Lakhtar: પ્રજાપતિ પરિવારના 4 સભ્યો જૈન ધર્મના સંયમ માર્ગે પ્રયાણ કરશે
મુળ લખતરના અને હાલ કચ્છમાં રહેતા પ્રજાપતિ પરિવારના 4 સભ્યો જૈન ધર્મના સંયમ માર્ગે પ્રયાસ કરનાર છે. ત્યારે પ્રજાપતિ જ્ઞાતી દ્વારા મુમુક્ષોઓની વરસીદાન યાત્રાનું આયોજન લખતર ખાતે કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લખતર પંથકના જૈન - જૈનેતરો ઉત્સાહભેર જોડાયા હતા.ઝાલાવાડમાં અનેક શ્રાવક-શ્રાવીકાઓ અસાર સંસારનો ત્યાગ કરી પ્રભુ મહાવીરે દર્શાવેલા સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરતા હોય છે. ત્યારે જૈન ધર્મના રંગે રંગાયેલ પ્રજાપતી પરિવાર આગામી એપ્રીલ માસમાં મુંબઈ ખાતે દીક્ષા લઈ મોક્ષનો માર્ગ અપનાવી રહ્યા છે. મળતી માહીતી મુજબ લખતરમાં કરીયાણાની કરશનભાઈ છગનભાઈ પ્રજાપતી નામે વર્ષોથી પેઢી આવેલી છે. કરશનભાઈના પુત્ર હિંમતભાઈ શિક્ષક હતા. અને તેમના લગ્ન જૈન કુળના વસુબેન સાથે થયા હતા. દંપતી વર્ષોથી કચ્છ જિલ્લામાં સારસ્વત તરીકે ફરજ બજાવતા હતા. અને હાલ બન્ને નીવૃત છે. હિંમતભાઈના પુત્ર વિમલભાઈને જન્મથી જ માતા દ્વારા જૈન ધર્મના સંસ્કારોનું સીંચન થયુ હતુ. તેમના લગ્ન બંસરીબેન સાથે થયા હતા. અને આ દંપતી પણ હાલ જૈન ધર્મ પાળી રહ્યો છે. જયારે તેમના સંતાનો વૃષીબા અને આર્યનને પણ જૈન ધર્મનો રંગ લાગ્યો છે. ત્યારે પરિવારના ચારેય સભ્યોને સંસાર અસાર લાગતો હતો. અને પરિવારના વડિલો પાસે દીક્ષાની ભાવના વ્યકત કરતા પરીવારે સહર્ષ સ્વીકારી લીધી હતી. 2 વર્ષ પહેલા વીમલભાઈ પોતાની બેંકમાં નોકરી છોડી દીધી હતી. અને જૈન ધર્મનો અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં લખતરના પ્રજાપતિ જ્ઞાતી રામજી મંડળ ટ્રસ્ટ દ્વારા ચારેય મુમુક્ષુ 43 વર્ષીય વિમલભાઈ, 39 વર્ષીય બંસરીબેન, 13 વર્ષીય વૃષીકાબેન અને 12 વર્ષીય આર્યનભાઈની વરસીદાન યાત્રાનું માદરે વતન લખતરમાં આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લખતરના જૈન-જૈનેતરો ઉમટી પડયા હતા. આગામી તા. 23-4-26ના રોજ મુંબઈના ઘાટકોપરમાં ગચ્છાધીપતી શ્રીમદ્દ વિજયકલ્પતરૂ સુરીશ્વરજીની નીશ્રામાં ચારેય મુમુક્ષુ એક સાથે સંયમ માર્ગે પ્રયાણ કરનાર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward