android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: પશ્ચિમી વિક્ષેપ ગરમીથી રાહત આપશે, બે દિવસ પછી રાજ્યમાં તાપમાન ઘટશે
calendar_today March 11, 2026

Gujarat Weather: પશ્ચિમી વિક્ષેપ ગરમીથી રાહત આપશે, બે દિવસ પછી રાજ્યમાં તાપમાન ઘટશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માર્ચ મહિનામાં જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે વર્ષ 2026ના માર્ચમાં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ હિટવેવની અસર રહેશે. લોકોએ રાત્રે પણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રાત્રે વોર્મ નાઈટની અસર વર્તાશે. કેન્દ્રીય હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ કેન્દ્રીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,ગુજરાતને હજુ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. પશ્ચિમ ગુજરાત માટે આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે. લઘુતમ તાપમાન પણ ઊંચુ રહેશે. દિવસ અને રાત્રી બંને સમયનું તાપમાન વધશે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં રાહત મળશે. આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, મહેસાણા,સાબરકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે રાજકોટમાં પણ ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આ પણ વાંચોઃ Gujarat Weather Update : સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર, રાત્રે પણ કાળઝાળ ગરમીની અસર વર્તાશે

Read Full Story arrow_forward
Dang News: હીટવેવનો હાહાકાર, વઘઈ અને આહવામાં ભયંકર ગરમી, હીટવેવથી પ્રભાવિત થયું જનજીવન
calendar_today March 11, 2026

Dang News: હીટવેવનો હાહાકાર, વઘઈ અને આહવામાં ભયંકર ગરમી, હીટવેવથી પ્રભાવિત થયું જનજીવન

સામાન્ય રીતે પહાડોની ઠંડક અને હરિયાળી માટે જાણીતો ડાંગ જિલ્લો હાલ અસહ્ય ગરમીની ચપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણના આકરા મિજાજને કારણે સમગ્ર જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સ્થાનિકો અને પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો ડાંગના વિવિધ વિસ્તારોમાં તાપમાનના આંકડા ચોંકાવનારા છે. ડાંગ જિલ્લા મથક આહવામાં તાપમાન 40°C સુધી પહોંચી ગયું છે, જ્યારે વઘઈમાં 39°C અને સુબીર પંથકમાં 38°C નોંધાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, જે પોતાની ઠંડક માટે વિખ્યાત છે, ત્યાં પણ પારો 38°C સુધી પહોંચતા પ્રવાસીઓ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે. બપોરે રસ્તાઓ પર સન્નાટો આકરી ગરમી અને લૂના કારણે બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન રસ્તાઓ અને બજારોમાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. લોકો અનિવાર્ય કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. ખેત મજૂરો અને ખુલ્લામાં કામ કરતા શ્રમિકો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે. આરોગ્ય વિભાગની એડવાઈઝરી વધતા જતાં તાપમાનને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બપોરના સમયે સીધા તડકામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જો તાપમાનમાં હજુ વધારો થશે, તો હીટસ્ટ્રોકના કેસો વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ પણ વાંચો - Dang: 'પૈસા ડબલ' કરવાની લાલચ ભારે પડી, 15.40 લાખની છેતરપિંડી કરનાર ઠગ એજન્ટ ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar : સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, વલાદ ગામમાં રસ્તો બનાવવાની તાબડતોબ કામગીરી શરૂ
calendar_today March 11, 2026

Gandhinagar : સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, વલાદ ગામમાં રસ્તો બનાવવાની તાબડતોબ કામગીરી શરૂ

ગાંધીનગર જિલ્લાના વલાદ ગામમાં એક મહત્વપૂર્ણ સમસ્યાને લઇ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને ગામમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સાબરમતીની કોતરમાં રઝળ્યા હતા ડાઘુઓ માહિતી મુજબ વલાદ ગામમાં દફન વિધી કરવા જવા માટે યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તાજેતરમાં ઊબડખાબડ અને ખરાબ રસ્તાના કારણે મૃતદેહ લઈ જતી યાત્રા ભટકી ગઈ હતી. આ દરમિયાન અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો સાબરમતીના કોતરમાં લાંબા સમય સુધી રઝળ્યા હતા. દફનવિધિમાં પણ વિલંબ થયો અંતિમવિધિ માટે સ્મશાન સુધી પહોંચવાનો યોગ્ય રસ્તો ન હોવાના કારણે દફનવિધિમાં પણ વિલંબ થયો હતો. સંદેશ ન્યૂઝનો અહેવાલ પ્રસારિત થયા બાદ સ્થાનિક તંત્ર અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગામમાં સ્મશાન તરફ જતા રસ્તાને સુધારવા માટે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્મશાન માટે સત્તાવાર રીતે જમીન ફાળવવાની પ્રક્રિયા પણ શરૂ સાથે સાથે ગામમાં સ્મશાન માટે સત્તાવાર રીતે જમીન ફાળવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ માટે ગામ પંચાયત દ્વારા સંબંધિત વિભાગને દરખાસ્ત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પણ વાંચો----     Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

Read Full Story arrow_forward