android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli : માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણનો હુમલામાં 5 વર્ષના બાળકનું મોત
calendar_today March 10, 2026

Amreli : માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણનો હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુખદ ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો માહિતી મુજબ માણાવાવ ગામની સીમમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો પાંચ વર્ષીય દીકરો ધવલ રમતો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. સિંહણના હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ આ બનાવની જાણ થતાં ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આસપાસના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોમાં ભારે ભયનો માહોલ આ બનાવ બાદ માણાવાવ અને આસપાસના ગામોમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વનવિભાગ પાસે સિંહણને વહેલી તકે પકડવા અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે.આ પણ વાંચો----    New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live  ગુજરાતને લઇને PM મોદીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી, ગૃહમંત્રી અમિત શાહ પણ રહ્યા હાજર
calendar_today March 10, 2026

Gujarat Latest News Live ગુજરાતને લઇને PM મોદીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી, ગૃહમંત્રી અમિત શાહ પણ રહ્યા હાજર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Panchmahalના શહેરામાં પોલીસનો સપાટો: નિયમ ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે 'લાલ આંખ'
calendar_today March 10, 2026

Panchmahalના શહેરામાં પોલીસનો સપાટો: નિયમ ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે 'લાલ આંખ'

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લગ્નસરાની મોસમ વચ્ચે અવાજનું પ્રદૂષણ ફેલાવનારા અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. શહેરા પોલીસની આ કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ ધૂમ મચાવતા સંચાલકોમાં ફાળકો પડી ગયો છે.નિયમ ભંગ કરનારા ડીજે સંચાલકો સામે પગલા લેવાયા શહેરા પી.આઈ. અંકુર ચૌધરીની સૂચનાથી એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે તાલુકાના વિવિધ ગામોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બામરોલી, સુરેલી અને પટિયા ગામમાં મર્યાદા બહાર અને અતિશય ઘોંઘાટ સાથે ડી.જે. વગાડવામાં આવતા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી ત્રણ જેટલી ડી.જે. સિસ્ટમ સ્થળ પર જ જપ્ત કરી લીધી હતી. અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી પોલીસે કાર્યવાહી દરમિયાન લાખોની કિંમતની ડી.જે. સિસ્ટમ, હાઈ-વોલ્ટેજ સ્પીકરો અને એમ્પ્લીફાયર કબજે કર્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ડેસિબલ મર્યાદા કરતા વધુ અવાજમાં સંગીત વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા માલિકો સામે કાયદેસરની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લગ્નસરાની સીઝનમાં જાહેર જનતાને હાલાકી ન પડે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાની પોલીસે ચીમકી ઉચ્ચારી છે. શહેરા પોલીસની આ 'લાલ આંખ'ને કારણે હવે ડી.જે. સંચાલકોએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward