android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ભાજપ આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપશે, જાણો આ વખતે કોનું પત્તુ કપાશે
calendar_today March 10, 2026

Ahmedabad News: ભાજપ આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપશે, જાણો આ વખતે કોનું પત્તુ કપાશે

આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ મળવાની શક્યતા ઓછી આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભાજપ યુવાનોને વધારે પ્રમાણમાં ટિકિટ આપશે. ત્રણ ટર્મથી વધુ સમય ચૂંટણી લડ્યા હોય તેવા અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણયના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે. તેમને હવે ભાજપના ધારાધોરણો અનુસાર ટિકિટ નહીં મળી શકે. અમદાવાદની વાત કરીએ તો વર્તમાન 32 કોર્પોરેટરોને આ વખતે ટિકિટ નહીં મળવાની શક્યતાઓ છે. કોંગ્રેસ પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે અમદાવાદ મહાનગર પાલિકામાં ત્રણ ટર્મથી ઉપરના અથવા તો 60 વર્ષથી વધુના 32 કાઉન્સિલર છે. થોડા સમય બાદ સંગઠન ચૂંટણીલક્ષી કામગીરી કરશે. સામે કોંગ્રેસે પણ યુવાનો પર મદાર રાખવાનું ચાલુ કર્યું છે. પક્ષ દ્વારા પાર્ટીના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ટિકિટ આપશે. સમીકરણ બદલાયા બાદ પરિવારમાંથી પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે છે. ત્રણ ટર્મથી વધુ ટર્મ ધરાવતા કાઉન્સિલરો ઉપર નજર કરીએ તો ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા રાણીપ વોર્ડના દશરથ પટેલ નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ સરદારનગર વોર્ડના કંચન પંજવાણી ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ નારણપુરા વોર્ડના જતીન પટેલ ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન નારણપુરા જયેશ પટેલ સાબરમતી અરુણ સિંહ રાજપૂત બીજેપી સાબરમતી રાણા રમેશભાઈ બીજેપી રાણીપ દશરથ પટેલ બીજેપી નવા વાડજ યોગેશ પટેલ બીજેપી ઘાટલોડિયા પ્રવીણ પટેલ થલતેજ નીરૂબેન ડાભી બીજેપી નારણપુરા બ્રિન્દા સુરતી બીજેપી નારણપુરા ગીતા બેન પટેલ બીજેપી સરદારનગર ચંદ્રપ્રકાશ ખાન ચંદાની બીજેપી નરોડા રાજેન્દ્ર સોલંકી બીજેપી સૈજપુર બોઘા રેશ્મા કુકરાની બીજેપી કુબેરનગર કામિનીદેવી ઝા અસારવા અનસૂયા બેન પટેલ બીજેપી શાહીબાગ જશુભાઈ ચૌહાણ બીજેપી 60 વર્ષથી ઉપરના હોદેદારોની યાદી ઉપર નજર કરીએ તો.... ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ ઉંમર વર્ષ 64 બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 63 નવા વાડજ વોર્ડના યોગેશ પટેલ ઉંમર વર્ષ 62 ઘાટલોડીયા બોર્ડના ભાવનાબેન પટેલ ઉમર વર્ષ 62 વેજલપુર બોર્ડના દિલીપ બગડીયા ઉંમર વર્ષ 62 ચાંદખેડા બોર્ડના યોગેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 61 શાહપુર વોર્ડના પ્રતાપ આગજા ઉંમર વર્ષ 61 સરખેજ બોર્ડના અલકા શાહ ઉંમર વર્ષ 61 ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના વાસંતી પટેલ ઉંમર વર્ષ 61 નિકોલ વોર્ડના બળદેવ પટેલ ઉંમર વર્ષ 61 જોધપુર બોર્ડના અરવિંદ પરમાર ઉમર વર્ષ 61 આ પણ વાંચોઃ Bhavnagar News: ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

Read Full Story arrow_forward
Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત
calendar_today March 10, 2026

Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત

સુરત શહેરના ઉધના વિસ્તારમાં પોલીસ દ્વારા નશાના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે બાતમીના આધારે એક શખ્સને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે ઝડપી પાડીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.સુરતમાં રોકડ અને ગાંજા સાથે એકની ધરપકડઉધના પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને દિપકસિંહ ફોજદારસિંહ રાજપુત નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 148 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસને આરોપી પાસેથી મોબાઈલ ફોન અને 6,59,360 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.પોલીસની કાર્યવાહીપોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઈલ અને રોકડ મળીને કુલ 6.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ઉધના પોલીસે આરોપી દિપકસિંહ રાજપુત વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે વલખાં, સપ્લાય ખોરવાતા હોટલ-કેફે ઉદ્યોગ પર સંકટ

Read Full Story arrow_forward
Rajkot: રાજ્યમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કોર્ડનું સર્ચ ઓપરેશન
calendar_today March 10, 2026

Rajkot: રાજ્યમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કોર્ડનું સર્ચ ઓપરેશન

રાજ્યમાં આજે એકસાથે અનેક શહેરોમાં આવેલી પોસ્ટ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. મોરબી, ભાવનગર અને રાજકોટમાં આવેલા મહત્વના વહીવટી મથકો પર ધમકીભર્યા મેઈલ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.મોરબી પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશનમોરબીની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તાત્કાલિક ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.ભાવનગરમાં 10 દિવસમાં બીજીવાર ધમકીભાવનગરમાં પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બ અને સાયનાઈડ ભરેલી બોટલોથી વિસ્ફોટ કરવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ૧૦ દિવસમાં આ બીજીવાર ધમકી મળી છે. મેઈલ કરનારે ઉલ્લેખ કર્યો છે કે તે 'પોલીસની કામગીરી ચેક કરવા' માટે આવું કરી રહ્યો છે. SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમે તમામ કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.રાજકોટ પોસ્ટ ઓફિસને પણ ધમકીરાજકોટમાં પાસપોર્ટ ઓફિસ બાદ હવે સદર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.આ પણ વાંચો: Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત

Read Full Story arrow_forward