android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં લોન-જોબ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી જેલ હવાલે, આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો
calendar_today March 11, 2026

Surat News : સુરતમાં લોન-જોબ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી જેલ હવાલે, આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો

સુરતમાં લોન અને જોબના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે, ગેંગના માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, આરોપી આંતર રાજ્ય કોલ સેન્ટરનો સૂત્રધાર છે અને તેને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો છે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ગત નવેમ્બર મહિનામાં વેલેન્ટાઇન સિનેમા પાસે સ્વસ્તિક યુનિવર્સલમાં ચાલતા ડમી કોલ સેન્ટરના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ આરોપી નિતેશ ખવાણી ઝડપાયો સુરત સાયબર ક્રાઈમે છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણીને જેલ હવાલે કર્યો છે, સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નવેમ્બર મહિનામાં શહેરના બે પોશ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ ‘સ્વસ્તિક યુનિવર્સલ’ બિલ્ડિંગમાં “Smaex Enterprise Pvt Ltd”ના નામે એક ઓફિસ ચાલતી હતી. પાલનપુર ગામ પાસે ‘રોયલ ટાઇટેનીયમ’ બિલ્ડિંગમાં પણ અન્ય એક ઓફિસ દ્વારા ઠગાઈનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના દહેગામમાં દૂધના ભાવને લઈ પશુપાલકોનો હલ્લાબોલ, મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર પ્રતિબંધ !

Read Full Story arrow_forward
Ahmedabad News : ગરમીમાં હીટવેવને પગલે AMCનો એક્શન પ્લાન તૈયાર, 350 જેટલી જગાઓ પર પાણીની પરબ શરૂ કરાઈ
calendar_today March 11, 2026

Ahmedabad News : ગરમીમાં હીટવેવને પગલે AMCનો એક્શન પ્લાન તૈયાર, 350 જેટલી જગાઓ પર પાણીની પરબ શરૂ કરાઈ

AMTS, BRTS સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ORSની પણ અલગથી વ્યવસ્થા કરાશે જેમાં હોસ્પિટલોમાં અલાયદી વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી છે, AMC દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અમદાવાદમાં વધતી જતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. શહેરીજનોને ગરમીથી રાહત મળે તે માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે મ્યુનિ. દ્વારા એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં ૩૫૦થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમાં દર દોઢ કલાકે “વોટર બેલ' રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આંગણવાડીઓમાં ઓઆરએસ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમજ તમામ એએમટીએસ બસ સ્ટેન્ડ અને બીઆરટીએસ ડેપો પર પીવાના પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ નહી કરવા સૂચના શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઈટો પર જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે નહીં. ઈજનેર વિભાગ દ્વારા અનિવાર્ય સંજોગો સિવાય તમામ સાઈટો પર આ સમયગાળા દરમિયાન કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવશે. ગરમીથી રાહત મળે તે માટે શહેરના તમામ મ્યુનિસિપલ બગીચાઓ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.ગરમીના સમયે શું કરવું તરસ ન લાગી હોય તો પણ પુરતું પાણી પીવું હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા બહાર નીકળતી વખતે ચશ્મા, છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ORSનું સેવન કરવું. ગરમીના સમયે શું ન કરવું 1 બપોરે ૧૨ થી ૪ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવુ વધુ પડતી ગરમીમાં ભારે શારીરિક કામકાજ ન કરવું ચા, કોફી અને કાર્બોનેટેડ પીણાં જેવા ડિહાઇડ્રેશન વધારતા પદાર્થોનું સેવન ન કરવું વાસી ખોરાક અથવા વધુ પ્રોટીનવાળો ખોરાક લેવાનું ટાળવું નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી.  આ પણ વાંચો : Surat News : સુરતમાં લોન-જોબ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી જેલ હવાલે, આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતમાં 1546 નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે, ભરતી અને તાલીમ માટે બજેટમાં માતબર જોગવાઈ
calendar_today March 11, 2026

Gandhinagar News : ગુજરાતમાં 1546 નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે, ભરતી અને તાલીમ માટે બજેટમાં માતબર જોગવાઈ

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના બજેટની કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઈ સામે આ વર્ષે ₹૧૨૪ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને વહીવટી પારદર્શિતા લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. iORA માટે ₹૫ કરોડની જોગવાઈ કરાઈ છે આ અંગે વિવિધ સુધારાઓ અને મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરતાં મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાંથી ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂકે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત વધુ પારદર્શકતા સાથે નાગરિકોના હિતમાં કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે iORA પોર્ટલ થકી ખેડૂત ખરાઈ અને વારસાઈ નોંધ જેવી ૩૯ જેટલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. આ પોર્ટલ સાથે સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇ-ધરાના જોડાણથી હવે બિનખેતીની પરવાનગી મળતાની સાથે જ અરજદારોને સીધા જ ડિજિટલ પ્રોપર્ટીકાર્ડ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. . ATVT અંતર્ગત જનસેવા કેન્દ્રો જેવા પ્રકલ્પ શરૂ કર્યા હતા તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં ૨.૯૦ કરોડથી વધુની આવકના દાખલાની અરજીઓ, ૨.૧૪ કરોડથી વધુની રેશનકાર્ડની વિવિઘ સેવાઓ, ૫૧ લાખથી વધુ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર કાઢવાની અરજીઓ, ૫.૭૩ લાખથી વધુ વિધવા સહાય પ્રમાણપત્રની અરજીઓ, છ લાખથી વધુ સિનિયર સિટિઝન પ્રમાણપત્રની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, અત્યાર સુધીમાં ૧.૯૯ કરોડથી વધુની અન્ય પ્રકારની સેવાઓની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નાગરિકલક્ષી અભિગમ અપનાવીને વહીવટી સુધારા અને 'સરકાર નાગરિકના દ્વારે' જેવા પગલાં લીધા હતા. જે અંતર્ગત, એ.ટી.વી.ટી (ATVT) અંતર્ગત જનસેવા કેન્દ્રો જેવા પ્રકલ્પ શરૂ કર્યા હતા. જેના થકી અત્યાર સુધીમાં 7.98 કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરાયો છે જેમાંથી ૫૦ સેવાઓ 'વન ડે સર્વિસ' હેઠળ ઉપલબ્ધ છે. ઈ-ધરા કેન્દ્રો દ્વારા ૭/૧૨ અને ૮-અ ના રેકોર્ડ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યા છે. એટીવીટી અને ઈ-ધરા માટે ₹૧૩૬ કરોડની જોગવાઈ સૂચવી છે. આ જ પ્રકારે, મહેસૂલ વિભાગની કામગીરીને વેગ આપવા વિવિધ સંવર્ગની ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત, નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની ૪૧૩૩ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. મહેસૂલી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે ₹૪ કરોડ ફાળવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, 'દીનદયાળ મોજણી અને મહેસૂલી વહીવટ સંસ્થા'ને કેન્દ્ર દ્વારા 'સેન્ટર ઓફ એક્સેલન્સ'નો દરજ્જો અપાયો છે. જમીન દફતર ખાતા માટે કુલ ₹243 કરોડ ફાળવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે નવી કલેક્ટર કચેરીઓ, મહેસૂલી ભવન અને ૫૬૦ સ્ટાફ ક્વાર્ટર્સ માટે ₹૫૪૫ કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત, સુરેન્દ્રનગર ખાતે નવી કલેક્ટર કચેરીના ભવન માટે, ખેડા જિલ્લાના મહુધા, મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા, અમરેલી જિલ્લાના લાઠી, આણંદ જિલ્લાના ઉમરેઠ, સુરત શહેરના અબ્રામા ખાતે નવી મહેસૂલી કચેરીઓના બાંધકામ માટે દસ્ક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી કચેરીઓના વિસ્તરણ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ગ્રોથ એન્જિનને ગતિ આપવા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. જમીન દફતર ખાતા માટે કુલ ₹૨૪૩ કરોડ ફાળવ્યા છે. આપત્તિ સમયે મદદ માટે 3500થી વધુ 'આપદા મિત્ર' તૈયાર કરાયા છે મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે, ખેતીની જમીનના વેચાણ નોંધ માટે ૨૫ વર્ષ અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં તેમજ તા. ૮ એપ્રિલ, ૨૦૨૫થી અમુક વિસ્તારોની નવી શરતની જમીનોને જૂની શરતમાં ગણવાનો અને પ્રીમિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. 'સ્વામિત્વ' યોજના હેઠળ ૧૪,૮૦૧ ગામોમાં ડ્રોન દ્વારા માપણી પૂર્ણ થઈ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજયમાં કુદરતી આફત વ્યવસ્થાપન અને સહાયની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ચોમાસુ-૨૦૨૫માં ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારે ₹૧૦,૦૦૦ કરોડનું માતબર પેકેજ જાહેર કર્યું હતું. આગામી વર્ષ માટે SDRF હેઠળ ₹૧૭૧૬ કરોડ અને SDMF હેઠળ ₹૪૨૯ કરોડની જોગવાઈ છે. આપત્તિ સમયે મદદ માટે ૩૫૦૦થી વધુ 'આપદા મિત્ર' તૈયાર કરાયા છે. આપત્તિ સમયે મદદ માટે ૩૫૦૦થી વધુ 'આપદા મિત્ર' તૈયાર કરાયા છેસ્ટેમ્પ અને નોંધણી તંત્ર માટે ₹૧૫૦ કરોડ તથા પંચાયતોને સ્ટેમ્પ ડ્યુટી વળતર માટે ₹૭૦૦ કરોડની જોગવાઈ છે. પાંચ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને ₹૩.૫૦ કરોડના ખર્ચે 'મોડેલ કચેરી' બનાવાશે તેમ મહેસૂલ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. રાજ્યની ૨૯૪માંથી ૨૯૨ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને હવે CCTV કેમેરાના નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવી છે. જેનાથી વહીવટમાં પારદર્શિતા વધશે. આધુનિક સોફ્ટવેર અને હાર્ડવેરને કારણે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા વધુ સરળ અને વેગવાન બનશે. આમ, વિધાનસભા ગૃહમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરવામાં આવેલી મહેસૂલ વિભાગની અનુદાન અંગેની માગણીઓ મંજૂર કરવામાં આવી હતી. આ પણ વાંચો : Ahmedabad News : ગરમીમાં હીટવેવને પગલે AMCનો એક્શન પ્લાન તૈયાર, 350 જેટલી જગાઓ પર પાણીની પરબ શરૂ કરાઈ

Read Full Story arrow_forward