android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : હાઇકોર્ટનો ભદ્રના પાથરણાંવાળાને લઈ મહત્વનો ચૂકાદો, 21માર્ચ સુધી પાથરણાંવાળાને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ
calendar_today March 13, 2026

Ahmedabad : હાઇકોર્ટનો ભદ્રના પાથરણાંવાળાને લઈ મહત્વનો ચૂકાદો, 21માર્ચ સુધી પાથરણાંવાળાને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાંવાળાઓને લઈને મહત્વપૂર્ણ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાના મામલે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી છે.21 માર્ચ સુધી પાથરણાંવાળાઓને યોગ્ય રીતે પુનઃસ્થાપિત કરો કોર્ટના આદેશ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હાલ માટે હટાવી શકશે નહીં. ઉપરાંત કોર્ટએ AMCને 21 માર્ચ સુધી પાથરણાંવાળાઓને યોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે. સર્વે કર્યા વગર તેને ‘નો વેન્ડિંગ ઝોન’ જાહેર કરી શકાય નહીં કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વિસ્તારમાં સર્વે કર્યા વગર તેને ‘નો વેન્ડિંગ ઝોન’ જાહેર કરી શકાય નહીં. પાથરણાંવાળાઓના અધિકારોને ધ્યાનમાં રાખીને યોગ્ય સર્વે અને નિયમિત પ્રક્રિયા અનુસરવી ફરજિયાત હોવાનું પણ કોર્ટએ જણાવ્યું છે. પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી મહત્વનું છે કે ભદ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી, જેના કારણે અનેક નાના વેપારીઓ અને રોજગારી સાથે જોડાયેલા લોકોમાં ચિંતા જોવા મળી હતી. પાથરણાંવાળાઓને તાત્કાલિક રાહત મળી હાઈકોર્ટના આ નિર્ણય બાદ પાથરણાંવાળાઓને તાત્કાલિક રાહત મળી છે. હવે AMCને કોર્ટના માર્ગદર્શન મુજબ સર્વે કરી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવી પડશે. નાના વેપારીઓ માટે મહત્વપૂર્ણ ચૂકાદો આ ચુકાદાને શહેરના નાના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ નિર્ણયથી પાથરણાંવાળાઓના રોજગાર અને અધિકારોને સુરક્ષા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો----     Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward
Kadi પોલીસ અને LCBની માનવતાવાદી કામગીરી: ગુમ થયેલી 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી
calendar_today March 13, 2026

Kadi પોલીસ અને LCBની માનવતાવાદી કામગીરી: ગુમ થયેલી 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પોલીસે સક્રિયતા દાખવીને એક પરિવારની ચિંતાનો ગણતરીના કલાકોમાં અંત આણ્યો છે. કડીના કસ્બા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીર દીકરી ઘાંચી ફાતીમા અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ફાળ પડી હતી. દીકરીની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા, આખરે ગભરાયેલા પરિવારે કડી પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી.કડી કસ્બા વિસ્તારમાંથી ગુમ થઈ હતી કિશોરી ઘટનાની ગંભીરતાને સમજીને કડી પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તાત્કાલિક એક્શનમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને ચોકસાઈપૂર્વકની તપાસને કારણે ગુમ થયેલી કિશોરીને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. કિશોરીને શોધી પરિવારને સોંપવામાં આવી પોલીસે સગીર દીકરીનો કબજો મેળવીને તેને તેના પરિવારને સુપરત કરી હતી. કાળજાના કટકા જેવી દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. કડી પોલીસ અને LCBની આ ઝડપી અને પ્રસંસનીય કામગીરી બદલ પરિવારે અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ જનતાની સુરક્ષા માટે સદાય તત્પર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર ફટકારાઈ, સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ
calendar_today March 13, 2026

Surat News: એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર ફટકારાઈ, સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ

સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં આગની ઘટના બાદ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.ઘટનાને લઈને સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.રોડ સાઇડ પર આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આ આગ બાદમાં ફેલાઈને એથર કંપનીના વેરહાઉસ સુધી પહોંચી હતી.જેના કારણે ગોડાઉનમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો આદેશ આ ઘટના બાદ સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીના સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો ક્લોઝર ઓર્ડર ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને સુરક્ષા સંબંધિત તમામ બાબતોની સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચોઃ Chinaએ સમુદ્રમાં ત્રણ દેશો વચ્ચે જહાજો માટે કેમ ઉભો કર્યો અવરોધ, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward