Bhuj: ખાવડા હાઈવે પર મોંઘીદાટ કાર બળીને ખાખ, લાખોની રોકડ અને દસ્તાવેજો રાખ
કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર આજે એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.કારમાં આગ અને ચાલકનો બચાવપ્રાપ્ત માહિતી અનુસાર, કાર ખાવડાથી ભુજ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર અચાનક તેમાં આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલકે તાત્કાલિક ગાડી સાઈડમાં ઉભી રાખીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. જોકે, કારની અંદર રહેલા અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમ પણ આગમાં સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયા છે.સંપૂર્ણ કાર બળીને ખાખઆગ લાગતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, કાર પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ મટીરીયલની બનેલી હોવાથી આગે ખૂબ જ ટૂંકા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર ફાઈટરની ટીમ પહોંચે તે પહેલા જ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી.આ પણ વાંચો: Ahmedabad: થાઈલેન્ડ-મલેશિયામાં નશાકારક દવાઓ મોકલનાર બે શખ્સો ઝડપાયા, એર કાર્ગો દ્વારા વિદેશ મોકલાતી હતી દવાઓ
Read Full Story arrow_forward