android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: ખાણ-ખનીજ વિભાગની રેડમાં JCB લોડર મશીન સીઝ કરાયું
calendar_today March 10, 2026

Mahesana: ખાણ-ખનીજ વિભાગની રેડમાં JCB લોડર મશીન સીઝ કરાયું

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ખનનની પ્રવૃત્તિને ડામવા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે મહેસાણાના વડનગર તાલુકાના ઊંડણી સીમમાંથી પસાર થતી સાબરમતી નદી પટમાં ફરિયાદ આધારે રેડ કરાઈ હતી. જેમાં એક જેસીબી લોડર મશીન સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડૉ. પ્રતીક શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર દિલીપ રબારી અને ટીમે ફરિયાદ આધારે વડનગર તાલુકાના ઊંડણી સીમમાંથી પસાર થતી સાબરમતી નદી પટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી લોડર મશીન સીઝ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ઝડપાયેલ જેસીબી લોડર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યો હતો.તો સાદી રેતી ખનન વાળી જગ્યાનું માપ સહિત નકશો તૈયાર કરવા ટીમે કામગીરી હાથ ધરી હતી. જયારે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહનના માલિક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: ધરોઈ જળાશયમાં યાયાવર પક્ષીઓનો જમાવડો
calendar_today March 10, 2026

Aravalli: ધરોઈ જળાશયમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

દર વર્ષે શિયાળાની ઋતુમાં સાઈબેરીયા અને યુરોપથી હજારો કિલોમીટરનો આકાશમાં પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે મહેમાનગતી માણતા હોય છે. આ વર્ષે બે દિવસીય પક્ષી મોજણી યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક અને વિદેશી પક્ષીઓની નોંધણી કરવામાં આવી હતી. લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટના સહયોગથી સાબરકાંઠા વન વિભાગ, આદમ નેચર રિટ્રીટ અને પ્રણીધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.7 અને તા. 8 માર્ચ એમ બે દિવસીય પક્ષી મોજણીમાં દેશ- વિદેશના પક્ષીઓની નોંધણી કરવામાં આવી હતી. ધરોઈ ડેમ ખાતે રંગબેરંગી દેશી- વિદેશી પક્ષીઓનો જમાવડો જોઈને પક્ષીવિદો પણ આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. આકાશમાં દિશા નક્કી કરી હજારો કિમીનો પ્રવાસ ખેડતા પક્ષીઓ જાણકારોના મતે પક્ષીઓની અલગ જ દુનિયા છે. વિશ્વભરમાં વિવિધ પ્રજાતિના અગણિત પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે. કેટલાય પક્ષીઓની પ્રજાતિ એવી છે જેને આપણે ક્યારેય જોઈ નથી. પરંતુ આકાશમાં દિશા નક્કી કરી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતા દૂર્લભ અને જવલ્લે જ જોવા મળતા પક્ષીઓ વિશે અભ્યાસ થતા હોય છે. સાઈબેરીયા અને યુરોપથી શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ આકાશમાં લાંબો પ્રવાસ ખેડી ગુજરાત પરથી પસાર થાય છે. તેમનો પાછા ફરવાનો સમય રિટર્ન માઈગ્રેશન કહેવાય છે. હાલમાં તેમના વતન ભણી પરત ફરવાના સમયે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે પોરો ખાવા રોકાયા તે સમયે પક્ષી વિદો દ્વારા તેમની મોજણી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: ડાયરામાં બુટલેગરોએ સાંથલ PI ઉપર નોટો વરસાવી, DSPએ સસ્પેન્ડ કર્યા
calendar_today March 10, 2026

Mahesana: ડાયરામાં બુટલેગરોએ સાંથલ PI ઉપર નોટો વરસાવી, DSPએ સસ્પેન્ડ કર્યા

મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કટોસણ ગામમાં આયોજિત એક લોક ડાયરામાં હાજરી સમયે બુટલેગરોએ PI પર નોટોનો વરસાદ કરતા ઉચ્ચ અધિકારી દ્વારા શિસ્ત ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કટોસણ ગામમાં એક મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંથલ પીઆઈ એમ.એમ. વરચંદએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંચ પાસે પહોંચેલા પીઆઈ પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ નોટો ઉછાળનારા શખ્સોમાં સ્થાનિક બુટલેગરો પણ સામેલ હોવાને લઈ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. તો બુટલેગરોનો આમ જાહેરમાં પોલીસ અધિકારી પર હેત વરસાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. તો સમગ્ર મામલે હાલમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ શિસ્તભંગ અને પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડવા સહિતના કારણોસર અંતે પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. બુટલેગરોએ ઉછાડેલ નોટોને પગલે PIને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી હતી. તો આ મામલે તપાસ બાદ સસ્પેન્ડ અધિકારી વિરુદ્ધ આગળની કાર્યવાહીકરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward