android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા આ 6 મોટા નિર્ણય, PM મોદીએ આપી આ સૂચનાઓ
calendar_today March 10, 2026

Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા આ 6 મોટા નિર્ણય, PM મોદીએ આપી આ સૂચનાઓ

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે 10 માર્ચ બુધવારે 6 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે જળ જીવન મિશન 2.0ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવશે. આ મિશન માટે રૂપિયા 8,70,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, મંત્રીમંડળે મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેવર એરપોર્ટના કનેક્ટિવિટી અંગે નિર્ણય લેવામાં આવ્યો વધુમાં, જેવર એરપોર્ટના કનેક્ટિવિટી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે જેવર એરપોર્ટના ખર્ચમાં સુધારો કર્યો છે અને જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડને મંજૂરી આપી છે. સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ લાઈન અને સંતરાગાછી અને ખડગપુર વચ્ચે ચોથી રેલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, મધ્યપ્રદેશમાં હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા 6 મહત્વપૂર્ણ નિર્ણયો જળજીવન મિશન 2.0ને મળી મંજૂરી મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયું જેવર-ફરીદાબાદ વચ્ચે એલિવેટેડ રોડને મંજૂરી સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ્વે લાઈનને મંજૂરી સંતરાગાછીથી ખડગપુર વચ્ચે ચોથી રેલ્વે લાઈનને મંજૂરી મધ્યપ્રદેશના હાઈવે પ્રોજેક્ટને મંજૂરી મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક છે. તે દક્ષિણ તમિલનાડુના એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે અને પર્યટન અને યાત્રાધામોને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશના એકંદર વિકાસમાં ફાળો આપે છે. મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પ્રાદેશિક જોડાણ વધશે, વેપાર વધશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે. કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ આ સૂચનાઓ આપી સૂત્રોના જણાવ્યા અનુસાર આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની ભારતના નાગરિકો પર અસર ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા અને કોઈપણ સંભવિત પડકાર માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.આ પણ વાંચો : તેલ-ગેસના સંકટને લઇ PM મોદીને મળ્યા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી

Read Full Story arrow_forward
Ahmedabad News: આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને ટિકિટ
calendar_today March 10, 2026

Ahmedabad News: આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને ટિકિટ

આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ મળવાની શક્યતા ઓછી આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભાજપ યુવાનોને વધારે પ્રમાણમાં ટિકિટ આપશે. ત્રણ ટર્મથી વધુ સમય ચૂંટણી લડ્યા હોય તેવા અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણયના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે. તેમને હવે ભાજપના ધારાધોરણો અનુસાર ટિકિટ નહીં મળી શકે. અમદાવાદની વાત કરીએ તો વર્તમાન 32 કોર્પોરેટરોને આ વખતે ટિકિટ નહીં મળવાની શક્યતાઓ છે. 

Read Full Story arrow_forward
Gandhinagar News: બનાસકાંઠાના ગામોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ:ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
calendar_today March 10, 2026

Gandhinagar News: બનાસકાંઠાના ગામોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ:ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી ૨૪ ×૭ વિજળી મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે રાજયના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા,ખારી, ઝાંબા‌ તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પુરતા વોલ્ટેજ સાથે વિજળીની સુવિધા ઉપલબ્ધ‌ કરવામાં આવી છે. ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ તા.૨૮ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં આ ગામોને વિજળી મળતી નથી તેવા કરેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે તેમ સ્થળ તપાસ બાદ વિગતો આપતાં આજે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે, અમારા ઊર્જા વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સતત અને પુરતા વૉલ્ટેજ સાથે વિજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે.આ સિવાય પણ જ્યારે કોઈ ટેક્નિકલ ખામી આવે અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વિજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પુરતો પાવર મળે છે મંત્રી પટેલે આ ગામોમાં ક્યારે વિજળી આવી તે અંગે વધુ વિગતો આપતાં ગૃહમાં કહ્યું હતું કે,આ પાંચ ગામોના કુલ ૧,૭૮૮ ગ્રાહકોને પુરતા વોલ્ટેજ સાથે સતત વિજળી આપવામાં આવે છે. જેમાં કપાસિયા ગામમાં વર્ષ ૧૯૮૮માં વિજળી આપવામાં આવી હતી. જેનો હાલમાં ૮૧૬ ગ્રાહકો લાભ લ‌ઈ રહ્યા છે. આ ગામને ૧૧ કેવી કપાસિયા જ્યોતિગ્રામ ફીડરનો પુરતા વૉલ્ટેજ સાથે પાવર મળે છે. આજ રીતે ખારી ગામમાં વર્ષ ૧૯૯૩થી વિજળી પહોચાડવામાં આવી છે.જ્યાં હાલમાં ૩૭૪ ગ્રાહકો છે. આ ગામને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પુરતો પાવર મળે છે. ઝાંબા ગામમાં વર્ષ ૨૦૦૭થી વિજળી પહોંચી જ્યારે ૪૮ ગ્રાહકો ધરાવતા ઝાંબા ગામમાં વર્ષ ૨૦૦૭થી વિજળી પહોંચી છે. આ ગામને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. આ ઉપરાંત ૪૧૨ ગ્રાહકો ધરાવતા રાણપુર-બંગલા ગામમાં વર્ષ ૨૦૦૦થી વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે.આ ગામને ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. જ્યારે ૧૩૮ ગ્રાહકો ધરાવતા મહુડા ગામમાં વર્ષ ૨૦૦૯થી વિજળી આપવામાં આવે છે. આ ગામને ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો સતત પાવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રગતિ દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આ પણ વાંચોઃ Gandhinagar News: એર કાર્ગો મારફતે વિદેશ મોકલવામાં આવતા એટોમિડેટ ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward