android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur News: નસવાડીના ખોખરા ગામની કપરી સ્થિતિ, રસ્તો ન હોવાથી સગર્ભા સુધી 108 ન પહોંચી શકી
calendar_today March 10, 2026

Chhota Udepur News: નસવાડીના ખોખરા ગામની કપરી સ્થિતિ, રસ્તો ન હોવાથી સગર્ભા સુધી 108 ન પહોંચી શકી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર 'વિકાસનો પનો ટૂંકો' પડ્યો હોવાની ઘટના સામે આવી છે. તાલુકાના ખોખરા ગામમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ગામનો રસ્તો અત્યંત બિસમાર અને કાચો હોવાથી એમ્બ્યુલન્સ ગામની અંદર આવી શકી નહોતી, જેના કારણે દર્દીને સમયસર સારવાર મળવામાં ભારે વિલંબ થયો હતો.કાચા રસ્તાને લીધે 108 ગામમાં ન પહોંચી શકી ગામનો મુખ્ય માર્ગ અને કોઝવે વરસાદી પાણી કે અન્ય કારણોસર ધોવાઈ ગયો હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામની બહાર અડધા કલાક સુધી ઉભી રહી હતી. અંતે, કોઈ વિકલ્પ ન રહેતા ગ્રામજનોએ માનવતા બતાવી સગર્ભા મહિલાને ખુલ્લી પીકઅપ વાન (જીપ) ના પાછળના ભાગે સુવડાવી હતી. આ રીતે અત્યંત જોખમી હાલતમાં ખાડાટેકરા વાળા રસ્તા પરથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. 800ની વસ્તી ધરાવતા આ ગામના લોકો માટે માંદગીના સમયે હોસ્પિટલ પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. ખોખરા ગામનો મુખ્ય કોઝવે તદ્દન ધોવાયો સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રસ્તા અને કોઝવેના નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. મુખ્ય કોઝવે ધોવાઈ જવાથી વાહનવ્યવહાર તો ઠીક, પણ ઈમરજન્સી સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ વિલેજના યુગમાં જ્યારે એક પ્રસૂતાને ખુલ્લી જીપમાં દવાખાને લઈ જવી પડે, ત્યારે વહીવટી તંત્રના આયોજન સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : મણીનગર AMC ઓફિસમાં ગટર અને પીવાના પાણી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માટલા સાથે કાર્યકરોએ કર્યું પ્રદર્શન
calendar_today March 10, 2026

Ahmedabad : મણીનગર AMC ઓફિસમાં ગટર અને પીવાના પાણી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માટલા સાથે કાર્યકરોએ કર્યું પ્રદર્શન

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની ઓફિસ ખાતે આજે કોંગ્રેસ કાર્યકરોએ ગટર અને પીવાના પાણીના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.માટલા લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો મળતી માહિતી મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દાને લઈ કોંગ્રેસના કાર્યકરો મણિનગર AMC ઓફિસે પહોંચ્યા હતા અને માટલા લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ સરકાર અને મનપા તંત્ર સામે નારા લગાવીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઓફિસના પ્રવેશદ્વાર પાસે ભેગા થઈને હોબાળો કર્યો વિરોધ દરમિયાન કાર્યકરોએ ઓફિસના પ્રવેશદ્વાર પાસે ભેગા થઈને હોબાળો કર્યો હતો. જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. ઓફિસમાં આવનારા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા સુરક્ષા દૃષ્ટિએ મનપા ઓફિસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. વિરોધને કારણે ઓફિસમાં આવનારા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વિરોધ પ્રદર્શન દરમિયાન લિફ્ટ તથા ઉપર જવાનો રસ્તો પણ કેટલીકવાર માટે બંધ થઈ ગયો હતો, જેના કારણે કામસર આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પણ વાંચો----     Surat : ST બસમાં કિન્નરે મચાવ્યો આતંક ,બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી તોફાન કર્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આણંદમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે ચેકિંગ શરૂ કર્યું
calendar_today March 10, 2026

Gujarat Latest News Live : આણંદમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward