android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: વિશ્વનો પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ તૈયાર કરાશે: પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી
calendar_today March 13, 2026

Gandhinagar News: વિશ્વનો પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ તૈયાર કરાશે: પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી

વિધાનસભામાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની અંદાજપત્રીય માગણીઓ વિશે વાત કરતાં મંત્રી રમણભાઈ સોલંકીએ કહ્યું કે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ વિભાગ માટે કુલ રૂ. ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્યના અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે રૂ. ૮૪૧.૬૯ કરોડની જોગવાઈ કરાઈ છે. રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું વર્ષ ૨૦૨૫-૨૬માં અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં ૨૮,૪૯૧ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા ૭૫ લાખ પરિવારોને માત્ર રૂ.૧ પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. ૫૯.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધીમાં રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ખેડૂત કલ્યાણની વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૦,૩૯૬ ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી રૂ. ૪૭,૪૯૪ લાખનું સીધું ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે.બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂ. ૩૬.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને રૂ. ૧૫૦ના બદલે રૂ. ૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. આ માટે રૂ. ૬૭.૨૦ કરોડની વિશેષ જોગવાઈ અલગથી કરાઈ છે. નવા ગોડાઉનો બાંધવાની વિચારણા તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા વધારવા અને ફરિયાદો ઘટાડવા માટે હવેથી છૂટકને બદલે ૧ કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં વિતરણ કરવામાં આવશે. ૨૪x૭ અનાજ મળી રહે તે માટે 'મેડ ઈન ગુજરાત' ગ્રેઈન એટીએમની સુવિધા શરૂ કરાશે. જેમાં લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે. આ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ, વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે CRI તૈયાર કરવા MOU કરવામાં આવ્યા છે. રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનો બાંધવાની વિચારણા છે, જેનાથી ૯૩,૪૦૦ મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે. આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી

Read Full Story arrow_forward
Gandhinagar : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોલાવી હાઈ લેવલ બેઠક, રાજયમાં ગેસની સ્થિતિને લઈને થશે મહત્વના નિર્ણય
calendar_today March 13, 2026

Gandhinagar : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોલાવી હાઈ લેવલ બેઠક, રાજયમાં ગેસની સ્થિતિને લઈને થશે મહત્વના નિર્ણય

ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને થોડા સમયમાં આ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેશે. ગેસ પુરવઠાની સ્થિતિ અને તેની ઉપલબ્ધતા અંગે સમીક્ષા મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અને તેની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ગેસ પુરવઠાને લઈને ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ બેઠકને મહત્વ આપવામાં આવી રહ્યું છે. પુરવઠા મંત્રી તેમજ પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે આ બેઠકમાં રાજ્યના પુરવઠા મંત્રી તેમજ પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. ઉપરાંત ગેસ પુરવઠા અને વિતરણ સાથે જોડાયેલા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે. સૂત્રો મુજબ ગેસ પુરવઠાની વ્યવસ્થા વધુ સુચારૂ બનાવવી અને આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલી ન ઉભી થાય તે માટે ચર્ચા કરવામાં આવશે. રમણ સોલંકી પણ બેઠકમાં રહેશે હાજર બેઠકમાં રમણ સોલંકી પણ હાજર રહેશે, જ્યારે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ બેઠકમાં જોડાશે. રાજ્યમાં ગેસ પુરવઠા સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી શક્યતા છે. પ્રશાસનમાં ચહલપહલ જોવા મળી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકને લઈને પ્રશાસનમાં ચહલપહલ જોવા મળી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ગેસ પુરવઠા અંગે મહત્વપૂર્ણ નિર્ણય અથવા માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો---      Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward
Rajkot News: રફતારનો કહેર, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને ઉડાવ્યો
calendar_today March 13, 2026

Rajkot News: રફતારનો કહેર, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને ઉડાવ્યો

રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ ગતિએ દોડતા વાહનોએ નિર્દોષનો ભોગ લીધો છે. શહેરમાં પૂરપાટ ઝડપે દોડતી એક કારે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.ઘટનાની વિગત રાજકોટના વ્યસ્ત માર્ગ પર આજે વહેલી સવારે રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બાઈક સવારને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે, કારની ટક્કર વાગતા જ બાઈક સવાર હવામાં ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. સીસીટીવી ફૂટેજ અને ઇજા આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર અત્યંત સ્પીડમાં હતી અને વળાંક પર બાઈકને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. રાજકોટમાં વારંવાર સર્જાતા આવા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ લિમિટના નિયમોનું કડક પાલન કરાવવાની માગ ઉઠી છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Gondalના દેરડી(કુંભાજી) ગામે ડિમોલિશન હાથ ધરાયું કાચા પાકા દબાણો જમીનદોસ્ત કરાયા

Read Full Story arrow_forward