android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Forecast: ઉત્તર ભારતમાં પ્રી‑મોન્સૂનની શરૂઆત, રાજસ્થાન, પંજાબથી દિલ્હી સુધી વરસાદનું એલર્ટ
calendar_today March 14, 2026

Weather Forecast: ઉત્તર ભારતમાં પ્રી‑મોન્સૂનની શરૂઆત, રાજસ્થાન, પંજાબથી દિલ્હી સુધી વરસાદનું એલર્ટ

હવામાનમાં આ પલટો સામાન્ય જીવન અને શહેરની પ્રવૃત્તિઓને અસર કરી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન 70 કિમી/કલાક સુધીની ગતિએ ફૂંકી શકે છે.ઉત્તર ભારતના મેદાન વિસ્તારમાં માર્ચની શરૂઆતથી જ ગરમી ઝડપી રીતે વધી રહી છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જ્યારે દિલ્હીમાં પણ તાપમાન લગભગ 37 ડિગ્રી સુધી નોંધાયું છે. આ વધતી ગરમીને કારણે પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય થવા લાગી છે.વધતી ગરમીને કારણે પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય થવા લાગીહવામાન વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે આંધી- વરસાદ દરમિયાન ખુલ્લા સ્થળો પર ન રહેવુ, કમજોર બાંધકામ પર ધ્યાન આપવું અને વાહન ચલાવતા સમયે સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ગરમી અને પવનના આ ફેરફારથી લોકોને તાપમાનમાં અચાનક ઉતાર-ચઢાવનો અનુભવ થશે, જે કઈક હદ સુધી રાહત લાવશે પણ કેટલીક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરી શકે છે.હવામાન વિશેષજ્ઞોના મતે, આ પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિ માનસૂન શરૂ ખેડૂતોએ પણ આગાહી મુજબ પાકની સંભાળ માટે યોગ્ય તૈયારી રાખવી જરૂરી છે. હવામાન વિશેષજ્ઞોના મતે, આ પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિ માનસૂન શરૂ થવાના પહેલાં હવામાન પ્રણાળી સક્રિય થવાની નિશાની છે. ધીમે-ધીમે આ અસર ઉત્તર ભારતના મોટા ભાગમાં જોવા મળશે અને આગામી દિવસોમાં આગાહી મુજબ તાપમાનમાં ફેરફાર અનુભવાશે.હવામાન પ્રવૃત્તિથી બચવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક હવામાન અપડેટને નિયમિત તપાસે, સુરક્ષા અને સાવધાનીના પગલાં અમલમાં લાવે અને અનિશ્ચિત હવામાનની સ્થિતિ માટે તૈયાર રહે. આ અચાનક હવામાન પ્રવૃત્તિથી બચવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ પણ વાંચો: India Secret Oil Reserve:ખરાબથી ખરાબ સમય સામે લડવાની તૈયારી, જાણો ભારતમાં ક્યાં છે તેલ ભંડાર?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઇન્ડિગોએ આજથી ફ્યુઅલ સરચાર્જમાં કર્યો વધારો, ફ્યુઅલ સરચાર્જ વધવાથી એર ટિકિટ થશે મોંઘી
calendar_today March 14, 2026

Gujarat Latest News Live : ઇન્ડિગોએ આજથી ફ્યુઅલ સરચાર્જમાં કર્યો વધારો, ફ્યુઅલ સરચાર્જ વધવાથી એર ટિકિટ થશે મોંઘી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : GSTએ વેપારીઓને નોટિસ આપ્યા વિના ખાતા ફ્રિઝ કર્યા, માર્ચ એન્ડિંગ હોવાથી GST વસૂલાત માટે એડિચોટીનું જોર
calendar_today March 14, 2026

Ahmedabad News : GSTએ વેપારીઓને નોટિસ આપ્યા વિના ખાતા ફ્રિઝ કર્યા, માર્ચ એન્ડિંગ હોવાથી GST વસૂલાત માટે એડિચોટીનું જોર

માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ જીએસટીમાં વેપારીઓને હેરાન કરવાની કોઈ પણ કસર છોડવામાં આવતી ન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કારણ કે વેપારીઓને નોટિસ આપ્યા વિના અથવા તો વેપારીને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના તેઓના ખાતા ફ્રિઝ કરી દેવાનું શરૂ કરી દેવાયું છે. વેપારીના ખાતા ફ્રિઝ કરતા પહેલા નોટિસ ન અપાઇ તે માટેનું કારણ એવું છે કે, માર્ચ મહિનાના અંતમાં નાણાં વસૂલાત માટે એડીચોટીનું જોર લગાડવામાં આવતું હોવાના લીધે હાલ તો વેપારીઓના ખાતા ફિઝ થવાના કારણે તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જીએસટીમાં વેપારીને નોટિસ આપવામાં આવે તો તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની સાથે રજિસ્ટર એડીથી તેના ઘરે અથવા તો ઓફિસના સરનામે મોકલવાની હોય છે. જ્યારે આવી કાર્યવાહી કરવાના બદલે જીએસટી વિભાગ દ્વારા ટેક્સ, વ્યાજ અને દંડની રકમ વસૂલાત કરવા માટે છેલ્લા થોડા દિવસોથી વેપારીઓના ખાતા ફિઝ કરવાની શરૂઆત કરવામાં આવી છે.વેપારીને રુબરુ બોલાવીને પણ સુનાવણી ન કરાઇ તેમાં પણ જે વેપાર પાસે અગાઉ વ્યાજ, દંડ અને ટેક્સની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવી હોય અને તે વેપારી દ્વારા અપીલમાં ગયા નહીં હોય તો તેવા વેપારીને જાણ કર્યા વિના સીધા ખાતા જ ફ્રિઝ કરી દેવાની કામગીરી કરવામાં આવી રહી છે. નિયમ પ્રમાણે વેપારીના ખાતા ફિઝ કરતા પહેલા તેને છેલ્લી નોટીસ આપીને જાણ કરવાની હોય છે. સાથે સાથે બેંક ખાતું ફ્રિઝ કરતા પહેલા વેપારીને રુબરુ બોલાવીને સુનાવણી પણ કરવાની હોય છે. પરંતુ જીએસટીમાં આવી કોઇ પણ કાર્યવાહી કર્યા વિના સીધા બેંક ખાતા જ ફિઝ કરાતા વેપારીઓની પરેશાની વધી છે. આ પણ વાંચો : Ahmedabad News : PGVCLની બેદરકારીની ગુજરાત હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ, લટકતા વાયરોથી મોત થાય તો વીજ કંપની જવાબદાર

Read Full Story arrow_forward