android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : સોલા વિસ્તારમાં કારના શો-રૂમમાં લાગી ભીષણ આગ, 6 કાર બળીને ખાખ
calendar_today March 11, 2026

Ahmedabad : સોલા વિસ્તારમાં કારના શો-રૂમમાં લાગી ભીષણ આગ, 6 કાર બળીને ખાખ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા મંગલદીપ પ્લોટ પાસે કિયા શો રૂમના વર્કશોપમાં આજે અચાનક આગ લાગી. આગની તીવ્રતાના કારણે શો રૂમમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો અને ત્યાં પાર્ક કરેલી 6 કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ.શો રૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આગની ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડનીના 3 ફાયર એન્જિન ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગયા. ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત અને તાત્કાલિક પગલાં લીધા છતાં આગને કાબૂમા લેવા માટે ઘણા કલાકો લાગ્યા. સ્થાનિકોએ જણાવ્યું કે આગની ચેતવણી મળતાં તરત જ શો રૂમમાંથી કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢવામાં આવ્યા. તમામ લોકોને સુરક્ષિત રીતે સ્થળ પરથી બહાર લાવવામાં સફળતા મળી. જોકે, આગના કારણે શો રૂમના વર્કશોપ, પાર્ક કરેલી કાર અને અન્ય માલસામાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયાની પૂરેપૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાખોનું નુકસાન થવાની પૂરેપૂરી આશંકા ફાયર વિભાગ દ્વારા આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ વર્કશોપમાં વાયરિંગ અથવા મકાનના ઈલેક્ટ્રિકલ તંત્રમાં ખોટ અથવા શોર્ટ સર્કિટથી લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે. પોલીસ અને ફાયર વિભાગે સંયુક્ત તપાસ ચાલુ રાખી છે અને નજીકની દુકાનો અને રહેઠાણોને પણ બચાવવા માટે પ્રાથમિક પગલાં લીધા છે. આ ઘટના શહેરમાં વાહન અને વ્યવસાય સંલગ્ન જગ્યોમાં સુરક્ષા વધારવાની જરૂરિયાત ફરીથી ઊભી કરે છે. આ પણ વાંચો : Heatwave Alert: સાવધાન! બપોરે 1 થી 5 બહાર ન નીકળવા તંત્રની કડક સૂચના, આ જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ

Read Full Story arrow_forward
Banaskantha News: અમીરગઢમાં સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો, બિલ ભર્યા છતાં વીજળી ગુલ થતા હોબાળો
calendar_today March 11, 2026

Banaskantha News: અમીરગઢમાં સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો, બિલ ભર્યા છતાં વીજળી ગુલ થતા હોબાળો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. ટેક્નોલોજીના નામે લગાવવામાં આવેલા આ મીટરો હવે લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બિલ ભર્યું હોવા છતાં વીજળી કપાઈ અમીરગઢના રહીશોનો આક્ષેપ છે કે, તેઓએ નિયત સમયે વીજ બિલ ભરી દીધું હોવા છતાં, ઓનલાઇન સિસ્ટમમાં ખામીને કારણે સ્માર્ટ મીટરે આપોઆપ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ જતાં લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગ્રાહકોના જણાવ્યા મુજબ, સ્માર્ટ મીટરની ઓનલાઇન સિસ્ટમ અપડેટ ન થવાને કારણે પ્રામાણિક ગ્રાહકોએ પણ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. વીજ કર્મીઓનો લેવાયો ઉધડો આ દરમિયાન જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ બાકી બિલની ઉઘરાણી માટે અમીરગઢ પહોંચ્યા ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ વીજ કર્મીઓને ઘેરી લીધા હતા અને તેમનો ઉધડો લીધો હતો. વાત આટલેથી ન અટકતા, વીજ બિલના મુદ્દે લોકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોમાં વ્યાપક રોષ સ્થાનિકોની માગ છે કે, સ્માર્ટ મીટરની આ ખામીયુક્ત સિસ્ટમ તાત્કાલિક સુધારવામાં આવે અથવા તેને હટાવી દેવામાં આવે. વારંવાર સર્જાતી ટેકનિકલ સમસ્યાઓ અને વીજ કંપનીની જોહુકમી સામે હવે અમીરગઢના લોકો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે. આ પણ વાંચો - Vav Tharad : રાછેણા ગામના 2 પરિવારની અનોખી સમસ્યા, ફિંગરપ્રિન્ટ ન આવતા સરકારી યોજનાઓના લાભથી વંચિત

Read Full Story arrow_forward
Banaskantha : દિયોદર હાઈવે પર ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે સિમ્બોલ વગરના 775 કટ્ટા સીઝ કર્યા
calendar_today March 11, 2026

Banaskantha : દિયોદર હાઈવે પર ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે સિમ્બોલ વગરના 775 કટ્ટા સીઝ કર્યા

બનાસકાંઠા જિલ્લામાં દિયોદર હાઈવે પર ખાતરનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે કાર્યવાહી કરીને ખાતર ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી.મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો માહિતી મુજબ SOG પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાતર ભરેલી ટ્રકને અટકાવી ચકાસણી કરતા તેમાં મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રક હૈદરાબાદ તરફ જતી હોવાનું જાણવા મળ્યું છે. સિમ્બોલ વગરના કુલ 775 કટ્ટા ખાતર મળી આવ્યા પોલીસે ટ્રકને હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી સિમ્બોલ વગરના કુલ 775 કટ્ટા ખાતર મળી આવ્યા હતા. સિમ્બોલ વગરનો ખાતરનો જથ્થો મળી આવતા શંકા ઊભી થઈ હતી. ખેતીવાડી વિભાગના અધિકારીઓને જાણ કરાઇ આ ઘટનાની જાણ થતાં ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ ખાતરનો જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પણ વાંચો----    વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Read Full Story arrow_forward