android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: મધુર ડેરીમાં દૂધ લેવાનો ઇન્કાર કરતા પશુપાલકો લાલઘૂમ, ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા
calendar_today March 11, 2026

Gandhinagar News: મધુર ડેરીમાં દૂધ લેવાનો ઇન્કાર કરતા પશુપાલકો લાલઘૂમ, ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા

ગાંધીનગરના દહેગામમાં દૂધના ભાવ અને ડેરી સંઘો વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે.અમદાવાદ જિલ્લા ડેરી સંઘ અને પશુપાલકો વચ્ચેનો ગજગ્રાહ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે.ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર મુકાયેલા પ્રતિબંધને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.દહેગામમાં પશુપાલકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે.ગઈકાલે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ આજે સવારે પશુપાલકોના ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે મોરચો પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે મોરચો માંડ્યો છે. વિરોધના પ્રતીક રૂપે પશુપાલકોએ રસ્તા પર દૂધના કેન ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.નહેરુ ચોકડીથી દૂધ કેન્દ્ર સુધી રેલી કાઢવામાં આવી હતી.પશુપાલકો દૂધ કેન્દ્રને તાળાબંધી કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા હતા.પરંતુ પોલીસની સતર્કતા અને સમજાવટને કારણે મામલો શાંત પડ્યો હતો. આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનશે પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આકાશ ગજવી દીધું હતું. પશુપાલકોનું આ ટોળું ત્યારબાદ દહેગામ મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં ન્યાયની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પશુપાલકો પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી તરફ રવાના થયા છે.પશુપાલકોની ચીમકી છે કે જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે

Read Full Story arrow_forward
Gujarat Police : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ દરમિયાન વધુ 5 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરાયો
calendar_today March 11, 2026

Gujarat Police : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ દરમિયાન વધુ 5 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરાયો

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના એક રેકેટનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથધરી છે. ATSએ 22 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ATSએ અગાઉ નિકુંજ ગઢીયાની ધરપકડ કરી હતી. એલોવેરા પાવડરનું લેબલ લગાવવામાં આવ્યું હતું પાર્સલમાં તેની પૂછપરછ દરમિયાન ચેતન વાવડીયા અને ભૌતિક પદમણીના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ બંનેને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુરતા પુરાવા મળતા બંને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે મુંબઈ એર કાર્ગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ મલેશિયા મોકલવા માટે કુલ 25.05 કિલો પાવડરના છ પાર્સલ મોકલ્યા હતા, જેમાં એલોવેરા પાવડરનું લેબલ લગાવવામાં આવ્યું હતું. આ પદાર્થ મલેશિયામાં પ્રતિબંધિત ગણાય છે પરંતુ ડ્રગ ડિટેક્ટર કિટથી તપાસ કરતાં તેમાંમાંથી 22 કિલો પાવડર એટોમિડેટ હોવાનું બહાર આવ્યું હતું. આ પદાર્થ મલેશિયામાં પ્રતિબંધિત ગણાય છે. મિસડિકલેરેશન અને મિસલેબલિંગ દ્વારા ગેરકાયદે રીતે પાવડર વિદેશમાં મોકલાતો હતો. આરોપી નિકુંજ ગઢિયા દ્વારા એર કાર્ગો માટે મોકલવામાં આવેલ એરેમેક્સ હબમાંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરવામાં આવ્યું હતું જે 2 માર્ચે DSUN કેમિકલ્સ એન્ડ ફાર્મા (જે તેના નામે નોંધાયેલ નથી) દ્વારા મોકલવામાં આવ્યું હતું. તે મુખ્ય કાર્ટેલ સભ્ય ચુઆ ઝી ઝુઆનને મોકલવામાં આવી રહ્યું હતું અને તેને એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યું હતું. આરોપી ચેતન વાવડિયાના નામે નોંધાયેલ રુદ્ર એન્ટરપ્રાઇઝના ઓફિસ પરિસરમાંથી 5 કિલો ઇટોમિડેટ API જપ્ત કરવામાં આવ્યું. કુલ જપ્ત જથ્થો 01-લોજિસ્ટિક્સ હબમાંથી 30 કિલો ઇટોમિડેટ જે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે બાકી છે 02-સુરતમાં ઓફિસ પરિસરમાંથી 5 કિલો એટોમિડેટ 03-થાઇલેન્ડના કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા 15 કિલો જપ્ત આ પણ વાંચો : Banaskantha News : અંબાજી દર્શન હવે વધુ સુલભ બનશે, પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાશે

Read Full Story arrow_forward
Rajya Sabha Today: પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે, રાજ્યસભામાં બોલ્યા રાઘવ ચઢ્ઢા
calendar_today March 11, 2026

Rajya Sabha Today: પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે, રાજ્યસભામાં બોલ્યા રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં સંસદમાં સામાન્ય માણસો સંબંધિત મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ગિગ વર્કર્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી કેન્દ્ર સરકારના નિર્દેશને પગલે 10-મિનિટ ડિલિવરી મોડેલ બંધ કરવામાં આવ્યું હતું.  પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે- રાઘવ ચઢ્ઢા હવે તેમણે ફરી એકવાર જાહેર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે. 28-દિવસનો રિચાર્જ પ્લાન એક કૌભાંડ છે અને તેને બંધ કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, રાજ્યસભાના સાંસદ ચઢ્ઢાએ કહ્યું, "મેં આજે સંસદમાં પ્રીપેડ રિચાર્જ ગ્રાહકોના શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો તમારું રિચાર્જ સમાપ્ત થઈ જાય તો આઉટગોઇંગ કોલ્સ કાપી નાખવામાં આવે છે તે સમજી શકાય તેવું છે, પરંતુ ઇનકમિંગ કોલ્સ કાપી નાખવા સંપૂર્ણપણે મનસ્વી છે. એકવાર તમારું રિચાર્જ સમાપ્ત થઈ જાય, પછી કોઈ તમારો સંપર્ક કરી શકતું નથી, અને તમારા ફોનને OTP જેવા મહત્વપૂર્ણ સંદેશા પ્રાપ્ત થશે નહીં." તેમણે વધુમાં જણાવ્યું હતું કે કટોકટીમાં, વ્યક્તિ લાચાર બની જાય છે.12 મહિના માટે વર્ષમાં 13 વખત રિચાર્જ કેમ કરવું? ટેલિકોમ કંપનીઓની મનમાની પર નિશાન સાધતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતો 28 દિવસનો રિચાર્જ પ્લાન એક કૌભાંડ છે. વર્ષમાં 12 મહિના હોય છે, પરંતુ તેમને 13 વખત (28 દિવસ x 13 વખત = 364 દિવસ) રિચાર્જ કરાવવું પડે છે." તેમણે ઉમેર્યું, "રિચાર્જ પ્લાનની માન્યતા કેલેન્ડર મહિના (3031 દિવસ) પર આધારિત હોવી જોઈએ, કારણ કે 28 દિવસનો પ્લાન મોબાઇલ ફોન હવે લક્ઝરી નથી- રાઘવ ચઢ્ઢા આજના સમયમાં મોબાઇલ ફોનને એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાવતા, AAP સાંસદે કહ્યું કે મોબાઇલ ફોન હવે લક્ઝરી નથી, પરંતુ સામાન્ય નાગરિકની જરૂરિયાત છે. તેથી ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો પ્રત્યે ન્યાયી અને પારદર્શક વલણ જાળવવું જોઈએ. ઇનકમિંગ કોલ્સ કેમ ડિસ્કનેક્ટ થાય છે? સાંસદ ચઢ્ઢા આ પછી, સંસદની બહાર, રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "આજે, મેં ગૃહમાં પ્રીપેડ રિચાર્જનો ઉપયોગ કરતા ગ્રાહકોનો મુદ્દો ઉઠાવ્યો. રિચાર્જની માન્યતા સમાપ્ત થાય ત્યારે આઉટગોઇંગ કોલ્સ બંધ થઈ જાય છે તે સમજી શકાય તેવું છે, પરંતુ તેની સાથે ઇનકમિંગ કોલ્સ બંધ કરવા વાજબી નથી. ટેલિકોમ કંપનીઓ તરફથી આ મનસ્વી વર્તન છે અને તેને બંધ કરવું જોઈએ." તેમણે વધુમાં કહ્યું, "મેં માંગ કરી હતી કે ઇનકમિંગ કોલ્સ ઓછામાં ઓછા એક વર્ષ સુધી સક્ષમ રહે જેથી દેશનો સામાન્ય માણસ સંદેશાવ્યવહારનો પોતાનો અધિકાર છોડી ન દે." રાઇટ ટુ રિકોલ સિસ્ટમ લાવવી જોઇએ- રાઘવ ચઢ્ઢા ગયા મહિને, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાની ચર્ચા કરતી વખતે, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે જેમ મતદારોને મતદાન કરવાનો અધિકાર છે, તેમ તેમને બિન-કાર્યક્ષમતાના કિસ્સામાં જાહેર પ્રતિનિધિને પાછા બોલાવવાનો પણ અધિકાર હોવો જોઈએ. "રાઇટ ટુ રિકોલ" સિસ્ટમ મતદારોને જો કોઈ જાહેર પ્રતિનિધિ કામગીરી કરવામાં નિષ્ફળ જાય તો તેને દૂર કરવાની સત્તા આપશે. ઇ કોમર્સ પ્લેટફોર્મ ડિલિવરી માટે ઉઠાવ્યો હતો મુદ્દો જાન્યુઆરીમાં, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ ડિલિવરી પાર્ટનર્સની દુર્દશાના સમર્થનમાં, તેમનો ગણવેશ પહેરીને એક દિવસ માટે ગિગ વર્કર બન્યા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ, બ્લિંકિટ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને ઝેપ્ટો સહિતની ઘણી ઇન્સ્ટન્ટ કોમર્સ કંપનીઓએ તેમના 10-મિનિટના ડિલિવરી વચનો બંધ કરી દીધા.

Read Full Story arrow_forward