android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Period Leave: સુપ્રીમ કોર્ટે પેઇડ પિરિયડ લીવની અરજી ફગાવી, જાણો કારણ
calendar_today March 13, 2026

Period Leave: સુપ્રીમ કોર્ટે પેઇડ પિરિયડ લીવની અરજી ફગાવી, જાણો કારણ

સુપ્રીમ કોર્ટે મહિલાઓની પેડ પીરિયડ લીવની અરજી ફગાવી. આજે શુક્રવાર 13 માર્ચના રોજ સુપ્રમી કોર્ટે માસિક સ્રાવની સમસ્યાઓના કારણે મહિલા કર્મચારીઓને રજા આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે જણાવ્યું કે પેડ પીરિયડ લીવથી મહિલાઓને જ નુકસાન થવાની સંભાવના છે. મહિલાઓ માટે જો માસિક સ્રાવની રજા ફરજિયાત બનાવવામાં આવે, તો કોઈ પણ તેમને નોકરી પર રાખવા માંગશે નહીં. આમ,  પેડ પીરિયડ લીવ મહિલાઓના રોજગાર પર અસર કરી શકે છે.આ પ્રકારની અરજીઓ સમાજમાં ભય ફેલાવે છે, CJI કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારે સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તે તમામ સંબંધિત સરકારો અને સંસ્થાઓ સાથે આ અંગે ચર્ચા કરી શકે છે અને કેટલીક વ્યવસ્થા કરી શકે છે. લાઈવ લોના અહેવાલ મુજબ, મહિલાઓની પેડ પીરિયડ લીવ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. CJI સૂર્યકાંતે કહ્યું કે આ પ્રકારની અરજીઓ સમાજમાં ભય ફેલાવે છે. આ અરજીઓ મહિલાઓને નબળા તરીકે દર્શાવે છે. તેમજ માસિક સ્રાવ સમયે તેમની સાથે ખરાબ ઘટના થાય છે તેવું દર્શાવે છે.કેરળમાં મહિલાઓને પેડ લીવ આપવાની શરૂઆત કેસની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે અરજદારને કહ્યું, "તમને ખબર નથી કે આ બાબત કાર્યસ્થળમાં મહિલાઓના વિકાસ અને પરિપક્વતા અંગે કેવા પ્રકારની માનસિકતા છે તે દર્શાવે છે. ત્યારે અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે દલીલ કરી કે કેરળ સરકાર દ્વારા શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. અને ફકત શાળા જ નહીં ઘણી ખાનગી કંપનીઓ પણ સ્વેચ્છાએ આવું કરી રહી છે.સંસ્થાઓ મહિલાઓને પેડ લીવ આપે તે સારી બાબત આ દલીલનો જવાબ આપતા, સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, "જો કોઈ કંપની સ્વેચ્છાએ આ કરી રહી છે, તો તે ખૂબ સારી વાત છે. પરંતુ જો તમે તેને કાયદામાં સમાવીને ફરજિયાત બનાવશો, તો કોઈ પણ મહિલાઓને નોકરી પર રાખશે નહીં, કોઈ તેમને ન્યાયતંત્રમાં કે સરકારી નોકરીઓમાં નોકરી આપશે નહીં. તેમની કારકિર્દી ખતમ થઈ જશે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ અરજી પર ટિપ્પણી કરતા કહ્યું, "આ એક સારો વિચાર છે, પરંતુ જે નોકરીદાતાઓને પેઇડ રજા આપવાનું કહેવામાં આવશે તેમને ધ્યાનમાં લો.પેડ લીવ બાબતે વહીવટીતંત્રને કરી રજૂઆતસુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજદારે વહીવટીતંત્રને રજૂઆત રજૂ કરી છે અને જરૂરી બધું કર્યું છે. અરજદારને આદેશના રિટ માટે કોર્ટમાં પાછા ફરવાની જરૂર નથી. કોર્ટે જણાવ્યું હતું કે, "અમે અધિકારીઓને રજૂઆત પર વિચાર કરવા અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ડ્રાફ્ટ નીતિ વિકસાવવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નીતિ વિષયક બાબત છે, તેથી કેન્દ્ર સરકારે આ અંગે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ફરજિયાત રજા આપવાથી એમ્પ્લોયર્સ મહિલાઓને કામ પર લેવાનું ટાળી શકે છે.આ પણ વાંચો : LPG Crisis : અફવા પર ધ્યાન ન આપો, દેશમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન

Read Full Story arrow_forward
Iran Israel War: મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ચોથી વખત ઇરાન સાથે વિદેશમંત્રીએ કરી વાતચીત
calendar_today March 13, 2026

Iran Israel War: મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ચોથી વખત ઇરાન સાથે વિદેશમંત્રીએ કરી વાતચીત

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ફાટી નીકળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ ચોથી વાતચીત હતી. જયશંકર અને અરાઘચી વચ્ચેની આ ચર્ચા એવા સમયે થઈ જ્યારે નવી દિલ્હી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 28 વેપારી જહાજોને સુરક્ષિત રીતે પસાર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા કટોકટી શરૂ થયા પછી ચોથી વાતચીત ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ગઈકાલે રાત્રે ટેલિફોન પર વાતચીત થઈ હતી. જયશંકરે અગાઉ 28 ફેબ્રુઆરીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની યુએસ હુમલામાં હત્યા થયા બાદ અરાઘચી સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંકટ વચ્ચે બંને નેતાઓએ 5 માર્ચે અને ફરીથી 10 માર્ચે પણ ચર્ચા કરી હતી. ગુરુવારે રાત્રે થયેલી વાતચીત છેલ્લા 15 દિવસમાં ચોથી વખત બંને વચ્ચે વાતચીત થઈ હતી. ભારતીય ધ્વજ વાળા જહાજને નહી રોકે ઇરાન વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કેગઈકાલે રાત્રે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે ફરી એક વાતચીત થઈ. આ ચર્ચામાં દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિપિંગ લેન દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સાથે સંઘર્ષ વધવાને કારણે તેહરાને આ માર્ગને આંશિક રીતે અવરોધિત કર્યો છે, જે પરિસ્થિતિએ વૈશ્વિક ઉર્જા સંકટને જન્મ આપ્યો છે. જોકે ગુરુવારે સારા સમાચાર આવ્યા કારણ કે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચ્યું. આ ભારતના રાજદ્વારી પ્રયાસોની સફળતાને આભારી છે. ઈરાને શું જાહેર કર્યું નિવેદન ? ઈરાન દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે અરાઘચીએ તેમના ભારતીય સમકક્ષને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓથી ઊભી થયેલી પરિસ્થિતિ તેમજ પ્રદેશ અને વિશ્વની સ્થિરતા અને સુરક્ષા માટે આ પગલાંના પરિણામો વિશે માહિતી આપી હતી. ઈરાની વિદેશ મંત્રીએ જયશંકર પર ભાર મૂક્યો કે તેહરાન સ્વ-બચાવના તેના કાયદેસર અધિકારનો ઉપયોગ કરવા માટે દૃઢ સંકલ્પ કરે છે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે અરાઘચીએ ઈરાન સામે લશ્કરી આક્રમણની નિંદા કરવા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મંચો અને સંગઠનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો આજે પ્રદેશ અને વિશ્વમાં સ્થિરતા અને સુરક્ષાને ટેકો આપવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

Read Full Story arrow_forward
Vadodara: મકરપુરા GIDC માં બે લાખની ચીલઝડપ, ભેજાબાજો ફરાર
calendar_today March 13, 2026

Vadodara: મકરપુરા GIDC માં બે લાખની ચીલઝડપ, ભેજાબાજો ફરાર

વડોદરા શહેરમાં ચીલઝડપની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં એક યુવક પાસેથી ભેજાબાજોએ ચતુરાઈથી બે લાખ રૂપિયા લઇ ફરાર થઈ જતા હલચલ મચી ગઈ છે.યુવક 2 લાખ બેંકમાં ડિપોઝીટ કરવા આવ્યો માહિતી અનુસાર, એક યુવક બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી બેંકમાં આવ્યો હતો ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ યુવકને રોકી વાતોમાં ફસાવ્યો હતો. બે લાખ રૂપિયા સીફતપૂર્વક લઈ આરોપીઓ ફરાર ભેજાબાજોએ યુવક સાથે વિશ્વાસભરી વાતચીત શરૂ કરી અને વાતોમાં તેને ભટકાવ્યો. ત્યારબાદ તક મળતા જ યુવક પાસે રહેલા અંદાજે બે લાખ રૂપિયા સીફતપૂર્વક લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ટીમ પહોંચી ઘટના બાદ તેણે તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે શોધખોળ પોલીસે આસપાસના CCTV કેમેરાની તપાસ શરૂ કરી છે તેમજ શંકાસ્પદ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પૂર્વ આયોજન સાથે કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો----    Aravalli: પોલીસની પકડમાંથી ભાગવા જતા આરોપી પર ફાયરિંગ, ખભામાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ

Read Full Story arrow_forward