android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: સરીગામ GIDCમાં ગેસ ગળતર, કેમિકલ રિએક્શનથી પાંચ કામદારો ઇજાગ્રસ્ત
calendar_today March 9, 2026

Valsad News: સરીગામ GIDCમાં ગેસ ગળતર, કેમિકલ રિએક્શનથી પાંચ કામદારો ઇજાગ્રસ્ત

વલસાડમાં સરીગામ ઉદ્યોગનગર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અહીં દસમેશ રબર નામની કંપનીમાંથી ગેસ લીકેજ થયો હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે. આ ઘટનામાં કેમિકલ રિએક્શનના કારણે પાંચ કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. કામદારોને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ને પગલે GPCB એ તપાસ હાથ ધરી હતી. ગેસ લીકેજ દસમેશ રબર કંપનીમાંથી થયો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ,રાત્રિના સમયે અચાનક હવામાં અજીબ પ્રકારની દુર્ગંધ ફેલાઈ હતી અને આંખમાં ચુભન તથા ગળામાં બળતરા જેવી અસર અનુભવાઈ હતી. લોકોમાં ભયનો માહોલ ઊભો થતા કેટલાક લોકોએ તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.માહિતી મળતા પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ગેસ લીકેજ દસમેશ રબર કંપનીમાંથી થયો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં કેમિકલ અને રબર સંબંધિત અનેક કંપનીઓ કાર્યરત હોવાથી વારંવાર ગેસ લીકેજ જેવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘટના બાદ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી હતી. તેથી જીપીસીબીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તપાસ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.સરીગામ ઉદ્યોગનગર આસપાસ રહેણાંક વિસ્તારો પણ આવેલા હોવાથી આવી ઘટનાઓ સમયે સામાન્ય લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા વધારે રહે છે. આ પણ વાંચોઃ Surat News: ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ, ફેઝ-1 જનતા માટે ખુલ્લો મૂકાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ દ્વારા 9 થી 13 માર્ચ દરમિયાન યુવા સંશોધકો માટે 'કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ' પર નેશનલ વર્કશોપનું આયોજન
calendar_today March 9, 2026

Ahmedabad News : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ દ્વારા 9 થી 13 માર્ચ દરમિયાન યુવા સંશોધકો માટે 'કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ' પર નેશનલ વર્કશોપનું આયોજન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ દ્વારા આગામી 9 થી 13 માર્ચ 2026 દરમિયાન "PRL વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ" નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની વર્કશોપ ખાસ કરીને પીએચ.ડી. (PhD) ના શરૂઆતના તબક્કાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.નેશનલ વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્યો અને વિષયો નીચે મુજબ છે 01-આ વર્કશોપ આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ્ડ-મેટર ફિઝિક્સના મુખ્ય ખ્યાલો અને પાયાના સૈદ્ધાંતિક સાધનોનો વ્યાપક પરિચય આપશે. 02-આ કાર્યક્રમમાં ટોપોલોજી ઇન નોન-ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ્સ, સેમિક્લાસિકલ ટ્રાન્સપોર્ટ થીયરી, ધ ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ગ્રીન્સ ફંક્શન્સ અને મેની-બોડી ફિઝિક્સ તેમજ સુપરકન્ડક્ટિવિટીની થીયરી જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવશે. 03-આ લેક્ચર્સ અને ટ્યુટોરિયલ્સ ભારતની અગ્રણી સંશોધન સંસ્થાઓના પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે. પ્રકારની કાર્યશાળાઓ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવે છે આ વર્કશોપમાં 8માં વાર્ષિક પ્રતિષ્ઠિત PRL-IAPT (ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ) લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે PRL ના પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તી દ્વારા આપવામાં આવશે. આ શ્રેણીનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્તરીય સંશોધન અને સ્નાતક કક્ષાના શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો અને ભૌતિક વિજ્ઞાનના શિક્ષણને વધુ અસરકારક બનાવવાનો છે. ભારતમાં ક્વોન્ટમ મટીરિયલ્સ ક્ષેત્રે વધી રહેલા સંશોધકોની સંખ્યાને ધ્યાનમાં લેતા, આ પ્રકારની કાર્યશાળાઓ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં અને દેશના સંશોધન ક્ષેત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્કશોપ અંગેની વધુ વિગતો માટે https://sites.google.com/view/prlcmpworkshop/home વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે. આ પણ વાંચો : Patan News : પાટણના પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા

Read Full Story arrow_forward
Surat: નાનપુરા મકાઈપુલ નીચે મોડી રાત્રે ભીષણ આગ, રવિવારી બજારનું ફર્નિચર બળીને ખાખ
calendar_today March 9, 2026

Surat: નાનપુરા મકાઈપુલ નીચે મોડી રાત્રે ભીષણ આગ, રવિવારી બજારનું ફર્નિચર બળીને ખાખ

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મકાઈપુલ નીચે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. અહીં ભરાતી રવિવારી બજારના વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા લાકડાના ફર્નિચર અને સોફાના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નદી કિનારે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.મકાઈપુલ નીચે રવિવારી બજારના સામાનમાં આગઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની મુગલીસરા અને મજુરાગેટ સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની તીવ્રતા વધુ હોવાથી ફાયરના જવાનોએ ચારેતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.રવિવારી બજારનું ફર્નિચર બળીને ખાખઆ દુર્ઘટનામાં રવિવારી બજારનો મોટો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.આ પણ વાંચો: Himatnagar: સિવિલ ચોકડી પાસે કારમાં ભીષણ આગ, એક તરફનો હાઈવે બંધ કરાયો

Read Full Story arrow_forward