Gir Somnath News: ઈશ્વરીયા ગામે માદા દીપડી પાંજરે પુરાઈ, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરાને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, વન વિભાગની સતર્કતાને કારણે આખરે એક માદા દીપડી પાંજરે પુરાઈ છે, જેનાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.વાડીમાં ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ઘટનાની મળતી માહિતી અનુસાર, ઈશ્વરીયા ગામના ખેડૂત હમીરભાઈ જાદવની વાડીમાં દીપડા દ્વારા રંજાડ કરવામાં આવતી હોવાની વન વિભાગને ફરિયાદ મળી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને વન વિભાગ દ્વારા વાડી વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગત રાત્રે આશરે 1 થી 2 વર્ષની માદા દીપડી મારણની લાલચે પાંજરામાં આવી ચડતા આબાદ ઝડપાઈ ગઈ હતી. એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઈ વન વિભાગની રેસ્ક્યૂ ટીમે દીપડીને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસ બાદ આ માદા દીપડીને વધુ તપાસ અને નિરીક્ષણ માટે અમરપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડીની શારીરિક તપાસ કરવામાં આવશે અને જો તે સંપૂર્ણ સ્વસ્થ જણાશે, તો તેને ફરીથી કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને ખેડૂતો માટે આ સમાચાર મોટી રાહત સમાન છે, કારણ કે દીપડાના ભયને કારણે રાત્રિના સમયે ખેતરમાં જવું જોખમી બન્યું હતું. આ પણ વાંચો - Gir Somnath : વેરાવળમાં મુરલીધર કોમ્પલેક્ષનો માલિક ગુમનામ, મંજૂરી વગર ચાલતા કોમ્પલેક્ષને લઇ તંત્ર સાવ અજાણ
Read Full Story arrow_forward