android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા
calendar_today March 9, 2026

Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા

ગુજરાતમાં દારૂબંધીની અમલવારી વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. પોલીસે અમદાવાદ અને વડોદરાથી 32465 લોકોને પકડી પાડ્યા છે. બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા અંગે વિધાનસભા ગૃહમાં સવાલ કરાયો હતો. અમદાવાદમાંથી 17311 અને વડોદરામાંથી 15154 પીધેલા પકડાયા હોવાનું ગૃહમાં સરકારે જણાવ્યું હતું. આ તમામ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. કોંગ્રસ ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમંત્રીનો જવાબ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં દારૂની હેરાફેરી અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની બોર્ડર પરથી 38 કરોડનો દારુ ઝડપાયો છે. બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી વિદેશી દારુ અને બિયરનો જથ્થો જપ્ત કરાયો છે. વિદેશી દારૂની 1046855 બોટલ પકડાઈ છે. જેની કિંમત 38 કરોડ કરતાં વધુ થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે 1018 આરોપીઓને પણ પકડી પાડ્યા છે. હેરાફેરીમાં સંડોવાયેલા 141ને પકડવાની કામગીરી બાકી હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Gujarat Weather Update: રાજકોટ અને સુરતમાં હિટવેવથી લોકો ત્રાહિમામ, વડોદરામાં ગરમીને કારણે રોડનો ડામર પીગળ્યો

Read Full Story arrow_forward
Kheda: આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ ગાડીમાંથી બહાર ન કાઢતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, પોલીસ મથકનો કર્યો ઘેરાવો
calendar_today March 9, 2026

Kheda: આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ ગાડીમાંથી બહાર ન કાઢતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, પોલીસ મથકનો કર્યો ઘેરાવો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે ગત 6 માર્ચના રોજ થયેલી મારામારીની ઘટના બાદ આજે મામલો ભારે ગરમાયો હતો. આ મારામારીમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેમની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળે છે.આરોપીઓને લઈને પોલીસનું વલણ વિવાદમાંઆંતરસુંબા પોલીસ મથકમાં આ ઘટના અંગે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જે પૈકી પોલીસે નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલ નામના બાપ-દીકરાની ધરપકડ કરી છે. આજે પોલીસ આ બંને આરોપીઓને ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરાવવા માટે આંત્રોલી ગામે લઈ આવી હતી.ગ્રામજનોમાં રોષ અને ઘેરાવોપોલીસ જ્યારે આરોપીઓને લઈને આવી ત્યારે તેમને સરકારી ગાડીમાંથી બહાર ન કાઢતા ગ્રામજનો રોષે ભરાયા હતા. સ્થાનિકોની માંગ હતી કે આરોપીઓને ગાડીમાંથી બહાર કાઢીને તેમની સાથે કડક વ્યવહાર કરવામાં આવે. આ મામલે પોલીસ પર પક્ષપાત અને આરોપીઓને છાવરવાનો આરોપ લગાવતા ગ્રામજનોએ આંત્રોલી આઉટ પોસ્ટનો ઘેરાવો કરી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, ગ્રામજનોએ આરોપીઓને જાહેરમાં ફેરવવા (વરઘોડા કાઢવાની) પણ ઉગ્ર માંગ કરી હતી.આ પણ વાંચો: Gir Somnath: આવતીકાલથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતો માટે ઓન-સ્પોટ નોંધણી અને ઝડપી પેમેન્ટની ખાસ વ્યવસ્થા

Read Full Story arrow_forward
Surat News: ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કર્યો અને કારણ સામે આવ્યું
calendar_today March 9, 2026

Surat News: ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કર્યો અને કારણ સામે આવ્યું

સુરતના ડીંડોલીમાં નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતાં. આ બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઓવરડોઝની દવાના ઈન્જેક્શનો લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી તરીકે થઈ છે.પોલીસ તપાસમાં આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવાઓ સામે આવ્યા છે. પોલીસને મોબાઈલથી આપઘાતની કડી મળી આ કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બંને યુવતીઓને તેમના પ્રેમી સાથે બ્રેક અપ થયું હતું. બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં હતી. પંદર દિવસના સમયમાં બંનેનું બ્રેક અપ થયું હતું. જેના કારણે તેઓ ભાંગી પડી હતી. પોલીસે તપાસ દરમિયાન આપઘાત કરનારી યુવતીઓના મોબાઈલ ચેક કર્યા હતાં. જેમાં આ ખુલાસો થયો છે. માત્ર પંદર દિવસના આંતરે બંને યુવતીઓના બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા હતાં. આ પણ વાંચોઃ Gir Somnath: આવતીકાલથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતો માટે ઓન-સ્પોટ નોંધણી અને ઝડપી પેમેન્ટની ખાસ વ્યવસ્થા

Read Full Story arrow_forward