષ છતાં સોના અને ચાંદીના ભાવમાં સુસ્તીનું મુખ્ય કારણ યુએસ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ છે. જ્યારે ડોલર આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત બને છે, ત્યારે સોનાની ખરીદી વધુ મોંઘી બને છે. પરિણામે, સોના અને ચાંદીની માંગમાં કામચલાઉ ઘટાડો થાય છે. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે - યુદ્ધ છતાં - પ્રવર્તમાન ક્રૂડ ઓઇલના ભાવ અને મજબૂત યુએસ ડોલરે, હાલમાં સોના અને ચાંદીની ચમકને ઓછી કરી દીધી છે.

Read Full Story arrow_forward