Halvad: હળવદ તાલુકાના કોયબા ગામે પ્રદૂષણ ફેલાવતી ફેકટરી સામે ફોજદારી કાર્યવાહી
હળવદના કોયબા ગામમાં આવેલી ફેક્ટરીમાંથી આજુબાજુના ખુલ્લા ખેતરોમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવાના મામલે સીઆઇડી ક્રાઈમ - ગાંધીનગરની શાખાએ સપાટો બોલાવ્યો છે.સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરના ડીટેક્ટીવ પીએસઆઈ અનિરૂધ્ધ ચતુરદાન ઈશરાણીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, હળવદના કોયબા ગામમાં સર્વે નં.270 પૈકી-02 માં આવેલી કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી આજુબાજુના ખુલ્લા ખેતરો અને જમીનમાં છોડવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં સિલિકાનું ઉત્પાદન થતું હોવાનું માલિકોએ તપાસ દરમિયાન જણાવ્યું હતું. તપાસ દરમિયાન પાણીના નમૂના લઈ એફ્એસએલમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. એફ્એસએલ અધિકારી એમ.એમ.શાહના રિપોર્ટમાં આ પાણીના નમૂનામાં હાઇડ્રોજન અને ક્લોરાઇડના મુક્તમુલકોની હાજરી મળી આવી હતી. આ હાઇડ્રોક્લોરિક એસિડના ઘટકોવાળું ગંદુ પાણી જાહેર જમીન પર છોડવાથી માનવ અને પશુઓની જિંદગી માટે જોખમકારક છે. તેમજ આજુબાજુની જમીનની ફ્ળદ્રુપતા અને પર્યાવરણને નુકશાન થાય તેમ જાણતા હોવા છતાં ફેક્ટરીના માલિકો દ્વારાગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ નીચે મુજબના ત્રણ આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં અલ્પેશભાઈ અંબારામભાઈ વશીયાણી(રહે. લુણસર), સંજયભાઈ અમરશીભાઈ પટેલ(રહે. અજીતગઢ, તા. હળવદ) અને વિજય જસમતભાઈ પટેલ (રહે. જુના દેવળીયા, તા. હળવદ)નો સમાવેશ થાય છે. તેમજ વધુ તપાસ પીઆઈ અશરફ્ખાન યુસુફ્ખાન બલોચ ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward