android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgamમાં રસ્તાનો વિવાદ ઉકેલાયો: પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 સોસાયટીના રહીશો માટે માર્ગ ખુલ્લો કરાયો
calendar_today March 10, 2026

Viramgamમાં રસ્તાનો વિવાદ ઉકેલાયો: પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 સોસાયટીના રહીશો માટે માર્ગ ખુલ્લો કરાયો

વિરમગામ શહેરના વોર્ડ નં. 8 માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રસ્તાના વિવાદનો અંત આવ્યો છે. ખેતર માલિકો દ્વારા તાર ફેન્સિંગ કરીને બંધ કરવામાં આવેલા રસ્તાને વહીવટી તંત્રએ પોલીસ કાફલા સાથે રાખીને ખુલ્લો કરાવ્યો છે, જેનાથી સેંકડો રહીશોને મોટી રાહત મળી છે.ખેતર માલિકોએ તાર ફેન્સિંગ કરી રસ્તો રોક્યો હતો વિરમગામના સર્વે નં. 498/1 અને 498/2 માંથી પસાર થતા કાચા રસ્તાનો ઉપયોગ સોમેશ્વર, સંજીવની અને અવની સોસાયટીના રહીશો અવરજવર માટે કરતા હતા. જોકે, ખેતર માલિકોએ આ જમીન પર પોતાનો હક જતાવતા ત્યાં તાર ફેન્સિંગ કરી દીધું હતું. રસ્તો બંધ થઈ જવાથી ત્રણેય સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે બિલ્ડર અને રહીશો દ્વારા મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી. જમીન માલિકોએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો રહીશોની મુશ્કેલીને ધ્યાને રાખીને મામલતદારે પંચનામું કરી દાવો દાખલ કર્યો હતો. જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રહીશોને હાલાકી ન પડે તે હેતુથી મામલતદારે વચગાળાનો હુકમ કરીને રસ્તો ખુલ્લો રાખવા આદેશ આપ્યો હતો. આ હુકમના અમલીકરણ માટે આજે નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. જોકે, જમીન માલિકોએ તંત્રની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવીને તાર ફેન્સિંગ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad : શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ પાર્કિગ અને લારી-ગલ્લા સામે એકશન લેવાયા , અનેક વાહનો ટોઈંગ કરાયા
calendar_today March 10, 2026

Botad : શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ પાર્કિગ અને લારી-ગલ્લા સામે એકશન લેવાયા , અનેક વાહનો ટોઈંગ કરાયા

બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આડેધડ પાર્કિંગ અને રસ્તા પર ઉભી રહેલી લારીઓ-ગલ્લાઓ સામે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.શાકમાર્કેટ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હતો માહિતી મુજબ શાકમાર્કેટ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. શહેર તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદી કરવા માટે અહીં આવતા હોવાથી રસ્તાઓ પર વાહનોની ભીડ વધતી હતી. જેના કારણે અવરજવર મુશ્કેલ બનતી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આડેધડ પાર્ક કરાયેલા અનેક વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા ડ્રાઈવ દરમિયાન રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા અનેક વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઉપરાંત રસ્તા પર ઉભી રાખેલી લારીઓ અને ગલ્લાઓને હટાવવા માટે લારીધારકોને સૂચના આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ ખાસ ડ્રાઈવ ચાલુ રહેશે પોલીસે લારીધારકોને કડક ચેતવણી આપી છે કે રસ્તા પર અવરોધ ઉભો ન કરે અને નિર્ધારિત જગ્યાએ જ વ્યવસાય કરે. પોલીસના જણાવ્યા મુજબ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આવનારા દિવસોમાં પણ ખાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો----    Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

Read Full Story arrow_forward
Surat : સુરત મનપાની સામાન્ય સભામાં હોબાળો , ભાજપ અને આપ ના કોર્પોરેટરો આમને-સામને
calendar_today March 10, 2026

Surat : સુરત મનપાની સામાન્ય સભામાં હોબાળો , ભાજપ અને આપ ના કોર્પોરેટરો આમને-સામને

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો અને તંગદિલી સર્જાઈ હતી. બેઠક દરમિયાન ભાજપ અમને આપકોર્પોરેટરો આમને-સામને આવી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.સભા દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર ચર્ચા શરૂ માહિતી મુજબ સામાન્ય સભા દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક કોર્પોરેટરો દ્વારા લેપટોપમાં પુરાવા બતાવતાં સભામાં જોરદાર હોબાળો મચ્યો હતો. બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. મેયર દક્ષેશ માવાણીનો ઘેરાવ કર્યો ચર્ચા દરમિયાન એકબીજા પર આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો વિરોધ કરતા કોર્પોરેટરોએ શહેરના મેયર દક્ષેશ માવાણીનો ઘેરાવ કર્યો હતો અને તેમના સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કાફલો તૈનાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે મનપા કચેરી ખાતે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ પણ વાંચો----     Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

Read Full Story arrow_forward