android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: બરોડા ડેરીમાં નોકરીની લાલચ આપી 39 લાખની ઠગાઈ કરનાર ગણેશ રાઠવા 7 મહિને ઝડપાયો
calendar_today March 11, 2026

Vadodara News: બરોડા ડેરીમાં નોકરીની લાલચ આપી 39 લાખની ઠગાઈ કરનાર ગણેશ રાઠવા 7 મહિને ઝડપાયો

બેરોજગાર યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવી છેતરપિંડી આચરતા તત્વો સામે વડોદરા SOG એ લાલ આંખ કરી છે. બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા અને છેલ્લા 7 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી ગણેશ રાઠવાની ધરપકડ કરી લેવામાં આવી છે.નકલી જોઈનિંગ લેટર આપી આચરતો ઠગાઈ આરોપી ગણેશ રાઠવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. તે યુવાનોને બરોડા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી નોકરી અપાવવાનો વિશ્વાસ આપતો હતો. વિશ્વાસ જીતવા માટે તે ઉમેદવારોને ડેરીના નકલી જોઈનિંગ લેટર પણ પધરાવી દેતો હતો. આ લાલચમાં ફસાઈને અનેક યુવાનોએ પોતાની જિંદગીની મૂડી તેને સોંપી દીધી હતી. 39 લાખની અધધ છેતરપિંડી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ અલગ-અલગ યુવાનો પાસેથી કુલ 39 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. પૈસા આપ્યા બાદ જ્યારે યુવાનો ડેરીમાં નોકરી માટે પહોંચતા ત્યારે તેમને ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વડોદરા એસઓજીએ જેલ ભેગો કર્યો વડોદરા એસઓજીની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 મહિનાથી નાસતા ફરતા ગણેશ રાઠવાને દબોચી લીધો છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ ધરપકડથી છેતરાયેલા યુવાનોમાં ન્યાયની આશા જાગી છે. આ પણ વાંચો - Vadodara : કારેલીબાગમાં થોડા સમય પહેલા જ બનાવાયેલા રસ્તામાં મોટો ભુવો પડ્યો, તંત્રની કામગીરી સામે સવાલ

Read Full Story arrow_forward
No Confidence Motion : સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષના હોબાળા વચ્ચે થયું મતદાન
calendar_today March 11, 2026

No Confidence Motion : સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષના હોબાળા વચ્ચે થયું મતદાન

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવી દેવામાં આવ્યો છે. વિપક્ષે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લોકસભામાં બે દિવસ સુધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પીકરનો બચાવ કર્યો અને વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા, જેના કારણે આખરે ધ્વનિ મતથી પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો. આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યા બાદ ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે યથાવત રહેશે.અમિત શાહે સ્પીકરની ભૂમિકાનો બચાવ કર્યો આ પ્રસ્તાવ કોંગ્રેસ પક્ષના મોહમ્મદ જાવેદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઘણા વિપક્ષી સાંસદોએ ટેકો આપ્યો હતો. પ્રસ્તાવના સમર્થનમાં વિપક્ષી સાંસદોએ સ્પીકર પર વિપક્ષી પક્ષના નેતાઓ પ્રત્યે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, NDA નેતાઓએ આનો સખત ઇનકાર કર્યો હતો. ચર્ચામાં ભાગ લેતા અમિત શાહે કહ્યું કે ગૃહનું કામકાજ પરસ્પર વિશ્વાસ અને નિયમોનું પાલન પર આધારિત છે. તેમણે કહ્યું કે સ્પીકરની જવાબદારી ગૃહના તટસ્થ રક્ષક તરીકે કાર્ય કરવાની છે. તેમણે કહ્યું, "આ ગૃહના સ્થાપિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને તેની કાર્યવાહી પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. અધ્યક્ષ એક તટસ્થ રક્ષક તરીકે કાર્ય કરે છે, જે શાસક પક્ષ અને વિપક્ષ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકસભાએ સત્ર કેવી રીતે ચલાવવું જોઈએ તે અંગે અધ્યક્ષને માર્ગદર્શન આપવા માટે ચોક્કસ નિયમો સ્થાપિત કર્યા છે. આ ગૃહ કોઈ બજાર નથી, સભ્યો પાસેથી તેના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર બોલવાની અને ભાગ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે." વિપક્ષે સ્પીકર પર ભેદભાવનો આરોપ લગાવ્યો જોકે, વિપક્ષી સભ્યોએ દલીલ કરી હતી કે સંસદમાં અસંમતિ માટે ઘટતી જગ્યા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આરજેડી સાંસદ અભય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે વિપક્ષી સભ્યોને ઘણીવાર એવું લાગતું હતું કે તેમને અધ્યક્ષ તરફથી પૂરતું રક્ષણ મળી રહ્યું નથી. તેમણે કહ્યું, "મને એ કહેતા દુઃખ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી અધ્યક્ષ ગૃહની સ્વતંત્રતાનું નહીં પરંતુ શાસક પક્ષના જુલમનું પ્રતીક બની ગયા છે." આ પણ વાંચો : Suryakumar Yadav અને શિવમ દુબે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા, T20 વર્લ્ડકપ જીતવા બદલ મળ્યું સન્માન

Read Full Story arrow_forward
LPG Crisis: એલપીજીની અછત વચ્ચે ભારત પહોંચ્યુ ગેસનું મોટું શિપમેન્ટ, વૈશ્વિક સંકટમાં લેવાયા ખાસ પગલાં
calendar_today March 11, 2026

LPG Crisis: એલપીજીની અછત વચ્ચે ભારત પહોંચ્યુ ગેસનું મોટું શિપમેન્ટ, વૈશ્વિક સંકટમાં લેવાયા ખાસ પગલાં

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 75% ક્રૂડ ઓઇલ હવે હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય માર્ગો દ્વારા આવી રહ્યું છે. વિવિધ દેશોમાંથી ક્રૂડ ઓઇલની ખરીદી દેશમાં LPGની અછત વચ્ચે સરકારે મહત્વપૂર્ણ માહિતી જાહેરાત કરી છે. ગેસની અછતની આશંકા વચ્ચે સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, LNGના બે કાર્ગો દેશમાં આવી રહ્યા છે. પેટ્રોલિયમ અને માનવ સંસાધન મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઇલનો પુરવઠો સુરક્ષિત રહે છે. વર્તમાન વોલ્યુમ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સામાન્ય રીતે આવતા જથ્થા કરતા વધારે છે. OMCsએ વિવિધ દેશોમાંથી ક્રૂડ ઓઇલના વિવિધ કાર્ગો પ્રાપ્ત કર્યાની માહિતી આપી છે. બુકિંગને લગતી અંધાધૂંધી દેશમાં LPG બુકિંગને લગતી અંધાધૂંધી સર્જાઇ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘરેલુ LPG માટે અમારી સામાન્ય ડિલિવરી પ્રક્રિયા અઢી દિવસની છે. ગ્રાહકોએ સિલિન્ડર બુક કરાવવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. સરકાર સતત ઉર્જા પુરવઠા પર નજર રાખી રહી છે અને વૈશ્વિક કટોકટી વચ્ચે ખાસ પગલાં લઈ રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે અમારી રિફાઇનરીઓ તેમની મહત્તમ ક્ષમતા પર કાર્યરત છે. કેટલીક 100%થી વધુ છે. કુલ ગેસ વપરાશ દરરોજ 189 મિલિયન સેમી છે. જેમાંથી 97.5 મિલિયન સેમી પ્રતિ દિવસ સ્થાનિક રીતે ઉત્પાદિત થાય છે અને બાકીનો આયાત કરાય છે. LPG ઉત્પાદનમાં 25%નો વધારો અધિકારીએ જણાવ્યું હતું કે પુરવઠાને પહોંચી વળવા માટે વૈકલ્પિક માર્ગો દ્વારા ખરીદી ચાલુ છે. અમે અમારી જરૂરિયાતોના 60% આયાત કરીએ છીએ. જેમાં 90% હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. ઉત્પાદન વધારવા માટેના સરકારી પગલાંને પગલે, ઘરેલુ LPG ઉત્પાદનમાં 25% વધારો થયો છે, અને એવું કહેવામાં આવ્યું છે કે આ સ્થાનિક ગ્રાહકોને વિતરિત કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઘરેલુ LPGની કિંમત ₹913 છે. સરકારી હસ્તક્ષેપ વિના, કિંમતો ઘણી વધારે હોત. આ પણ વાંચોઃ વાને વ્હાઇટ હાઉસ પાસે તોડ્યા સુરક્ષા બૈરિકેડ, પોલીસે ડ્રાઇવરની કરી ધરપકડ

Read Full Story arrow_forward