android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: સુરત અને વડોદરામાં LPGનું ઓનલાઈન બુકિંગ બંધ, ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો લાગી
calendar_today March 11, 2026

Gujarat News: સુરત અને વડોદરામાં LPGનું ઓનલાઈન બુકિંગ બંધ, ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો લાગી

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ છે. ગેસ મામલે રાજ્યમાં કેટલાક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગેસ એજન્સી બહાર ગેસ સિલિન્ડર લેવા ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી છે. લાઈનમાં ઉભા છે તે બધાને ગેસ મળવાનો છે વડોદરામાં ગેસ મામલે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ગેસ એજન્સીની બહાર ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી છે. એલપીજી સિલિન્ડર લેવા માટે લોકોની લાઈનો લાગી છે. ગ્રાહકોનું કહેવું છે કે, અમે સ્ટોક કરવા માટે નથી આવ્યા. અહીં સવારથી 10 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ. ગેસ એજન્સીના સંચાલકે કહ્યું હતું કે, ચિંતાનો કોઈ વિષય નથી ઓનલાઈન સર્વરમાં ખામી સર્જાઈ હતી. પેનિક ફેલાતા અમે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક છે. જેટલા લાઈનમાં ઉભા છે તે બધાને ગેસ મળવાનો છે. ગેસનો પુરવઠો મળી રહે તેવી લોકોએ માગ કરી સુરતમાં પણ લોકોની ચિંતામાં વધારો થયો છે. ઓનલાઈન ગેસ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. ગેસ એજન્સી પર લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ગેસની બોટલ નહીં મળે તેવી ચિંતા છે. ગેસની બોટલનું ઓનલાઈન બુકિંગ પણ થતુ નહીં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. સરકારે બુકિંગની તારીખોમાં પણ ફેરફાર કરતાં લોકોમાં ચિંતા વધી છે. ગેસનો પુરવઠો મળી રહે તેવી લોકોએ માગ કરી છે. આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના સરદારનગરમાં લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, વૃદ્ધાની હત્યા કરી આરોપીઓ થયા હતા ફરાર
calendar_today March 11, 2026

Ahmedabad News : અમદાવાદના સરદારનગરમાં લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, વૃદ્ધાની હત્યા કરી આરોપીઓ થયા હતા ફરાર

સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ૧૧૧૯૧૦૪૦૨૬૦૫૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૩૩૧(૮), ૩૧૧ મુજબના ફરીયાદી હિતેન્દ્રભાઈ સ/ઓ રસિકભાઈ જાતે-બજરંગે ઉ.વ. ૪૧, ધંધો-વકીલાત રહે-બી/૩૫, શીયાપીયા રેસ્ટોરેન્ટ ની બાજુમાં, બી વોર્ડ, કુબેરનગર, છારાનગરે ફરિયાદ નોંધાવી હતી. હત્યા કરી સોનાની લૂંટ કરી હતી તા.૦૩/૦૩/૨૦૨૬ ના કલાક ૨૩/૩૦ થી તારીખ-૦૪/૦૩/૨૦૨૬ ના કલાક ૦૩/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ મરણજનાર નામે ભારતીબેન રસીકભાઇ બજરંગે ઉ.વ.૬૫ રહે- શંકર ભગવાનના મંદીર પાસે, ફ્રિ કોલોની, છારાનગર, કુબેરનગર, અમદાવાદ શહેર નાઓના મકાનમાં પ્રવેશ કરી લુંટ કરવાના ઈરાદે મરણજનારના હાથ પગ બાંધી મોત નિપજાવી મરણ જનારનાએ પહેરેલ સોનાની ચેઇન તથા કાનની બુટ્ટી આશરે દોઢ તોલા વજનની કિ.રૂ.૧,૫૦,૦૦૦/ તથા રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૫૦,૦૦૦/- ની લુંટ કરી ભાગી જઇ ગુનો કરેલ હોય જે અંગેની ફરીયાદીની ફરીયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સદર ગુનાના કામે ગુનાવાળી જગ્યાની આસપાસના સી.સી.ટી.વી.ફુટેજ તથા શંકમદના મોબાઈલ નંબરની માહિતીનુ એનાલિલીસ કરતાં આરોપીઓ મુળ ઉત્તરપ્રદેશના હોવાનું માલુમ પડેલ જેથી તાત્કાલીક બે અલગ અલગ ટીમને ઉત્તરપ્રદેશ ખાતે મોકલી આપેલ જે બાદ આરોપીઓના મોબાઈલ એનાલીસીસ આધારે તથા હ્યુમન રિસોરસીસ આધારે આરોપીઓનો મુવમેન્ટ વિસ્તાર નક્કી કરીને તારીખ-૦૮/૦૩/૨૦૨૬ નારોજ ઉત્તરપ્રદેશના રાજયના ઇટા જીલ્લાના જલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી નં-૧ સલમાન ઉર્ફે લલ્લા S/O નન્ને છીદ્દા જાતે અલ્વીસૈયદ ઉ.વ.૨૬ રહે. નપીનો કંપનીનીમાં, ભીવાડી, રાજસ્થાન મુળ વતન ગલી નંબર-૦૫, જીન કી મંડી, ગરીબનગર, થાના છત્તા, આગ્રા, ઉત્તરપ્રદેશ તથા સોતરા જીલ્લા રસુલાબાદ યુ.પી. નાઓને રાઉન્ડ અપ કરીને અત્રેના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર ગુનાના કામે તા.૧૧/૦૩/૨૦૨૬ ના કલાક ૦૩/00 અરેસ્ટ કરેલ છે. આરોપીઓના નામ સરનામા 01- સલમાન ઉર્ફે લલ્લા S/O નન્ને છીદ્દા જાતે અલ્વીસૈયદ ઉ.વ.૨૬ રહે. નપીનો કંપનીનીમાં, ભીવાડી, રાજસ્થાન મુળ વતન ગલી નંબર-૦૫, જીન કી મંડી, ગરીબનગર, થાના છત્તા, આગ્રા, ઉત્તરપ્રદેશ તથા સોતરા જીલ્લા રસુલાબાદ યુ.પી.02- સોનુસીંગ સ/ઓ આતીશસીંગ જાતે સીકરવાર ઉ.વ.૨૦ હાલ રહે. વિમલની ચાલી, ફ્રી કોલોની, છારાનગર, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર મુળ વતન ગામ કોબારા કલાન થાના ડોકી જિ.ફતેહાબાદ આગ્રા ઉત્તરપ્રદેશ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપીનં-૦૧ નો ગુનાહીત ઈતિહાસ (૧) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0656/2017 ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭ મુજબ (૨) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0662/2017 ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૧૧ મુજબ (૩) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0673/2017 ઇ.પી.કો. કલમ ૩૦૭ મુજબ (૪) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 674/2017 આર્મસ એકટ કલમ ૨૫, ૩ મુજબ (૫) કોતવાલી પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0064/2019 ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ આ પણ વાંચો : Railway News : ભાવનગર રેલવે મંડળમાં હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર લગાવાયું, સંભવિત ટેકનિકલ ખામીનો સમયસર ઉકેલ મળી શકશે

Read Full Story arrow_forward
Gujarat Weather Update: અંબાલાલ પટેલની આગાહી, 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા
calendar_today March 11, 2026

Gujarat Weather Update: અંબાલાલ પટેલની આગાહી, 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 14થી 18 માર્ચ સુધી પશ્ચિમિ વિક્ષેપ આવશે. 18થી 25 માર્ચ સુધી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ધીમે ધીમે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ હતું કે, 18થી 25 માર્ચ સુધી ઈરાન અને ઈરાકમાં વરસાદ થશે જેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા છે. ભારે પવનના કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે. કચ્છ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોથી લઈને રાજસ્થાન થઈને ગુજરાત સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભારતમાં દક્ષિણ, પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે અને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.જૂનાગઢ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, બીજી તરફ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહી શકે છે, તો આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે

Read Full Story arrow_forward