android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
તેલ-ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો
calendar_today March 10, 2026

તેલ-ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના પુરવઠામાં મોટા વિક્ષેપો સર્જાયા છે. આ પરિસ્થિતિને જોતા ભારત સરકારે ઘરેલુ ગેસની અછત ટાળવા માટે અત્યંત કડક ગણાતો ESMA (એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 'કુદરતી ગેસ (પુરવઠા નિયમન) આદેશ 2026' જારી કર્યો છે, જેનો હેતુ મર્યાદિત સંસાધનોનો યોગ્ય અને પ્રાથમિકતાના ધોરણે ઉપયોગ કરવાનો છે. નવી ફાળવણી નીતિ અને ચાર ક્ષેત્રો સરકારે કુદરતી ગેસના વિતરણને ચાર મુખ્ય કેટેગરીમાં વહેંચ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને સીધી અસર ન થાય: 1. પ્રથમ પ્રાથમિકતા (100% પુરવઠો): સૌથી વધુ મહત્વ ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને પરિવહન માટેના CNG ને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત LPG ઉત્પાદન અને ગેસ પાઇપલાઇનના સંચાલન માટે જરૂરી ઇંધણને છેલ્લા છ મહિનાના વપરાશના 100% મુજબ પૂરો પુરવઠો મળશે. 2. બીજું ક્ષેત્ર (70% પુરવઠો - ખાતર પ્લાન્ટ્સ): દેશની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાતર ઉત્પાદક એકમોને 70% ગેસ ફાળવવામાં આવશે. જોકે, આ ગેસનો ઉપયોગ માત્ર ખાતર બનાવવા માટે જ થઈ શકશે અને એક યુનિટનો ગેસ બીજા યુનિટમાં ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 3. ત્રીજું ક્ષેત્ર (80% પુરવઠો - ઉદ્યોગો): ચા ઉદ્યોગ અને અન્ય મધ્યમ કદના ઉત્પાદન એકમોને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ દ્વારા 80% પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ ફાળવણી પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના સંકલનથી કરવામાં આવશે. 4. ચોથું ક્ષેત્ર (80% પુરવઠો - વાણિજ્યિક ગ્રાહકો): શહેર ગેસ વિતરણ (CGD) નેટવર્ક હેઠળ આવતા હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વાણિજ્યિક ગ્રાહકોને પણ કાર્યકારી ઉપલબ્ધતાના આધારે 80% ગેસ આપવામાં આવશે. શા માટે લેવાયો આ નિર્ણય? હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલી નાકાબંધીના કારણે ભારતની આયાત પ્રભાવિત થઈ છે. જો આ પગલાં ન લેવાયા હોત તો સામાન્ય ગૃહિણીઓના રસોડાના બજેટ અને વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી શકી હોત. સરકારના આ આદેશથી હવે ઉદ્યોગો કરતા સામાન્ય જનતાની જરૂરિયાતોને પહેલા સંતોષવામાં આવશે. આ પણ વાંચોઃ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત! હવે સંસદમાં વધશે મહિલાઓનું જોર

Read Full Story arrow_forward
Gandhinagar: હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સૈની સાથે રણનીતિ પર ચર્ચા
calendar_today March 10, 2026

Gandhinagar: હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સૈની સાથે રણનીતિ પર ચર્ચા

હરિયાણાની આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવી છે. આ પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠકહરિયાણાના પ્રવાસે પહોંચેલા હર્ષ સંઘવીએ આજે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યસભાની આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા અને પક્ષના ઉમેદવારો માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.સંગઠનની સક્રિયતાઆ મહત્વપૂર્ણ બેઠકમાં હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રભારી તરીકે હર્ષ સંઘવીએ સંગઠન અને સરકારના સમન્વય સાથે કેવી રીતે આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ હાઈકમાન્ડે હર્ષ સંઘવીને આ મહત્વની જવાબદારી સોંપીને હરિયાણાના રાજકીય માહોલને પોતાની તરફેણમાં રાખવા માટે મજબૂત પાયો તૈયાર કર્યો છેઆ પણ વાંચો: Anand: ઉમરેઠ વિધાનસભા બેઠક સત્તાવાર રીતે ખાલી જાહેર: ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ લેવાયો નિર્ણય

Read Full Story arrow_forward
Ahmedabad News: આખરે વિવાદનો અંત આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ
calendar_today March 10, 2026

Ahmedabad News: આખરે વિવાદનો અંત આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ

ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકરતાં ગઈકાલે મતગણતરી અટકી પડી હતી. ઉગ્ર વિવાદ બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ વકિલોએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેના અટલ કલામ ખાતે મતગણતરી બાદ વિવાદ સર્જાયો હતો. ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી યોજાઈ રહી છે. આગામી પાંચ વર્ષ માટે આજે નવા પ્રતિનિધિઓની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. પાંચ દિવસથી વધુ સમય સુધી આ મતગણતરી ચાલી શકે છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ કરી હતી. મતગણતરીના વિવાદનો આખરે અંત આવ્યો ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતગણતરીના વિવાદનો આખરે અંત આવ્યો હતો. ચૂંટણી પંચની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા ઉમેદવારોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. 14 વકિલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શો કોઝ નોટીસ મળી છે. આગામી સાત દિવસમાં આ વકિલોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જવાબ આપવો પડશે. વકિલોને પોતાના સમર્થનમાં પુરાવા મુકવાની છૂટ અપાઈ છે. જો કોઈ વકીલ ગુનામાં આવશે તો તેની સામે શિસ્ત સંબંધી પગલા લેવાશે. કાનૂની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. આ પણ વાંચોઃ Surat News: શહેરમાં રોડ પર જ રિક્ષા મુકીને દબાણ કરતાં 15 રિક્ષા ચાલકોની અટકાયત

Read Full Story arrow_forward