android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં SITએ ગણેશ ગોંડલને ક્લીનચીટ આપી, રિપોર્ટ કોર્ટમાં સબમીટ કર્યો
calendar_today March 9, 2026

Rajkot News : ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં SITએ ગણેશ ગોંડલને ક્લીનચીટ આપી, રિપોર્ટ કોર્ટમાં સબમીટ કર્યો

ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલનો હાથ હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. SITની ટીમ દ્વારા નિવેદન અને સીસીટીવી સહિતના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ગણેશ જાડેજા સામે કોઈ પુરાવો નહીં મળતાં SITની ટીમે હાઈકોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીનચીટનો રીપોર્ટ કર્યો હતો. ગણેશ જાડેજા સામે તપાસમાં કોઈ પુરાવો ના મળ્યો ગુજરાતમાં બહુચર્ચિત રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ જાડેજા સામે તપાસમાં કોઈ પુરાવો નહીં મળતા તેને ક્લીનચીટ આપતો રીપોર્ટ SIT દ્વારા કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે. મૃતક રાજકુમારના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં અને પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે સમગ્ર કેસની તપાસ માટે SIT રચવાનો આદેશ કર્યો હતો. એસઆઈટીના રીપોર્ટમાં ગણેશ ગોંડલને ક્લીનચીટ SIT દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવર અને ગણેશ જાડેજાના સાથીદારોના નિવેદનો લેવાયા હતાં. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. ત્ણેક મહિના સુધીમાં વિવિધ દિશામાં તપાસ કરીને અંતે SIT દ્વારા હાઈકોર્ટમાં રીપોર્ટ સબમીટ કરાયો હતો. જેમાં રાજકુમાર જાટનું મોત અકસ્માતને કારણે થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ બનાવમાં ગણેશ ગોંડલનો કોઈ હાથ નહીં હોવાથી એસઆઈટીના રીપોર્ટમાં તેને ક્લીનચીટ આપવામાં આવી છે. આ પણ વાંચોઃ Narmada: સાંસદ મનસુખ વસાવાની સંગઠન અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના, વિકાસકામોમાં વેગ લાવવા અને વિવાદોથી દૂર રહેવા તાકીદ

Read Full Story arrow_forward
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ICC ચેરમેન જય શાહ, સૂર્ય કુમાર અને ગૌતમ ગંભીરે હનુમાન મંદિરે કર્યા દાદાના દર્શન, જુઓ તસવીરો
calendar_today March 9, 2026

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ICC ચેરમેન જય શાહ, સૂર્ય કુમાર અને ગૌતમ ગંભીરે હનુમાન મંદિરે કર્યા દાદાના દર્શન, જુઓ તસવીરો

ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટીમ ઇન્ડિયાએ ટાઇટલ જીત્યું. ટીમ ઇન્ડિયાની આ શાનદાર જીતની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આજે બોલીવુડ સેલેબ્સથી લઈને રાજનેતાઓ ટીમ ઇન્ડિયા પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. ભારતે  T20 વર્લ્ડ કપમાં જીત મેળવ્યા બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ, કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહે અમદાવાદના હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. જુઓ આ મુલાકાતની સુંદર તસવીર.

Read Full Story arrow_forward
Morbi News: હળવદના ચરાડવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત
calendar_today March 9, 2026

Morbi News: હળવદના ચરાડવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને સંભાળવાની તક પણ મળી નહોતી.સેવા કરવા જતાં જ કાળ આંબી ગયો મળતી માહિતી મુજબ, હળવદના પાંડાતીર્થ ગામના વતની કુલદીપસિંહ અસવાર (ઉંમર ૩૦) નામના યુવાનનું આ અકસ્માતમાં મોત થયું છે. કુલદીપસિંહના સગા મેરૂપર માતાજીના મંદિરે પગપાળા સંઘમાં જઈ રહ્યા હતા. પોતાના પરિચિતો અને સગાઓને ગરમીમાં રાહત મળે તે માટે તેઓ ઠંડુ પીણું (કોલ્ડ ડ્રિંક્સ) લઈને જઈ રહ્યા હતા. સેવાની આ પ્રવૃત્તિ દરમિયાન જ ચરાડવા પાસે કાળમુખો ટ્રક આડો ઉતર્યો હતો. ઘટનાસ્થળે જ તોડ્યું દમ ભારેખમ ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા કુલદીપસિંહ ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ચરાડવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી પાંડાતીર્થ ગામ અને તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - 

Read Full Story arrow_forward