android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આવ્યો અંત, ચૌધરી સમાજે બેઠક કર્યા બાદ કિંજલને પરિવારને સોંપવામાં આવી
calendar_today March 14, 2026

Patan News : સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આવ્યો અંત, ચૌધરી સમાજે બેઠક કર્યા બાદ કિંજલને પરિવારને સોંપવામાં આવી

સિંગર કિંજલને પરિવારને સોંપવામાં આવી છે અને અશોક ચૌધરી સાથેના પ્રેમ લગ્નનો અંત આવ્યો છે. ચૌધરી સમાજે રવિવાર સુધી પરત સોંપવાની આપી હતી ખાતરી અને ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોએ બેઠક કરીને આ નિર્ણય લીધો છે, થોડા દિવસ અગાઉ જ કિંજલ રબારીએ કહ્યું હતુ કે તેણે ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે.લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો અંત આવ્યો આ મામલે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નને લઇ મોટી ચર્ચા કરાઈ હતી, કિંજલ રબારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર પોતે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની પોસ્ટ મૂકી હતી અને સાથે પોતાના વીડિયોમાં વકીલ સલાહ લઈ લડી લેવાની પણ વાત કરી હતી અને કિંજલે પોતાના ઈન્સ્ટા પર બીજા દિવસે પણ વીડિયો અપલોડ કર્યો હતો, જેમા તેણે કહ્યું હતું કે જયા સુધી સમાજનું નામ રોશન કર્યું ત્યાં સુધી હું સારી હતી. અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરતા વિવાદ થયો હતો ગુજરાતમાં વધુ એક જાણીતી સિંગરે ભાગીને આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. રાધનપુરના સીનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબતે વિવાદ વધતાં કિંજલે કહ્યું હતું કે, મેં મારા પરિવાર અને પરિવારના સભ્યોને અમારા લગ્ન કરાવવા બાબતે મનાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતાં. હાલમાં સોશિયલ મીડિયામાં મારા પતિ અશોક ચૌધરી સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી. આ પણ વાંચો : PNG Connection પર સરકારનો મોટો નિર્ણય, જુઓ Video

Read Full Story arrow_forward
શું તમે જાણો છો ફ્લાઇટમાં નારિયેળ કેમ નથી લઇ જવાતું? કારણ છે ખતરનાક
calendar_today March 14, 2026

શું તમે જાણો છો ફ્લાઇટમાં નારિયેળ કેમ નથી લઇ જવાતું? કારણ છે ખતરનાક

હવાઈ ​​મુસાફરીના પોતાના નિયમો હોય છે, અને જો તમે પહેલી વાર ઉડાન ભરી રહ્યા છો, તો સૌથી પડકારજનક કાર્યોમાંનું એક એ છે કે તમે તમારા સામાનમાં શું પેક કરી શકો છો અને શું નહીં તે બરાબર નક્કી કરો. 100 મિલીથી વધુ પ્રવાહી, તીક્ષ્ણ વસ્તુઓ અથવા એરોસોલ જેવી વસ્તુઓ પરના નિયંત્રણો સામાન્ય રીતે મોટાભાગના વારંવાર ઉડાન ભરનારાઓ માટે જાણીતા છે; જો કે, કેટલીક અન્ય વસ્તુઓ પરના પ્રતિબંધો ખૂબ જ આશ્ચર્યજનક હોઈ શકે છે.

Read Full Story arrow_forward
Ahmedabd: સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સાથે ઓનલાઇન છેતરપિંડી, પાર્સલ મોકલવાના બહાને 1.90 લાખ પડાવ્યા
calendar_today March 14, 2026

Ahmedabd: સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સાથે ઓનલાઇન છેતરપિંડી, પાર્સલ મોકલવાના બહાને 1.90 લાખ પડાવ્યા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંચાઈ વિભાગના એક નિવૃત્ત કર્મચારીને ઓનલાઇન કુરીયર કંપનીનો નંબર શોધીને કોલ કરવો ભારે પડ્યો છે. ગઠિયાઓએ પાર્સલ મોકલવાની પ્રક્રિયાના બહાને નિવૃત્ત કર્મચારીના ખાતામાંથી ₹1.90 લાખની મત્તા સેરવી લીધી છે.દુબઈ પાર્સલ મોકલવાના નામે ખેલ ખેલાયોમળતી માહિતી મુજબ, સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ પોતાનું એક પાર્સલ દુબઈ મોકલવાનું હોવાથી ઇન્ટરનેટ (Google) પરથી એક જાણીતી કુરીયર કંપનીનો સંપર્ક નંબર મેળવ્યો હતો. આ નંબર પર કોલ કરતા સામે છેડે રહેલા અજાણ્યા શખ્સે પોતે કુરીયર કંપનીનો પ્રતિનિધિ હોવાની ઓળખ આપી હતી અને પાર્સલ બુકિંગના નામે વિશ્વાસમાં લીધા હતા.5 ટ્રાન્ઝેક્શનમાં ₹1.90 લાખ પડાવ્યાગઠિયાએ લિંક મોકલી અથવા અન્ય ટેકનીકનો ઉપયોગ કરી નિવૃત્ત કર્મચારી પાસે અલગ-અલગ 5 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. ફરિયાદીને ખબર પડે તે પહેલા જ તેમના બેંક ખાતામાંથી કુલ ₹1,90,000 ઉપડી ગયા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.વેજલપુર પોલીસમાં ફરિયાદઆ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: નારોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ મિત્ર સામે ફરિયાદ, માસૂમ સગીરા સાથે મિત્રએ જ કર્યા શારીરિક અડપલાં

Read Full Story arrow_forward