android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari: પોલીસ બંદોબસ્ત સાથે નવસારી મનપાએ હથોડા ઝીંકી દબાણો કર્યા દૂર
calendar_today March 10, 2026

Navsari: પોલીસ બંદોબસ્ત સાથે નવસારી મનપાએ હથોડા ઝીંકી દબાણો કર્યા દૂર

નવસારીમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા આજે એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના દુધિયા તળાવથી છાપરા રોડ સુધીના મુખ્ય માર્ગો પર વર્ષોથી જમાવી રાખેલા ગેરકાયદે દબાણોને મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા.ટ્રાફિકથી મુક્તિ માટે મનપાના 'હથોડા'શહેરમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મનપાએ કમર કસી છે અને મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી શરૂ કરી છે. મનપાની ટીમે આજે જેસીબી અને અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચીને દુકાનોના ઓટલા, શેડ અને રોડ પર નડતરરૂપ અન્ય બાંધકામોને તોડી પાડ્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરીડિમોલિશન દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે નવસારી મનપા દ્વારા અગાઉથી જ સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મનપાની ટીમે નિર્ભયતાથી પોતાની કામગીરી પૂર્ણ કરી હતી.આ પણ વાંચો:Aravalli: બે નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન, મોડાસા અને બાયડ પાલિકાની ટર્મ પૂર્ણ

Read Full Story arrow_forward
Bhavnagar News: ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ
calendar_today March 10, 2026

Bhavnagar News: ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ બેંકની ચાર શાખાઓમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ શાખાઓમાં તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસરનો સમાવેશ થાય છે. સાયબર ગઠિયાઓએ રવિવારે બેંકના સોફ્ટવેરને હેક કરીને બિનઅધિકૃત ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચાર શાખાઓમાં મોટી સાયબર ફ્રોડની ઘટના બની છે. જેના કારણે આ બેંકની તમામ શાખાઓમાં હાલમાં લેવડ દેવડ સહિતના કામો બંધ કરવામાં આવ્યા છે. બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે. સાયબર ફ્રોડની ઘટના બનતાં બેંકમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. બેંકમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને ગ્રાહકોમાં પણ મોટી ચિંતા ઉભી થઈ છે. થાપણદારોમાં મોટી ચિંતાનો માહોલ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકમાં તળાજા, ભરતનગર, સુભાષનગર, સિદસર શાખામાં સાયબર ગઠિયાએ બેંકની જ સાત કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. રવિવારે બેંકનું સોફ્ટવેર હેક કરીને રકમ ટ્રાન્સફર કરી નાંખી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બેંકમાં થયેલા ફ્રોડની ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી જતાં બેંકના ગ્રાહકો અને થાપણદારોમાં મોટી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત

Read Full Story arrow_forward
Surat: કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે વલખાં, સપ્લાય ખોરવાતા હોટલ-કેફે ઉદ્યોગ પર સંકટ
calendar_today March 10, 2026

Surat: કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે વલખાં, સપ્લાય ખોરવાતા હોટલ-કેફે ઉદ્યોગ પર સંકટ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇઝરાયલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે સુરતના વેપારીઓ અને ગૃહિણીઓ પર પડી રહી છે. છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે સહિતના વ્યવસાયો ઠપ્પ થવાની સ્થિતિમાં આવી ગયા છે.સપ્લાય ખોરવાતા વેપારીઓની મુશ્કેલીસુરતમાં અંદાજે 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ આવેલા છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા સુરતને મળતો જથ્થો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ પૂરતો જથ્થો ન મળવાને કારણે તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા છે.10 થી 15 દિવસનું વેટિંગગેસ એજન્સીઓના સંચાલકોના જણાવ્યા અનુસાર, ડિસ્ટ્રીબ્યુશનમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ અછતને કારણે હાલમાં કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે 10 થી 15 દિવસનું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે. જેની સીધી અસર હોટલ-રેસ્ટોરન્ટના મેનૂ અને કામગીરી પર પડી રહી છે, જેનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Navsari: પોલીસ બંદોબસ્ત સાથે નવસારી મનપાએ હથોડા ઝીંકી દબાણો કર્યા દૂર

Read Full Story arrow_forward