android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ચાર મહિનાની બાળકીને 24 કલાકમાં જ પોલીસે કિડનેપરોની ચૂંગાલમાંથી છોડાવી
calendar_today March 13, 2026

Surat News: ચાર મહિનાની બાળકીને 24 કલાકમાં જ પોલીસે કિડનેપરોની ચૂંગાલમાંથી છોડાવી

સુરતના નાનપુરા વિસ્તારમાં 4 મહિનાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સુરત પોલીસે 150 જેટલા પોલીસ કર્મીઓની ટીમ બનાવી CCTV ચેક કરી બાળકીને બારડોલીથી હેમ ખેમ શોધી કીડનેપરોની ચુંગાલમાંથી માત્ર 24 કલાકની અંદર મુક્ત કરાવી હતી. પોલીસે પતિ પત્ની સહીત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ભીખ મંગાવવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 1500 જેટલા CCTV તપાસ્યા હતા સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર ચાર મહિનાની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઇ હતી. સુરતની અઠવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસ જોડાઈ હતી. જ્યાં માતાની ફરિયાદના આધારે તે સૂતી હતી ત્યાં બાજુમાં ફૂટપાથ પર બાળકીને પણ સુવડાવી હતી. ત્યારે અચાનક બાળકી ગાયબ થઇ ગઈ હતી જ્યાં માતાએ અઠવાલાઈન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ 1500 જેટલા CCTV તપાસ્યા હતા. જ્યાં આ અપહરણ કરતા મહિલા કેદ થઇ હતી. આરોપી સુરતમાં ભિક્ષા વૃત્તિનું કામ કરે છે મહિલા એટલી શાતિર હતી કે તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા ત્રણ અલગ અલગ રીક્ષા બદલી હતી અને બાદમાં ટ્રેનમાં બેસી બારડોલી પહોંચી ગઈ હતી. પોલીસે CCTVના આધારે તેને ટ્રેક કરી બારડોલી રેલવે પોલીસને માહિતી આપી હતી. બારડોલી રેલવે પોલીસ અને સુરત પોલીસે આ આરોપી સુધી પહોંચીને બાળકીને અપહરણકર્તાની ચૂંગાલ માંથી મુક્ત કરાવી હતી.પોલીસે બને આરોપીની પૂછપરછ કરતા ચોંકવનારી હકીકત સામે આવી હતી. આ બાળકીનું અપહરણ એટલા માટે કર્યું હતું કે તે તેની પાસે ભીખ માંગવાનો ધંધો કરવી શકે. આરોપી પતિ પત્ની છે અને તેઓ સુરતમાં ભિક્ષાવૃર્તીઓનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.આરોપી પતિ પત્નીનું નામ મીના વસાવા અને સુનિલ વસાવા હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી

Read Full Story arrow_forward
Junagadhના માંગરોળમાં વહેલી સવારથી જ ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો, લોકોમાં ભારે રોષ
calendar_today March 13, 2026

Junagadhના માંગરોળમાં વહેલી સવારથી જ ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો, લોકોમાં ભારે રોષ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી ગેસ એજન્સી પર આજે વહેલી સવારથી જ ગ્રાહકોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. ગેસ સિલિન્ડર નોંધાવવા માટે લોકોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી. ગેસ વિતરણની વ્યવસ્થા ખોરવાતા અને કલાકો સુધી ઉભા રહેવા છતાં કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતા અને લોકોનો આક્રોશ વધતા એજન્સી ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાની ફરજ પડી હતી.નિયમો અને વધતા ભાવથી લોકોમાં રોષ ગ્રાહકોની મુખ્ય ફરિયાદ ગેસ નોંધણી માટેની ઓનલાઈન પ્રક્રિયામાં ચાલતા ધાંધિયા અંગેની છે. સર્વર ડાઉન રહેવા અથવા ટેકનિકલ ખામીઓને કારણે લોકોના ફોર્મ સ્વીકારવામાં આવતા નથી, જેના કારણે સામાન્ય જનતાને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે. એક તરફ રાંધણ ગેસના વધતા જતા ભાવ અને બીજી તરફ કડક નિયમોને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. ખાસ કરીને સંયુક્ત પરિવારોમાં ગેસની વધુ જરૂરિયાત હોવા છતાં પૂરતો પુરવઠો ન મળતા ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંયુક્ત પરિવારોમાં ગેસની અછતથી હાલાકી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નવા નિયમો લાદવામાં આવ્યા છે પરંતુ પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. ઓનલાઈન સિસ્ટમમાં રહેલી ક્ષતિઓને કારણે વયોવૃદ્ધ નાગરિકોને પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. માંગરોળની જનતામાં ગેસ એજન્સીની કામગીરી અને તંત્રની ઉદાસીનતા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે એવી માંગ કરી રહ્યા છે કે ગેસ વિતરણની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને ઓનલાઈન સિસ્ટમની ખામીઓ વહેલી તકે દૂર કરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutch News: મુન્દ્રામાં પોલીસનો સપાટો, 370 ગ્રામ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ
calendar_today March 13, 2026

Kutch News: મુન્દ્રામાં પોલીસનો સપાટો, 370 ગ્રામ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ

કચ્છ જિલ્લામાં નશાના ગેરકાયદેસર કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. મુન્દ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરીને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે નશાના કારોબારમાં વપરાતા વાહનો અને મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, મુન્દ્રા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો નશીલા પદાર્થનું વેચાણ કરવા માટે સક્રિય છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરી હતી, જેમાં કુલ 370 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. મુદ્દામાલ અને ધરપકડ પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા 2.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં ગાંજાના જથ્થા ઉપરાંત, આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન અને વાહનનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા ચારેય શખ્સોની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે કે, આ માદક પદાર્થ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા. કાનૂની કાર્યવાહી મુન્દ્રા પોલીસે આ મામલે તમામ ચારેય આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી નશાના સોદાગરો સામેની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય નામો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો - Kutchમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, LCB પોલીસે 174 સિલિન્ડર સાથે એક શખ્સની કરી ધરપકડ

Read Full Story arrow_forward