android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી સિંચાઈનું પાણી ચાલુ રખાશે
calendar_today March 13, 2026

Gandhinagar News : 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી સિંચાઈનું પાણી ચાલુ રખાશે

રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે. સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું.ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો.ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી.જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે.રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.આ બાબતે ગત 11 માર્ચ 2026ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે‌. |આ પણ વાંચોઃ Gandhinagar News : વિધાનસભામાં મામુર શબ્દનો અર્થ જાણવા ધારાસભ્યો ગોથે ચડ્યાં, જાણો સરકારે શું આપ્યો જવાબ?

Read Full Story arrow_forward
Vadodara News: વાડી વિસ્તારમાં માનવતા મહેકી, દિવ્યાંગની વહારે આવી ટ્રાફિક બ્રિગેડ યુવતી
calendar_today March 13, 2026

Vadodara News: વાડી વિસ્તારમાં માનવતા મહેકી, દિવ્યાંગની વહારે આવી ટ્રાફિક બ્રિગેડ યુવતી

સંસ્કારી નગરી વડોદરામાં ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના અને માનવતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં ફરજ બજાવતી એક ટ્રાફિક બ્રિગેડની યુવતીએ કાળઝાળ ગરમીમાં એક દિવ્યાંગ યુવકની વ્હીલચેરને ધક્કો મારી બ્રિજ ચડાવવામાં મદદ કરી હતી. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ અભિભૂત થઈ ગયા હતા.દિવ્યાંગની મદદે આવી ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મી વડોદરાના વાડી વિસ્તારમાં ભારે ટ્રાફિક અને કાળઝાળ ગરમી વચ્ચે એક દિવ્યાંગ યુવક પોતાની વ્હીલચેર પર બ્રિજ ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઢાળ વધારે હોવાને કારણે યુવકને વ્હીલચેર ચડાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આ સમયે ત્યાં ફરજ પર તૈનાત ટ્રાફિક બ્રિગેડની એક મહિલા કર્મીની નજર તેના પર પડી હતી. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પોતાની ફરજની સાથે સાથે માનવધર્મને પ્રાધાન્ય આપી આ મહિલા કર્મી તુરંત જ દિવ્યાંગ યુવકની મદદે દોડી ગઈ હતી. ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ થવા છતાં તેણે વ્હીલચેરને પાછળથી ધક્કો મારીને આખો બ્રિજ ચડાવ્યો હતો. આ દ્રશ્ય એટલું પ્રભાવશાળી હતું કે, હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા અને આ કામગીરીને બિરદાવી હતી. લોકોમાં ભારે પ્રશંસા સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થતા લોકો ટ્રાફિક બ્રિગેડની આ મહિલાના કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ માત્ર દંડ વસૂલવા માટે જ નહીં, પરંતુ આવી રીતે જનતાની સેવામાં પણ સદાય તત્પર હોય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે માનવતા હજુ પણ જીવંત છે. આ પણ વાંચો - Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward
Rajkot : સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનાર આશિફ હૈદરાબાદથી ઝડપાયો
calendar_today March 13, 2026

Rajkot : સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનાર આશિફ હૈદરાબાદથી ઝડપાયો

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી વીડિયો બનાવ્યા બાદ હૈદરાબાદ ભાગી ગયો હતો, પરંતુ રાજકોટ સાયબર ક્રાઈમ શાખાની ટીમે ટેક્નિકલ તપાસના આધારે તેને ઝડપી લીધો છે.આશિફે  નાયબ મુખ્યમંત્રીને લઈને અપશબ્દો ભરેલો વીડિયો બનાવ્યો મળતી માહિતી અનુસાર આરોપી આશિફે સોશિયલ મીડિયા પર નાયબ મુખ્યમંત્રીને લઈને અપશબ્દો ભરેલો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાતા રાજકોટ પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી હતી. આશિફ હૈદરાબાદ ભાગી ગયો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીડિયો બનાવ્યા બાદ આરોપી આશિફ હૈદરાબાદ ભાગી ગયો હતો. જોકે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે હૈદરાબાદ થી ઝડપી લીધો આ માહિતીના આધારે પોલીસ ટીમ હૈદરાબાદ પહોંચી હતી અને ત્યાંથી આરોપી આશિફની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસ શરુ પોલીસે જણાવ્યું હતું કે આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે મામલાની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો----    Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward