android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: શાળાએથી ઘરે જતી 16 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, આરોપી રત્નકલાકાર ઝડપાયો
calendar_today March 9, 2026

Surat News: શાળાએથી ઘરે જતી 16 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, આરોપી રત્નકલાકાર ઝડપાયો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી 16 વર્ષની સગીરાની છેડતી કરવામાં આવી હતી. જોકે, આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ નરાધમ રત્નકલાકારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વિદ્યાર્થિની પોતાની શાળાએથી અભ્યાસ પૂર્ણ કરી પગપાળા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં સંદીપ ગોટી નામના શખ્સે તેની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હતી. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ ઘરે પહોંચીને તુરંત જ પોતાના પરિવારના સભ્યોને આપવીતી જણાવી હતી. પોલીસની મેરેથોન તપાસ અને ધરપકડ દીકરી સાથે બનેલી ઘટનાની ગંભીરતા સમજી માતાએ તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી સંદીપ ગોટી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ રત્નકલાકાર સંદીપ ગોટીને દબોચી લીધો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે, આરોપીએ અગાઉ પણ કોઈ આવી હરકત કરી છે કે કેમ. આ પણ વાંચો - Surat: વરાછામાં વર્ષોથી કામ કરતા મહિલા કર્મીઓને નવા કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી કાઢ્યા, ન્યાય માટે આક્રમક વિરોધ

Read Full Story arrow_forward
Rajkot News: ધોરાજીમાં આખલા યુદ્ધથી અફરાતફરી, જેતપુર રોડ પર ફેલાયો ફફડાટ
calendar_today March 9, 2026

Rajkot News: ધોરાજીમાં આખલા યુદ્ધથી અફરાતફરી, જેતપુર રોડ પર ફેલાયો ફફડાટ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. આજે વહેલી સવારે શહેરના હાર્દ સમાન વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું હતું. ધોરાજીના શાહજી હોલથી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાના મુખ્ય માર્ગ પર આ આખલાઓ બાખડતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.ભારે ટ્રાફિક વચ્ચે આખલાઓનો આતંક જે માર્ગ પર આ ઘટના બની તે જેતપુર રોડ મુખ્યત્વે જૂનાગઢથી જામનગર જવા માટેનો મુખ્ય રસ્તો છે. અહીં સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. અચાનક રોડની વચ્ચે આખલાઓ યુદ્ધે ચડતા વાહનચાલકો થંભી ગયા હતા. આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો અને અસંખ્ય દુકાનો આવેલી છે, જેના કારણે સવારના સમયે દર્દીઓ અને વેપારીઓની મોટી ભીડ હોય છે. દુકાનદારો અને રાહદારીઓમાં ભય આખલાઓ એકબીજાને પછાડતા દુકાનો સુધી પહોંચી જતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ જ માર્ગ પરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પસાર થતા હોય છે, જેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ આ રખડતા ઢોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Rajkot News: CDS બિપિન રાવત અંડરબ્રિજ પાસે 350થી વધુ ઝુપડાઓને દૂર કરાયા, 5 એકર જગ્યા ખુલ્લી કરાઈ

Read Full Story arrow_forward
Surat News: ડુમસ સી ફેસ ફેઝ વન પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લો મુકાયો, જાણો શું છે તેની ખાસ વિશેષતા?
calendar_today March 9, 2026

Surat News: ડુમસ સી ફેસ ફેઝ વન પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લો મુકાયો, જાણો શું છે તેની ખાસ વિશેષતા?

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. આજે જનતા માટે ડુમસ સી ફેસ ફેઝ-1 ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે વાંચો શું છે આ પ્રોજેક્ટની ખાસ વિશેષતાઓ. સ્વાસ્થ્ય અને એન્ટરટેઈન્મેન્ટને પણ ધ્યાને લેવાયું સુરતીઓ માટે આમતો ડુમસનો દરિયા કિનારો રજાઓ માટે ફરવાનું એક મનગમતુ સ્થળ છે. હવે તેને સી ફેસ પ્રોજેક્ટ હેઠળ નવો લુક અપાયો છે. સુરત મનપા દ્વારા 166 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં સહેલાણીઓ માટે આધુનિક વોક-વે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશનીની અદભુત સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં આવતા લોકો માટે સ્વાસ્થ્ય અને એન્ટરટેઈન્મેન્ટને પણ ધ્યાને લેવાયું છે. અહીં વોકિંગ ટ્રેક, મેડિટેશન સેન્ટર અને યોગા કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. એક સાથે 25 હજારથી વધુ લોકો આ સી ફેસ પર ફરી શકે તેવી ક્ષમતા વિકસાવાઈ છે. 102 હેક્ટર વિસ્તારને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવાયો આગામી સમયમાં આ સી ફેસ પર આંતરરાષ્ટ્રીય સ્તરની વોટર સ્પોર્ટ્સ સુવિધાઓ પણ વિકસાવવાનું આયોજન કરાયું છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત દરિયાકિનારાના અંદાજે 102 હેક્ટર વિસ્તારને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવાયો છે. લેન્ડ સ્કેપિંગ, પ્રોમેનેડ અને સાયકલિંગ ટ્રેકનો પણ સમાવેશ થાય છે. દરિયાનો નજારો માણવા માટે ખાસ વ્યુઈંગ ગેલેરી પણ તૈયાર કરાઈ છે. બાળકો માટે રમતગમતનો વિસ્તાર, વાહનોનું સુરક્ષિત પાર્કિંગ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફેઝ-1નો હેતુ ઈકો ટુરિઝમનો પ્રોત્સાહન આપવાનો છે. આ પણ વાંચોઃ Vadodara News: ડેસર તાલુકના ભાજપના કાર્યકરોને જિલ્લા સંગઠનમાં સ્થાન નહીં, પૂર્વ તાલુકા પ્રમુખે બળાપો કાઢ્યો

Read Full Story arrow_forward