android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal ના શહેરામાં પોલીસનો સપાટો: નિયમ ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે 'લાલ આંખ'
calendar_today March 10, 2026

Panchmahal ના શહેરામાં પોલીસનો સપાટો: નિયમ ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે 'લાલ આંખ'

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લગ્નસરાની મોસમ વચ્ચે અવાજનું પ્રદૂષણ ફેલાવનારા અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. શહેરા પોલીસની આ કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ ધૂમ મચાવતા સંચાલકોમાં ફાળકો પડી ગયો છે.નિયમ ભંગ કરનારા ડીજે સંચાલકો સામે પગલા લેવાયા શહેરા પી.આઈ. અંકુર ચૌધરીની સૂચનાથી એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે તાલુકાના વિવિધ ગામોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બામરોલી, સુરેલી અને પટિયા ગામમાં મર્યાદા બહાર અને અતિશય ઘોંઘાટ સાથે ડી.જે. વગાડવામાં આવતા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી ત્રણ જેટલી ડી.જે. સિસ્ટમ સ્થળ પર જ જપ્ત કરી લીધી હતી. અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી પોલીસે કાર્યવાહી દરમિયાન લાખોની કિંમતની ડી.જે. સિસ્ટમ, હાઈ-વોલ્ટેજ સ્પીકરો અને એમ્પ્લીફાયર કબજે કર્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ડેસિબલ મર્યાદા કરતા વધુ અવાજમાં સંગીત વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા માલિકો સામે કાયદેસરની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લગ્નસરાની સીઝનમાં જાહેર જનતાને હાલાકી ન પડે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાની પોલીસે ચીમકી ઉચ્ચારી છે. શહેરા પોલીસની આ 'લાલ આંખ'ને કારણે હવે ડી.જે. સંચાલકોએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, નવી યોજનાના ડ્રાફ્ટ-GR મુદ્દે આદેશ અપાઇ શકે
calendar_today March 10, 2026

Gandhinagar : આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, નવી યોજનાના ડ્રાફ્ટ-GR મુદ્દે આદેશ અપાઇ શકે

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10 વાગ્યે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.બજેટ 2026-27ના ત્વરિત અમલીકરણ પર ખાસ ભાર માહિતી મુજબ બેઠકમાં બજેટ 2026-27ના ત્વરિત અમલીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે.સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ ઝડપથી અમલમાં આવે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે. ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી ખાસ કરીને નવી યોજનાઓ માટેના ડ્રાફ્ટ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR), ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી જેવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ અપાઈ શકે છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. રવિ સીઝન દરમિયાન ઘઉંની ખરીદી માટે લઘુતમ ટેકાના ભાવે (MSP) ઓનલાઈન નોંધણી પ્રક્રિયા અંગે પણ વિચારણા કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પગલાં લઈ શકે છે. આ પણ વાંચો----     Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

Read Full Story arrow_forward
'Solar પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ' યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે
calendar_today March 10, 2026

'Solar પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ' યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં "સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ" યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે 10 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી ઉપબલ્ધ બનાવી હતી.દેશમાં 54 સોલાર પાર્ક ગુજરાત પછી રાજસ્થાન 10,726 મેગાવોટની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ 11 સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે. દેશમાં 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે. પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો અને ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો તેમણે જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે નિયમિત બેઠકો અને વાતચીત દ્વારા આ પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે. પરિમલ નથવાણીએ અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિકસાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં આ સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો અને આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માગતા હતા. ગુજરાતમાં આ જિલ્લામાં છે સોલાર પાર્ક રાધાનેસડા સોલાર પાર્ક, બનાસકાંઠા જિલ્લો ધોલેરા સોલાર પાર્ક, અમદાવાદ જિલ્લો NTPC RE પાર્ક, કચ્છ જિલ્લો GSECL RE પાર્ક, કચ્છ જિલ્લો GIPCL RE પાર્ક ફેઝ-I, કચ્છ જિલ્લો GIPCL RE પાર્ક ફેઝ-II, કચ્છ જિલ્લો GIPCL RE પાર્ક ફેઝ-III, કચ્છ જિલ્લો આ પણ વાંચો : Gandhinagar : વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાતને ફાટક મુક્ત કરવાનું લક્ષ્ય, વિધાનસભામાં સરકારનો જવાબ

Read Full Story arrow_forward