android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Arvalli News : લો બોલો, અરવલ્લીના મેઘરજમાં ભાણીયાએ માસીને વિશ્વાસમાં લઈ 10.18 લાખ ટ્રાન્સફર કરી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ
calendar_today March 9, 2026

Arvalli News : લો બોલો, અરવલ્લીના મેઘરજમાં ભાણીયાએ માસીને વિશ્વાસમાં લઈ 10.18 લાખ ટ્રાન્સફર કરી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અરવલ્લીના મેઘરજ તાલુકામાં નિવૃત વિધવા મહિલા શિક્ષિકા સાથે રૂ.10 લાખની છેતરપિંડીની ઘટના બની છે, જેમાં મેઘરજના રાંજેડી ગામની મહિલા શિક્ષિકા ઓનલાઇન ફ્રોડનો ભોગ બની છે, બહેનના ભાણીયા એ જ માસીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે અને આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા ફોન પે મારફતે 85 ટ્રાન્ઝેક્શનમાં આશરે ₹10.18 લાખ ઉપાડ્યા હોવાની વાત સામે આવી છે, સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો માસીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા સામે BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પોલીસ આ મામલે આઈટી એકટ મુજબ તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ કરાઈ છે. 1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે ૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ ૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ ૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો ૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ) ૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ ૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ ૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:- ૧. અજાણી લિંક પર ક્લિક ન કરો. ૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં. ૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો. ૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો. ૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ. આ પણ વાંચો : Surendranagar News : નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે વઢવાણના મેલડી માતાજી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું

Read Full Story arrow_forward
Surat: વરાછામાં વર્ષોથી કામ કરતા મહિલા કર્મીઓને નવા કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી કાઢ્યા, ન્યાય માટે આક્રમક વિરોધ
calendar_today March 9, 2026

Surat: વરાછામાં વર્ષોથી કામ કરતા મહિલા કર્મીઓને નવા કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી કાઢ્યા, ન્યાય માટે આક્રમક વિરોધ

સુરતના વરાછા ઝોન વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર આજે વાતાવરણ તંગ બની ગયું હતું. છેલ્લા 25-25 વર્ષથી ડમ્પિંગ સાઈટ પર પરસેવો પાડતા 20 થી 30 જેટલા મહિલા કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મહિલાઓએ પોતાની રોજીરોટી બચાવવા અને ન્યાય મેળવવા માટે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.25 વર્ષની સેવા છતાં અન્યાયરોષે ભરાયેલી મહિલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ છેલ્લા અઢી દાયકાથી અહીં નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. તેમ છતાં, નવા કોન્ટ્રાક્ટરે આવતાની સાથે જ કોઈ પણ પૂર્વ સૂચના વગર તેમને કાઢી મૂક્યા છે. મહિલાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, "આટલા વર્ષોની સેવા બાદ અમારો શું વાંક છે કે અમને અચાનક બેરોજગાર કરી દેવામાં આવ્યા?"મારવાની ધમકીના ગંભીર આક્ષેપમાત્ર નોકરીમાંથી કાઢી મૂકવા એટલું જ નહીં, પણ મહિલા કર્મીઓએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે જ્યારે તેઓએ આ બાબતે રજૂઆત કરી ત્યારે તેમને મારવાની ધમકી આપવામાં આવી હતી. અચાનક રોજગારી છીનવાઈ જવાથી આ પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ફરી નોકરી પર રાખવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.આ પણ વાંચો: Ahmedabad: નવો રોડ બન્યાના માત્ર 2 દિવસમાં પડ્યો ખાડો, કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

Read Full Story arrow_forward
Ahmedabad News: બાર કાઉન્સિલની ચૂંટણીની આજે મતગણતરી નહીં થાય, 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી
calendar_today March 9, 2026

Ahmedabad News: બાર કાઉન્સિલની ચૂંટણીની આજે મતગણતરી નહીં થાય, 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી

ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હવે આ ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે. મતગણતરી થાય તે પહેલા જ વિવાદ વધી રહ્યો છે. જેના કારણે આજે મતગણતરી નહીં થાય તેવી વિગતો સામે આવી છે. ચૂંટણી કમિશ્નરો પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીસીજીની મત ગણતરી પહેલા જ વિવાદ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણી કમિશ્નરો સામે આક્ષેપ થતાં વિવાદ વકર્યો છે. 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશ્નરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે. મતદાન બાદ મત પેટીઓ લઈ જતી વખતે હોબાળો થયો હતો. ત્યાર બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા લગાવાયો હતો. બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો. અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં 25 બેઠકો માટે મતદાન થયું હતું. અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 9712 મતદારોએ મતદાન કર્યું હતું. બાર કાઉન્સિલની ચૂંટણીના મતદાન બાદ સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મશીન સીલ કરાયા હતાં. સ્ટ્રોગ રૂમની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ પણ વાંચોઃ Ahmedabad : બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલો દ્વારા ચૂંટણી કમિશનર સામે બેદરકારીના આક્ષેપ

Read Full Story arrow_forward