android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: તા. પં.માં 3.56 કરોડના 143 જેટલા વિકાસ કામોને મંજૂરી
calendar_today March 10, 2026

Gandhinagar: તા. પં.માં 3.56 કરોડના 143 જેટલા વિકાસ કામોને મંજૂરી

ગાંધીનગર તાલુકા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં 3.56 કરોડથી વધુના 143 જેટલા કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને દ્વારા 2.06 કરોડમાં 91 જેટલા કામો સૂચવાયા છે. જ્યારે સભ્યો દ્વારા 1.50 કરોડથી વધુના બાવન જેટલા કામો સૂચવવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ચૂંટણીની જાહેરાત બાદ નવા કામોને હાથ ધરી શકાશે નહીં જેને પગલે તે પહેલાં જ કામોને મંજૂર કરી દેવા ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી.સામાન્ય સભામાં વિરેન્દ્રસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે હાલ તાલુકામાં કોન્ટ્રાક્ટર્સના હાથમાં શાસન હોવાનું લાગી રહ્યું છે, વર્ક ઓર્ડર બારોબાર કોન્ટ્રાક્ટર્સ લઈ જાય છે અને સભ્યો દ્વારા જગ્યાના માપ સહિતની બાબતે ફોન કરવામાં આવે તો જવાબ આપવામાં આવતો નથી. જેને પગલે તંત્ર દ્વારા કહેવાયું હતું કે, તાલુકા કચેરીમાં સરપંચોને સીધા વર્ક ઓર્ડર અપાય છે, છતાં આવી કોઈ બાબત હોય તો સભ્યોને ધ્યાન દોરવાનું કહેવાયું હતુ. જેને પગલે પ્રમુખે સૂચન કર્યું હતું કે જે-તે વિસ્તારના સભ્યોને જાણ કરીને જ વર્ક ઓર્ડર આપવામાં આવે તે જરૂરી છે. ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ મહોબતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આજે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટમાં વિકાસના કામો અંગે કરેલી જોગવાઈ મુજબ બચત રકમમાંથી વિકાસના કામોનું આયોજન કરાયું છે. જે મુજબ પ્રમુખ મહોબતજી ઠાકોર અને સ્ટેન્ડિંગ ચેરમેન પુજાબેન પટેલ દ્વારા 2.06 કરોડના 91 જેટલા કામો સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા બાવન જેટલા કામોને મંજૂર કરવામાં આવ્યા છે. બાવન કામોમાં 83.25 લાખના પ્રાથમિક શાળાને લગતા 24 કામ, 27 લાખના આરોગ્યને લગતા 10 કામ જ્યારે 40 લાખના આંગણવાડીને લગતાં 18 જેટલા કામનો સમાવેશ થાય છે. એટલે કુલ 3.56 કરોડથી વધુના 143 જેટલા કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : થલતેજ સર્કલ પાસે ચાલુ કારમાં લાગી આગ, લોકોમાં નાસભાગ મચી
calendar_today March 10, 2026

Ahmedabad : થલતેજ સર્કલ પાસે ચાલુ કારમાં લાગી આગ, લોકોમાં નાસભાગ મચી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. થલતેજ સર્કલ નજીક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કારમાં આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી માહિતી મુજબ કાર રસ્તા પર ચાલી રહી હતી ત્યારે અચાનક એન્જિન ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડા જ સમયમાં કારમાં આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે કારને આગને કારણે ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો ફાયર બ્રિગેડની ટીમે ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી આગ વધુ ફેલાય નહીં તેની તકેદારી રાખી હતી. આ પણ વાંચો----    New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર

Read Full Story arrow_forward
Morbi : હળવદ પોલીસે દારૂની હેરાફેરી કરતા એકને ઝડપ્યો, ડરની બોરીઓની આડમાં દારુ લઇ જવાતો હતો
calendar_today March 10, 2026

Morbi : હળવદ પોલીસે દારૂની હેરાફેરી કરતા એકને ઝડપ્યો, ડરની બોરીઓની આડમાં દારુ લઇ જવાતો હતો

હળવદ પોલીસને દારૂની હેરાફેરીના મોટા કેસમાં સફળતા મળી છે. પોલીસ દ્વારા ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.હોટેલના ગ્રાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં તપાસ માહિતી મુજબ અમદાવાદ હળવદ હાઈવે પર સુખપર પાસે આવેલી એક હોટેલના ગ્રાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં તપાસ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને ગુપ્ત બાતમી મળતા જ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. 4.64 લાખ દારુ ઝડપાયો તપાસ દરમિયાન ટ્રકમાં પાવડરની બોરીઓની આડમાં મોટી માત્રામાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી કુલ 4,223 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 4.64 લાખ રૂપિયા થાય છે. ટ્રક ચાલક જાન મહંમદ અબ્દુલ રસીદની ધરપકડ કરી આ મામલે પોલીસે ટ્રક ચાલક જાન મહંમદ અબ્દુલ રસીદની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ટ્રક સહિત કુલ 15.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લવાતો હતો પોલીસના જણાવ્યા મુજબ દારૂને પાવડરની બોરીઓની આડમાં છુપાવીને અન્ય જિલ્લામાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ સમયસર મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આ હેરાફેરીને અટકાવી દીધી છે. આરોપીની પૂછપરછ હાલમાં હળવદ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો----     New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર

Read Full Story arrow_forward