android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa: કુંપટ ગામે શિતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો
calendar_today March 10, 2026

Deesa: કુંપટ ગામે શિતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો

બનાસકાંઠાના ડીસા તાલુકાના કુંપટ ગામે શિતળા સાતમ નીમિતે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ મેળામાં બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો આ મેળાનો લાભ લે છે. જયાં બાળકોમાં થતા ઓરી, અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પુરી કરવા માટે આજુબાજુના 50 થી વધુ ગામોના લોકોએ આવે છે અને શિતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાતમય છે ત્યારે શિતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શિતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામમાં બનાસનદીના કિનારે બિરાજમાન શિતળા માતાના પ્રાચીન મંદિરે શિતળા સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા. આમ તો શિતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે એક શિતળા સાતમ શ્રાવણમાસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે. જ્યારે બીજી શિતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે. જોકે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પુરી કરવા આવે છે ખાસ કરીને બાળકોમાં થતા ઓરી અછબડાના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખો માં થતા રોગ થયો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે. અને આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના 50 થી પણ વધુ ગામના લાખો શ્રાદ્ધાળુઓ શિતળા માતાના મંદિરે આવે છે. કુંપટ ખાતે યોજાયેલા શિતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. ખાસ કરીને કુંપટ ગામ ખાતે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ મંદિરે દર વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો શિતળા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: ભારતમાલા રોડ ઉપર કારના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો
calendar_today March 10, 2026

Vav-tharad: ભારતમાલા રોડ ઉપર કારના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો

વાવ-થરાદ પેરોલ ર્ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફ્ના માણસો થરાદથી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ર્ફ્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓની શોધખોળમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભારતમાલા રોડ પર એક શંકાસ્પદ ગાડી જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.પોલીસે તપાસ કરતા બનાવેલું ગુપ્ત ખાનું' મળી આવ્યું હતું. આ ખાનામાંથીરૂ.74,130 લાખની કિંમતની બિયરની 380 બોટલ મળી આવતા પોલીસે ગાડી સહિત કિંમત રૂ.5,00,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હર્ષપાલ નટુભાઈ વાણીયા (રહે. કૃષ્ણનગર સોસાયટી, લીંબડી, જિ. સુરેન્દ્રનગર) નામના ઇસમને ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: જિલ્લા પંચાયતના ત્રણ, તાલુકા પંચાયતના 21 વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા
calendar_today March 10, 2026

Mahesana: જિલ્લા પંચાયતના ત્રણ, તાલુકા પંચાયતના 21 વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા

મહેસાણા જિલ્લા પંચાયત તેમજ 4 તાલુકા પંચાયતના નવા સીમાંકન અને બેઠક ફાળવણી માટે રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં પ્રાથમિક આદેશ જાહેર કર્યો હતો. પ્રાથમિક આદેશ સામે રજૂ થયેલા જિલ્લા પંચાયતના ત્રણ તેમજ ચાર તાલુકા પંચાયતના 21 વાંધાઓને રાજ્ય ચૂંટણી પંચે ફ્ગાવી દીધા છે. જિલ્લા પંચાયત તેમજ ચાર તાલુકા પંચાયતના સીમાંકન અને બેઠકોની ફાળવણીના પ્રાથમિક નિર્ણય સામે રાજ્ય ચૂંટણી પંચને મળેલા કુલ 24 વાંધાઓ માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સોમવારે સાંજે કલેકટર કચેરી ખાતે વિડિયો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પંચે વિચાર વિનિમયની બેઠક રાખી હતી. જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ,વાંધેદારો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જે. કે. જેગોડા ઉપસ્થિત રહ્યા હતા. વાંધાઓ માટે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના રજુ થયેલા ત્રણ વાંધાઓ પૈકી એકમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના પટેલ રાજેન્દ્રભાઈ પુંજીરામે ઉંઝા તાલુકામાં સને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઊંઝા તાલુકામાં જનરલ કેટેગરીની વસ્તી વધારે હોઈ ઊંઝા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકો પૈકી કહોડા તથા કામલી બેઠક જનરલ કરવા વાંધો આપ્યો હતો. જ્યારે વિસનગર તાલુકાના પાલડી ગામના વતની ચૌધરી ફુલજીભાઈ રામસંગભાઈએ જિલ્લા પંચાયતની ભાલક અને ગોઠવા બેઠકમાં સમાવેશ વિસ્તારોમાં ફેરફાર કરી એક જ હાઇવે રોડ પર આવેલ તાલુકા પંચાયત મતદાર મંડળોની બેઠકો મુજબ રચના કરવા રજૂઆત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward