android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Defence Minister રાજનાથ સિંહે ભવિષ્ય માટે તૈયાર કરાયેલો ભારતીય સેનાનો રોડમેપ કર્યો જાહેર
calendar_today March 10, 2026

Defence Minister રાજનાથ સિંહે ભવિષ્ય માટે તૈયાર કરાયેલો ભારતીય સેનાનો રોડમેપ કર્યો જાહેર

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે 10 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 'ડિફેન્સ ફોર્સેજ વિઝન 2047 : ભવિષ્ય માટે તૈયાર ભારતીય સેના' નામના બુક લોન્ચ કરી. આ વ્યાપક રૂપરેખાને ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર તરફથી તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ભારતના રક્ષા બળોને આધુનિક, એકીકૃત અને ટેક્નોલોજી આધારિત સેનામાં પરિવર્તિત કરવાનો છે, જેથી 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં સહયોગ મળી શકે.પરિવર્તનોની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી આ વિઝન દસ્તાવેજમાં ભૂરાજકીય, ટેક્નોલોજીકલ અને સુરક્ષા સંબંધિત બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેનામાં જરૂરી વ્યૂહાત્મક સુધારા, ક્ષમતામાં વધારો અને સંગઠનાત્મક પરિવર્તનોની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી છે. તેમાં સેનાને વધુ સંકલિત અને કાર્યક્ષમ બનાવવાની સાથે સાથે બદલાતી વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો સામે દેશની સુરક્ષા મજબૂત બનાવવાનો દૃષ્ટિકોણ રજૂ થયો છે. ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવા પર ખાસ ભાર દસ્તાવેજમાં ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવા પર ખાસ ભાર મુકાયો છે, જેથી યોજના, કામગીરી અને ક્ષમતાના વિકાસમાં વધુ અસરકારકતા લાવી શકાય. સાથે જ ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખીને નવી ટેક્નોલોજી, નવીનતા અને આધુનિક તાલીમ પદ્ધતિઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સ્વદેશી ટેક્નોલોજી અને ઉકેલોના વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી દેશના રક્ષા ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળશે અને રાષ્ટ્રીય વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે. આ પણ વાંચો : Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા આ 6 મોટા નિર્ણય, PM મોદીએ આપી આ સૂચનાઓ

Read Full Story arrow_forward
Indigo એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, શું છે કારણ?
calendar_today March 10, 2026

Indigo એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, શું છે કારણ?

દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે 10 માર્ચ, 2026થી આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પીટર એલ્બર્સના રાજીનામા બાદ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટીયાએ આંતરિમ રીતે સીઈઓ તરીકે કંપનીની જવાબદારી સંભાળવાનું શરૂ કર્યું છે.કંપનીના બોર્ડે પીટર એલ્બર્સની કામગીરીના વખાણ કર્યા ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે પીટર એલ્બર્સે કંપની માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. કંપનીના બોર્ડે પીટર એલ્બર્સની કામગીરીના વખાણ કર્યા અને જણાવ્યું કે તેઓએ ઈન્ડિગોનું વિશ્વસનીય અને સુગમિત કામગીરી ધરાવતી એરલાઈન બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કંપનીમાં કેવી રહ્યું યોગદાન? નવા સીઈઓની નિમણૂક ટૂંક સમયમાં કરવાની કંપનીને આશા છે. બોર્ડના ચેરમેન વિક્રમસિંહ મહેતાએ જણાવ્યું કે રાહુલ ભાટિયા ઈન્ડિગોની કામગીરી, સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવા માટે કામગીરી ચાલુ રાખશે. ઈન્ડિગોના કર્મચારીઓ અને ઉદ્યોગ વિશ્લેષકો માટે આ ફેરફાર મહત્વનો બની રહ્યો છે, કારણ કે પીટર એલ્બર્સે કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાપિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. રાજીનામા બાદ રાહુલ ભાટિયા દ્વારા કંપનીના દૈનિક ઓપરેશન્સ, વ્યૂહરચના અને ગ્રાહક સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કંપની તરફથી જણાવ્યું છે કે નવા સીઈઓની નિમણૂક અંગે જાહેર કરવામાં આવતા જ વધુ માહિતી આપવામાં આવશે. આ પણ વાંચો : Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા આ 6 મોટા નિર્ણય, PM મોદીએ આપી આ સૂચનાઓ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરત મહાનગર પાલિકાની કચેરીનું નામ બદલાયું, નવું નામ તાપી ભવન કરાયુ
calendar_today March 10, 2026

Gujarat Latest News Live : સુરત મહાનગર પાલિકાની કચેરીનું નામ બદલાયું, નવું નામ તાપી ભવન કરાયુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward